અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ નું નામ આ કારણે બદલાયું, જાણો હવે ક્યા નામથી રિલીઝ થશે ફિલ્મ

બોલિવુડ

બોલીવુડના ખેલાડી ભૈયા એટલે કે અક્ષય કુમારે થોડા સમય પહેલા તેની અનોખી ફિલ્મની ઘોષણા કરી હતી. જેમાં તે એક બિલકુલ અલગ પાત્ર નિભાવતા જોવા મળી રહ્યા છે. અમે કોઈ બીજી ફિલ્મની નહિં પરંતુ 2020 માં રિલીઝ થવાની અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ની વાત કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં ખૂબ જ સુંદર બોલિવૂડની અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળશે. અને જેમ આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં કોરોના મહમારી ચાલી રહી છે, જેના કારણે ફિલ્મો ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સિનેપ્લેક્સ પર રિલીઝ થઈ રહી છે.

થોડા સમય પહેલા ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર સામે આવ્યું હતું, જેણે યુટ્યુબ પર ખૂબ જ ધમાલ મચાવી હતી. સાથે જ અક્ષય અને કિયારા બંનેએ આ ફિલ્મનું ટ્રેલર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ શેર કર્યું હતું, જ્યાં ચાહકો તેને ઘણો પ્રેમ આપતા જોવા મળ્યા હતા. અને સાથે જ દર્શકો દ્વારા તેને ખૂબ શેર પણ કરવામાં આવ્યું હતું. તેથી આ વાત તો સ્પષ્ટ છે કે આ ફિલ્મનો લોકોમાં ઘણો ક્રેઝ છે.

પરંતુ હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર સમાચાર કંઈક એવા છે કે હવે આ ફિલ્મના નામમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. પહેલા આ ફિલ્મ લક્ષ્મી બોમ્બના નામે રિલીઝ થવાની હતી, હવે ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ ફિલ્મનું નામ માત્ર લક્ષ્મી રાખવામાં આવ્યું છે. આનું કારણ જણાવતા ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે નિર્દેશક રાઘવ લોરેન્સ થોડા સમય પહેલા ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે પહોંચ્યા હતા.

આવી સ્થિતિમાં દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને સીબીએફસી સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફિલ્મનું નામ હવે લક્ષ્મી બોમ્બને બદલે લક્ષ્મી રહેશે. શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે ફિલ્મના નામ બદલવા માટે લીલી ઝંડી આપી છે. આવી સ્થિતિમાં કિયારા અડવાણી અને અક્ષય કુમારની આ ફિલ્મ હવે આવતા મહિને એટલે કે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ડિઝની પ્લસ હોટસ્ટાર સિનેપ્લેક્સ પર ફિલ લક્ષ્મી 9 નવેમ્બરના રોજ રિલીઝ થશે. અને આ જોવા માટે, તમારે હોટસ્ટાર પ્લસ મેમ્બર રહેવું જરૂરી છે.

જણાવી દઈએ કે ઘણી ધાર્મિક સંસ્થાઓ દ્વારા આવી માંગ કરવામાં આવી રહી હતી કે આ ફિલ્મનું નામ બદલવું જોઈએ, જેના આધારે એક્શન લેવામાં આવ્યા છે. પરંતુ જો વાત કરીએ આ ફિલ્મના ક્રિટિક્સની તો હવેથી જ આ ફિલ્મનો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે માત્ર 24 કલાકમાં જ ભારતમાં લક્ષ્મી બોમ્બના ટ્રેલરના 70 મિલિયન વ્યૂ આવી ચુક્યા છે અને આ આંકડાઓ સાથે આ ટ્રેલર સૌથી વધુ વ્યૂઝવાળું બોલીવુડનું ટ્રેલર બની ગયું છે. પહેલાની વાત કરીએ તો આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસની સ્થિતિ અને લોકડાઉનને કારણે, તેનું શૂટિંગ ડીલે થયું. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ મુખ્યત્વે એક હોરર કોમેડી મૂવી જણાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.