અક્ષય કુમારના ડેબ્યૂ સમયે તેમની આ અભિનેત્રી હતી માત્ર 1 વર્ષની તો, નંબર 4 નો તો જન્મ પણ થયો ન હતો

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાં થાય છે. અક્ષય કુમાર પર ઉંમરની કોઈ અસર જોવા મળતી નથી. 53 વર્ષની ઉંમરે પણ તે સતત કામ કરી રહ્યો છે અને તેની અડધી ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાંસ કરતા જોવા મળે છે. આજે અમે તમને અક્ષયની કેટલીક આવી જ અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ. સાથ જ તેમની કેટલીક એવી અભિનેત્રી વિશે પણ જણાવીશું, જ્યારે અક્ષયે બોલીવુડમાં એંટ્રી કરી ત્યારે તેનો જન્મ પણ થયો ન હતો.

કિયારા અડવાણી: કિયારાનો જન્મ અક્ષયના ડેબ્યૂના એક વર્ષ પછી 1992 માં થયો હતો. અક્ષય અને કિયારાએ ફિલ્મ ‘લક્ષ્મી’ અને ‘ગુડ ન્યૂઝ’ માં સાથે કામ કર્યું હતું. કિયારા અક્ષય કુમારથી 25 વર્ષ નાની છે.

કૃતિ સેનન: અક્ષયના ડેબ્યૂ દરમિયાન કૃતિ માત્ર એક વર્ષની હતી. બંને કલાકારો સુપરહિટ ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં સાથે કામ કરી ચુક્યા છે.

વાણી કપૂર: પહેલીવાર વાણી કપૂર અક્ષય સાથે કામ કરતી જોવા મળશે. બંનેની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ છે. અક્ષયના બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન વાણી માત્ર 3 વર્ષની હતી. જણાવી દઈએ કે, વાણી કપૂરનો જન્મ 23 ઓગસ્ટ 1988 માં થયો હતો.

જેક્લીન ફર્નાન્ડિઝ: બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસે અક્ષય કુમાર સાથે હાઉસફુલ 3 અને બ્રધર્સમાં કામ કર્યું છે. જ્યારે અક્ષય અને જેક્લીનની જોડી આગામી ફિલ્મ રામ સેતુમાં જામવા જઈ રહી છે. જણાવી દઈએ કે, અક્ષયના બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન જેકલીન માત્ર 5 વર્ષની હતી.

સારા અલી ખાન: સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે. અક્ષયના બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન સારાનો જન્મ પણ થયો ન હતો. સાથે જ જણાવી દઇએ કે તે સમયે સૈફ અલી ખાને પણ હિન્દી સિનેમામાં પગ મૂક્યો ન હતો. અક્ષય કુમાર સારા કરતા 25 વર્ષ મોટો છે, જ્યારે તે સારાના પિતા સૈફ અલી ખાન કરતા પણ ત્રણ વર્ષ મોટો છે. અક્ષય કુમાર અને સારા અલી ખાન ફિલ્મ ‘અતરંગી રે’ માં રોમાંસ કરતા જોવા મળશે. ડિરેક્ટર આનંદ. એલ. રાયના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં સાઉથ સ્ટાર ધનુષની પણ મહત્વની ભૂમિકા છે.

માનુષી છિલ્લર: પૂર્વ મિસ વર્લ્ડ માનુશી છિલ્લર હિન્દી સિનેમામાં પગ મૂકવા જઈ રહી છે. હિસ્ટોરિકલ ડ્રામા પૃથ્વીરાજ તેની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે જોવા મળશે. અક્ષય કુમારની પહેલી ફિલ્મ સૌગંધની રજૂઆત દરમિયાન 23 વર્ષની માનુશીનો જન્મ પણ થયો ન હતો. તેનો જન્મ વર્ષ 1997 માં થયો હતો. જણાવી દઈએ કે માનુશી 20 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ 2017 નો એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે.

ભૂમિ પેડનેકર: હિન્દી સિનેમાની ઉભરાતી અભિનેત્રી ભૂમિ પેડનેકર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે. આ ફિલ્મ હિટ રહી હતી અને આ જોડી ચાહકોને પણ પસંદ આવી હતી. 31 વર્ષીય ભૂમિ સૌગંધ ફિલ્મ રિલીઝ થઈ તે દરમિયાન 2 વર્ષની હતી.

મૌની રોય: મૌની રોય અને અક્ષય કુમારની જોડી ફિલ્મ ‘ગોલ્ડ’ માં જામી ચુકી છે. વર્ષ 2018 માં આવેલી આ ફિલ્મ હિટ રહી હતી. તેમાં અક્ષય અને મૌનીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મૌની 35 વર્ષની છે. તેનો જન્મ 28 સપ્ટેમ્બર 1985 માં થયો હતો. સૌગંધ ફિલ્મ રિલીઝ થઈ તે સમય દરમિયાન તે માત્ર 6 વર્ષની હતી.

રાધિકા આપ્ટે: અક્ષય કુમાર અને અભિનેત્રી રાધિકા આપ્ટેએ ફિલ્મ ‘પેડમેન’ માં સાથે કામ કર્યું છે. અક્ષય કુમારની પહેલી ફિલ્મ સૌગંધ રિલીઝ થઈ તે સમય દરમિયાન રાધિકા માત્ર 6 વર્ષની હતી. રાધિકાનો જન્મ વર્ષ 1985 માં 7 સપ્ટેમ્બરના રોજ થયો હતો.

નુપુર સેનન: નૂપુર સેનન અને અક્ષય કુમારનું ગીત ‘ફિલહાલ’ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતે રેકોર્ડ તોડીને વ્યૂઝ મેળવ્યા હતા. અક્ષયના ડેબ્યૂ દરમિયાન નુપુરનો જન્મ પણ થયો ન હતો. હાલ તે 25 વર્ષની છે. તેનો જન્મ વર્ષ 1995 માં થયો હતો.

12 thoughts on “અક્ષય કુમારના ડેબ્યૂ સમયે તેમની આ અભિનેત્રી હતી માત્ર 1 વર્ષની તો, નંબર 4 નો તો જન્મ પણ થયો ન હતો

Leave a Reply

Your email address will not be published.