ખૂબ જ ક્યૂટ છે અક્ષય કુમારની પુત્રી, નિતારા સાથે અભિનેતા એ જોઈ અવતાર 2 ફિલ્મ, જુવો સામે આવેલો તેમનો આ ખાસ વીડિયો

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એક શ્રેષ્ઠ અભિનેતા હોવા ઉપરાંત એક સારા પતિ અને સારા પિતા પણ છે. અક્ષયને બે બાળકો છે. તેમને એક પુત્ર આરવ કુમાર અને એક પુત્રી નિતારા કુમાર છે. બંને બાળકો પર અક્ષય જાન છિડકે છે. તેમની પુત્રી નિતારા તેમના દિલની ખૂબ જ નજીક છે.

તાજેતરમાં જ અક્ષય કુમાર પુત્રી નિતારા સાથે જોવા મળ્યા હતા અને તેમણે પોતાની લાડલીને શ્રેષ્ઠ રીતે પ્રોટેક્ટ કરી. જણાવી દઈએ કે અક્ષય પોતાની પુત્રી સાથે તાજેતરમાં જ રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ ‘અવતાર 2’ જોવા માટે પહોંચ્યા હતા. અક્ષયે પહેલા આ ફિલ્મ જોઈ લીધી હતી અને તેમણે ફરી એકવાર અવતાર 2 જોઈ હતી.

ઈન્સ્ટાગ્રામ પર અક્ષયની તસવીરો અને વીડિયો ખૂબ હેડલાઈન્સમાં છે. પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અક્ષય હંમેશાની જેમ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. આ વિડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “#AkshayKumar પુત્રી નિતારાને મૂવી ટ્રીટ માટે લઈ જઈ રહ્યા છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

અક્ષયના આ વીડિયો પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે અક્ષયની લાડલી નિતારાની પ્રસંશા કરતા લખ્યું કે, “નિતારા ખૂબ જ સુંદર છે”. યુઝરે હાર્ટ ઈમોજી પણ કમેન્ટ પણ કર્યું. એક યુઝરે ફાયર ઇમોજી સાથે “અક્કી પાજી” લખ્યું. આ ઉપરાંત અક્ષયના વીડિયો પર ઘણા ચાહકોએ હાર્ટ ઈમોજી તો ઘણા ચાહકોએ ફાયર ઈમોજી કમેંટ કર્યું.

અક્ષય કુમારે બીજી વખત જોઈ અવતાર 2, ખૂબ કરી હતી ફિલ્મની પ્રસંશા: તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે 2 વખત હોલીવુડ ફિલ્મ અવતાર 2 જોઈ લીધી છે. આ ફિલ્મ ભારતમાં 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. અક્ષયે આ ફિલ્મ રિલીઝ થઈ તેના 2 દિવસ પહેલા જ આ ફિલ્મ જોઈ લીધી હતી અને સોશિયલ મીડિયા પર તેમણે ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી અને તેના નિર્દેશક આગળ નતમસ્તક થવાની વાત કહી હતી.

અક્ષયે ફિલ્મની પ્રશંસા કરતા ટ્વીટ કરતા લખ્યું હતું કે, “ગઈ રાત્રે #AvatarTheWayOfWater જોઈ અને ભાઈસાબ! અમેઝિંગ જ તેના માટે યોગ્ય શબ્દ છે. હું હજુ પણ તેના જાદૂમાં છું. તમારા જીનિયસ ક્રાફ્ટ આગળ નતમસ્તક થવા ઈચ્છું છું જેમ્સ કૈમરન.”

હવે વાત અક્ષય કુમારના વર્કફ્રન્ટની કરીએ તો, આ વર્ષે તેની પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાંથી ચાર ફ્લોપ રહી છે, જો કે છતાં પણ અક્ષય પાસે અડધો ડઝનથી વધુ ફિલ્મો છે. વર્ષ 2023માં અક્ષય મોટા પડદા પર ધૂમ મચાવતા જોવા મળવાના છે. તેની પાસે ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સેલ્ફી’, ‘કેપ્સ્યુલ ગિલ’, ‘OMG 2’, ‘ગોરખા’ જેવી ફિલ્મો છે. તાજેતરમાં જ અક્ષયે એક મરાઠી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું છે જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજની ભુમિકામાં જોવા મળશે.