બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ખૂબ ચર્ચા મેળવી રહી છે. સમાચારોનું માનીએ તો ટૂંક સમયમાં તે પોતાના બોયફ્રેંડ આદર જેન સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જણાવી દઈએ કે તારા અને આદર જૈને તેમના સંબંધોને ગયા વર્ષે ઓગસ્ટમાં ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યા હતા. જેમાં તારાએ આદરના જન્મદિવસ પર એક તસવીર શેર કરી હતી અને તેને પોતાના જણાવ્યા હતા.
કોણ છે તારા સુતરિયાનો બોયફ્રેન્ડ આદર જૈન: આદર જૈન બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કરીના કપૂરની નાની ફઈ રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે અને આ સંબંધથી તે રણબીર અને કરીના કપૂરનો પિતરાઈ ભાઈ છે. આદર જૈનના કામની વાત કરીએ તો તેમણે વર્ષ 2017માં ફિલ્મ ‘કૈદી બેન્ડ’માં મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તારા બનવાની છે આલિયા ભટ્ટની દેવરાની: જો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરે છે, તો સંબંધમાં તારા સુતારિયા આલિયાની દેવરાની બનશે. તમને જણાવી દઈએ કે આ બંને અભિનેત્રીઓ હજુ સુધી સાથે જોવા મળી નથી. પરંતુ આ બંનેમાં એક વાત કોમન છે કે બંનેએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી.
આલિયા ભટ્ટ જ્યારે સ્ટુડન્ટ ઑફ ધ યરના પહેલા ભાગમાં જોવા મળી હતી, તો તારા સુતારિયા ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં જોવા મળી હતી. આલિયા ભટ્ટ સાથે આ ફિલ્મમાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. સાથે જ તેના બીજા પાર્ટમાં ટાઇગર શ્રોફ હતો. બંને ફિલ્મો કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં બની હતી.
તારાની આગામી ફિલ્મ: અભિનેત્રી તારા સુતારિયા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘તડપ’માં જોવા મળશે. તેણે જે તસવીર શેર કરી છે. તેમાં તે આ જ ફિલ્મના એક પોસ્ટરનો પોઝ આપતા જોવા મળી રહી છે. તારાની આ સ્ટાઈલ અહાન શેટ્ટી સાથે બાઈક પર જોવા મળી હતી. જણાવી દઈએ કે અહાન શેટ્ટી ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર છે. અહાન શેટ્ટી તડપ સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહ્યો છે.
તારાની આ ફિલ્મ હવે રિલીઝ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. આ દરમિયાન તડપનું એક ગીત ‘તુ મેરા હો ગયા હૈ’ રિલીઝ થઈ ચુક્યું છે. આ ગીતમાં તારા સુતારિયા અને અહાન શેટ્ટી એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે આદર જૈને તારા સુતારિયા સાથે પોતાના સંબંધો વિશે ઘણી વખત વાત કરી છે. આદરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘તારા તેના માટે ખૂબ જ ખાસ છે. તે તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે. બંને એકબીજાના જીવનમાં ખુશીઓ લાવવા ઈચ્છે છે.
આદરે એ પણ કહ્યું હતું કે, ‘બંને વચ્ચે ટૂંક સમયમાં જ કંઈક સારું થવાનું છે. અમે બંને સાથે હેંગઆઉટ કરીએ છીએ અને એકબીજાનું ધ્યાન રાખીએ છીએ અને બંને મસ્તી અને પ્રેમ પણ કરીએ છીએ. આ ખૂબ જ સારું છે અને તેના માટે હું બધું કરી શકું છું. તે ખૂબ જ ખુશ છે કે લોકો બંનેને આ રીતે સાથે જોવાનું પસંદ કરે છે.’