કપૂર પરિવારના સભ્યોના લિસ્ટમાં જોડાયું આલિયા ભટ્ટનું નામ, રણવીર સાથે આ દિવસે કરશે લગ્ન

બોલિવુડ

કપૂર પરિવાર બોલીવુડનો સૌથી મોટો પરિવાર કહેવાય છે. હિન્દી સિનેમામાં પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો કપૂર પરિવારનો સિલસિલો હાલમાં અભિનેતા રણબીર કપૂર આગળ વધારી રહ્યા છે. 4 પેઢીઓથી કપૂર પરિવાર બોલિવૂડ સાથે જોડાયેલો છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમાની શરૂઆતના થોડા વર્ષો પછી જ તેની સાથે કપૂર પરિવારનું નામ જોડાઈ ગયું હતું.

હિન્દી સિનેમાને કપૂર પરિવારે ઘણા સ્ટાર્સ આપ્યા છે. જ્યારે ઘણા સ્ટાર્સ અસફળ રહ્યા તો કેટલાકે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દુનિયાભરમાં નામ કમાવ્યું. કપૂર પરિવારના ઘણા કલાકારોએ હિન્દી સિનેમામાં તેમના કામથી ખૂબ નામ કમાવ્યું અને ભારત અને બોલિવૂડનું નામ દુનિયાભરમાં રોશન કર્યું. આ લિસ્ટમાં અભિનેત્રી કરિશ્મા કપૂરનું નામ પણ શામેલ છે.

કરિશ્મા કપૂર હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. તેમણે વર્ષ 1991 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ કેદી’ થી કરી હતી અને ટૂંક સમયમાં જ તે એક મોટી અભિનેત્રી બની ગઈ. 90 ના દાયકામાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી અને આ સમય દરમિયાન તે ટોપની અભિનેત્રીઓમાં શામેલ હતી.

લગ્ન પછી કરિશ્મા કપૂર ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. તેમણે પોતાના ઘર-પરિવાર અને પિતાના બાળકોને સંભાળ્યા. જોકે કરિશ્મા છતાં પણ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

વર્ષ 2003 માં તેના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા અને વર્ષ 2016 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને બે બાળકો પુત્રી સમાયરા અને પુત્ર કિયાન રાજ કપૂર છે. બંને બાળકોનો ઉછેર કરિશ્મા જ કરી રહી છે.

ફિલ્મોથી દૂર હોવા છતાં ઘણીવાર કરિશ્મા કપૂર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તે મહેમાન તરીકે પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ માં પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે એક એવી વિચિત્ર ઘટના બની કે તેમની બોલતી બંધ થઈ ગઈ. શો સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

ખરેખર શોના મંચ પર કરિશ્મા કપૂરને એક સ્પર્ધક સવાલ પૂછે છે કે તેના પરિવારમાં કેટલા લોકો અભિનેતા છે? જવાબમાં, કરિશ્મા તેના પરિવારના સભ્યોના નામ લેવા લાગે છે. તે તેની શરૂઆત તેના પરદાદા પૃથ્વીરાજ કપૂરથી કરે છે અને તેના પરિવારના સભ્યોના નામ એક એક કરીને લે છે. આ દરમિયાન શોના જજ અનુરાગ બસુ પણ આ લિસ્ટમાં આલિયાનું નામ પણ જોડી દે છે, આલિયાનું નામ સાંભળતા કરિશ્મા જ મૌન થઈ જાય છે.

નોંધપાત્ર છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેનો પ્રેમ જગજાહેર છે અને હવે ચાહકો બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે આ બંને કલાકારો આ વર્ષે લગ્ન કરી શકે છે. આ સાથે કપૂર પરિવારના કલાકારોમાં આલિયા ભટ્ટનું નામ પણ શામેલ થશે. રણબીરે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, ‘જો કોરોના મહામારીની અસર ન થઈ હોત તો તેમના લગ્ન થઈ ચુક્યા હોત.’