મિત્રના લગ્નમાં સજી-ધજીને પહોંચી આલિયા, સાડી પહેરીને કર્યો સુંદર ડાંસ, જુવો વીડિયો

બોલિવુડ

આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ઘણા લોકો પિંક સિટી જયપુરમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. તેમાં મોટા-મોટા સેલિબ્રિટીઝ પણ શામેલ છે. તાજેતરમાં જ બોલીવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જયપુરમાં તેના મિત્રના લગ્નમાં જોવા મળી હતી. પોતાના મિત્રના લગ્નમાં આલિયાએ ખૂબ એંજોય કર્યો અને ડાન્સ પણ કર્યો હતો. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ખરેખર આલિયા તેની મિત્ર રિયા ખુરાનાના લગ્નમાં શામેલ થવા માટે શનિવારે રાત્રે જયપુર આવી હતી. મુંબઇથી ફ્લાઇટમાં આવતાંની સાથે જ આલિયાને કોઈ આરામ ન કર્યો અને એરપોર્ટથી સીધી ઓબેરોય રાજવિલાસ હોટલમાં આવી. અહીં તેના મિત્રની સંગીત સેરેમની પણ ચાલી રહી હતી. આ દરમિયાન આલિયાએ ખૂબ ડાન્સ કર્યો. આલિયાએ મિત્રના લગ્નમાં પિંક કલરની સાડી પહેરી હતી. તેમાં તે સુંદર દેખાઈ રહી હતી.

આલિયાએ આ લગ્નની કેટલીક તસવીરો પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે – આપણે આ પ્રેમને તસવીરમાં રાખીએ છીએ, આપણે આ યાદો પોતાના માટે બનાવીએ છીએ.

આલિયાની આ પોસ્ટને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના પર અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે. ચાહકો આલિયાના સાડી લુકની પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે આલિયાના એક ફેન પેજે પણ તેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આલિયા સ્ટેજ પર તેના મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે.

આલિયાનો આ વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આલિયાને આ રીતે લગ્નમાં આનંદ માણતા જોઈ ઘણા ચાહકો પણ પૂછી રહ્યા છે કે ‘આલિયા તમે ક્યારે લગ્નના બંધનમાં બંધાશો?’ આલિયા આ દિવસોમાં રણબીર કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એવી અટકળો ચાલી રહી હતી કે આ બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. જોકે પછી કોરોના વાયરસ અને ઋષિ કપૂરના નિધનને કારણે તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. આલિયા અને રણબીર ક્યારે લગ્ન કરશે એ તો તે બંને જ જણાવી શકે છે. હાલમાં તમે આલિયાને અન્યના લગ્નમાં એન્જોય કરતા જોઈ લો.

Leave a Reply

Your email address will not be published.