એક સમયે વેઈટરનું કામ કરતા હતા અક્ષય કુમાર, આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

બોલિવુડ

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે પોતાના દમ પર મનોરંજન દુનિયામાં તે સ્થાન મેળવ્યું છે જેને મેળવવાનું સ્વપ્ન દરેક જુવે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે, શરૂઆતના દિવસોમાં અક્ષય કુમારે વેઈટર તરીકે કામ કર્યું છે, પરંતુ આજે અક્ષય બોલીવુડના ખિલાડી કહેવાય છે અને કરોડોની સંપત્તિના માલિક પણ બની ગયા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અક્ષય કુમાર કેટલી સંપત્તિના માલિક છે અને તે દર વર્ષે કેટલા કરોડની કમાણી કરે છે.

ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ દુનિયાના 100 સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીના લિસ્ટમાં અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી છે. જણાવી દઈએ કે 100 લોકોના લિસ્ટમાં અક્ષય કુમારનું નામ 52 માં નંબર પર છે. સમાચાર મુજબ અક્ષય કુમાર કુલ 2000 કરોડની સંપત્તિના માલિક છે. આટલું જ નહીં પણ તે દર મહિને લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

જણાવી દઈએ કે, અક્ષય કુમાર દર વર્ષે ચારથી પાંચ ફિલ્મો કરે છે અને આ ફિલ્મોની ફી કરોડોમાં હોય છે. કહેવામાં આવે છે કે ફિલ્મ રિલીઝ થયા પછી જે નફો થાય છે તેમાંથી પણ અક્ષય કુમાર તેનો ભાગ લે છે. આ ઉપરાંત અક્ષય કુમારની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ થાય છે. એન્ડોર્સમેન્ટ માટે અક્ષય કુમાર લગભગ 3 કરોડ રૂપિયા ફી લે છે.

અક્ષય કુમાર પાસે મુંબઈના જુહુ બીચ પર 80 કરોડનો એક લક્ઝરી બંગલો છે. આ સાથે તેની પાસે 3.34 કરોડ રૂપિયાની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ ફેન્ટમ કાર છે.

આ ઉપરાંત અક્ષય કુમાર પાસે લગભગ 260 કરોડનું જેટ છે. અક્ષય પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પર પણ છે, જેની કિંમત 3.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અક્ષય કુમારને બાઇક્સનો ખૂબ શોખ છે અને તેની પાસે યામાહા વી મેક્સ જેવી સુંદર બાઇક છે જેની કિંમત 25 લાખ રૂપિયા જણાવવામાં આવે છે.

અક્ષય દેશ અને વિદેશમાં ઘણી રિયલ સ્ટેટ સંપત્તિના માલિક પણ છે. તેમની પાસે ઘણી લક્ઝરી કારનું કલેક્શન છે જેમાં મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, હોન્ડા સીઆરવી અને પોર્શ જેવી કાર શામેલ છે. વર્ષ 2008 માં અક્ષય કુમારે હરિ ઓમ એન્ટરટેઇનમેન્ટ કંપનીના નામથી પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું.

જણાવી દઈએ કે, અક્ષય કુમારે વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેને પોતાની પહેલી ફિલ્મથી કોઈ ખાસ ઓળખ મળી ન હતી, પરંતુ તેમઈ એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાર પછી અક્ષય કુમાર અબ્બાસ મસ્તાનની ફિલ્મ ‘ખિલાડી’માં જોવા મળ્યા અને આ ફિલ્મ તેના માટે સુપરહિટ સાબિત થઈ.

ત્યાર પછી તેમણે ‘ખિલાડીયોં કા ખિલાડી’, ‘સબસે બડા ખિલાડી’, ‘મેં ખિલાડી તુ અનાડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ખાસ વાત એ છે કે આ ફિલ્મો કર્યા પછી અક્ષય કુમાર બોલિવૂડના ખિલાડી કુમાર તરીકે ઓળખાવા લાગ્યા.