અક્ષય કુમાર તેમના બાળપણમાં હતા ખૂબ જ ક્યૂટ, જુવો તેમના બાળપણની કેટલીક ક્યૂટ તસવીરો

બોલિવુડ

બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની સતત ફ્લોપ ફિલ્મોના કારણે ચર્ચામાં છે. પોતાની એક્ટિંગ અને ફિટનેસના દમ પર લાખો લોકોના દિલ જીતનાર અક્ષય કુમાર આ સમયે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમને હિટ ફિલ્મોની ગેરંટી માનવામાં આવતા હતા. વર્ષ 1991માં બોલિવૂડમાં ફિલ્મ ‘સૌગંધ’થી ડેબ્યૂ કરનાર અક્ષયને તે સમયે અંદાજ પણ નહીં હોય કે તે આગળ જઈને લાખો લોકોના ફેવરિટ સ્ટાર્સમાં શામેલ હશે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ખિલાડીઓના ખિલાડી કહેવામાં આવે છે. તેમનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. અક્ષય કુમારે બોલિવૂડની 125 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમને 2 વખત તેના માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચુક્યો છે. અક્ષય કુમાર સૌથી વધુ પોતાની લાઈફસ્ટાઈલ અને ડેલી રૂટીન માટે જાણીતા છે. આ સાથે, તે ખૂબ જ ફિટ બોડી ધરાવે છે અને માર્શલ આર્ટમાં નિષ્ણાંત છે. ખેલાડી અક્ષય કુમાર પોતાની મોટાભાગની ફિલ્મોમાં સ્ટંટ પોતે જ કરે છે. આજે અમે તમને બોલિવૂડના સૌથી ફિટ અભિનેતામાંથી એક અક્ષય કુમાર વિશે માહિતી આપી રહ્યા છીએ.

અક્ષય કુમારનો જન્મ: બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનો જન્મ પંજાબ રાજ્યના અમૃતસરમાં થયો હતો. તેમના પિતાનું નામ હરિ ઓમ ભાટિયા છે અને તેઓ મેલેટ્રીમાં ઓફિસર હતા. અક્ષય કુમારની માતાનું નામ અરુણા ભાટિયા છે અને તેમને એક બહેન પણ છે, જેનું નામ અલકા ભાટિયા છે.

અક્ષય કુમાર નો અભ્યાસ: અક્ષય કુમારે પોતાનો પ્રારંભિક અભ્યાસ ડોન બોસ્કો સ્કૂલમાંથી કર્યો છે. ત્યાર પછીનો અભ્યાસ તેમણે મુંબઈ આવીને ગુરુ નાનક ખાલસા કોલેજમાંથી પૂર્ણ કર્યો છે.

જો આપણે તેમની માર્શલ આર્ટ ડિગ્રી વિશે વાત કરીએ તો, તે ભારતમાં તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવી ચુક્યા છે. તેના માટે તેમણે માર્શલ આર્ટની ટ્રેનિંગ થાઈલેન્ડના બેંગકોક શહેરમાંથી લીધી છે. બેંગકોકથી ભારત પરત આવ્યા પછી તેમની એક તસવીર વાયરલ થઈ હતી. તેને જોયા પછી તેમને બોલિવૂડની પહેલી ફિલ્મ ‘દીદાર’માં એક્ટિંગ કરવાની તક મળી.

અક્ષય અને ટ્વિંકલના લગ્ન: જો આપણે અક્ષયની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, અક્ષય કુમારે બોલીવુડ અભિનેતા રાજેશ ખન્ના અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ થયા હતા. ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારને બે બાળકો પણ છે. તેમના પુત્રનું નામ આરવ ભાટિયા અને પુત્રીનું નામ નિતારા ભાટિયા છે. ટ્વિંકલ ખન્ના એ લગ્ન પછી પોતાની બોલીવુડ કારકિર્દી છોડીને સિમ્પલ જીવન જીવવાનું શરૂ કર્યું અને આજે પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે.

અક્ષય કુમારની ફિલ્મી કારકિર્દી: જો ખિલાડી અક્ષય કુમારની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેમણે ફિલ્મ ‘સૌગંધ’થી મુખ્ય ભુમિકામાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ પહેલા તેમને ‘આજ’ ફિલ્મમાં પણ માર્શલ આર્ટ ટ્રેનરની ભૂમિકા આપવામાં આવી હતી, જેમાં તેમની મુખ્ય ભૂમિકા ન હતી. શરૂઆતની કેટલીક ફિલ્મોથી તેને દર્શકો તરફથી કોઈ ખાસ રિસ્પોંસ ન મળ્યો. પરંતુ ખિલાડી સિરીઝની ફિલ્મો કર્યા પછી તે બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ તરીકે ઓળખાવા લાગ્યા.