બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘ખિલાડી’ કહેવાતા પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારે પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવ્યું છે. આજે પરિણામ એ છે કે અક્ષય વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરનાર અભિનેતાના લિસ્ટમાં શામેલ છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયા તેને લગભગ 31 વર્ષ થઈ ચુક્યા છે અને તેમણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે.
પરંતુ અક્ષય કુમારે પણ કેટલીક એવી ફિલ્મો રિજેક્ટ કરી છે જે પછી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ગઈ. આ ફિલ્મોમાં કામ કરનાર સ્ટાર્સની કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા. આ ફિલ્મોને રિજેક્ટ કર્યા પછી અક્ષય કુમારને પણ ખૂબ પછતાવો થયો. તો ચાલો જાણીએ અક્ષય કુમાર એ કઈ કઈ ફિલ્મો રિજેક્ટ કરી હતી.
બાજીગર: શાહરૂખ ખાન, કાજોલ અને શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘બાઝીગર’ સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાને એક નેગેટિવ પાત્ર નિભાવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા પછી શાહરૂખ ખાનના જીવનમાં એક નવો વળાંક આવ્યો. કહેવાય છે કે શાહરૂખ પહેલા આ રોલ અક્ષય કુમારને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ નેગેટિવ હોવાના કારણે અક્ષયે આ રોલ રિજેક્ટ કર્યો હતો, ત્યાર પછી આ રોલ શાહરૂખાનની જોલીમાં આવ્યો.
રેસ: ફિલ્મ ‘રેસ’માં સૈફ અલી ખાનની જગ્યાએ પહેલા અક્ષય કુમારને પહેલા કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ અક્ષયે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી હતી, ત્યાર પછી સૈફ અલી ખાનને આ રોલ મળ્યો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ.
રેડી: સલમાન ખાન અને અસિનની ફિલ્મ ‘રેડી’ વર્ષ 2011માં આવી હતી, જેનું એક ગીત ‘કેરેક્ટર ઢીલા હૈ’ ખૂબ લોકપ્રિય થયું હતું. કહેવાય છે કે સલમાનની ફિલ્મ પહેલા આ ગીત અક્ષય કુમાર પર ફિલ્માવવાનું હતું. અક્ષયની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં આ ગીતને શામેલ કરવાનું હતું. પરંતુ એવું ન થઈ શક્યું, ત્યાર પછી તેને ‘રેડી’માં મૂકવામાં આવ્યું અને આ ગીત ખૂબ લોકપ્રિય થયું.
જો જીતા વોહી સિકંદર: ‘જો જીતા વોહી સિકંદર’ પણ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાન, આયેશા જુલ્કા, દીપક તિજોરી જેવા ઘણા કલાકારોએ કામ કર્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં દીપક તિજોરી પહેલા અક્ષય કુમારે ઓડિશન આપ્યું હતું. જોકે મેકર્સને અક્ષયનું ઓડિશન પસંદ ન આવ્યું, ત્યાર પછી તેમને રિજેક્ટ કરવામાં આવ્યા અને પછી દીપક તિજોરીને આ રોલ મળ્યો. આજે પણ દીપક તિજોરી આ રોલ માટે ઓળખાય છે.
ભાગ મિલ્ખા ભાગ: ‘મિલ્ખા સિંહ’ની બાયોપિકમાં પ્રખ્યાત અભિનેતા ફરહાન અખ્તરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. પરંતુ પહેલા અક્ષય કુમારને કાસ્ટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ફિલ્મ મેકર્સની પહેલી પસંદ પણ અક્ષય કુમાર હતો. પરંતુ અક્ષયને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન આવી, ત્યાર પછી તેણે તેમાં કામ કરવાની મનાઈ કરી. જ્યારે ફરહાન અખ્તરે આ ફિલ્મમાં કામ કર્યું તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
એ-હોલીવુડ ફિલ્મ: અક્ષયે માત્ર બોલિવૂડની ફિલ્મો જ રિજેક્ટ કરી નથી, પરંતુ એક રિપોર્ટ મુજબ તે ડ્વેન જોન્સનની સામેની ‘એ હોલીવુડ ફિલ્મ’ પણ રિજેક્ટ કરી ચુક્યા છે. તેની પાછળનું કારણ જણાવવામાં આવે છે કે અક્ષય કુમારને આ ફિલ્મ જરૂરી ન લાગી, જેના પછી તેણે તેમાં કામ કરવાની મનાઈ કરી. જોકે ડ્વેન જોન્સનની આ ફિલ્મ રિલીઝ થયા પછી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે અક્ષયે આ ફિલ્મોને રિજેક્ટ કરીને પોતાના જ પગ પર કુહાડી મારી.