અજય દેવગણ-વિકી દ્વારા રિજેક્ટ કરેલી આ ફિલ્મ પર અક્ષય કુમારે માર્યો હાથ, ફરીથી બનશે પરિણીતિના પતિ

બોલિવુડ

હિન્દી સિનેમાના ખિલાડી કુમાર એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમાર તાજેતરમાં જ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પાસે દર્શકોને ઘણી આશા હતી પરંતુ અક્ષયની આ ફિલ્મ સુપર ફ્લોપ રહી. મેકર્સને જબરદસ્ત નુકસાન થયું છે, આ પહેલા અક્ષયની ગયા વર્ષે અતરંગી રે અને બેલ બોટમ પણ ફ્લોપ રહી હતી, પરંતુ છતાં પણ અક્ષયના સ્ટારડમમાં કોઈ ઘટાડો આવ્યો નથી.

અક્ષય કુમાર પાસે હાલમાં ઘણી ફિલ્મો છે અને તેમને નવી ફિલ્મો પણ સતત મળી રહી છે. હવે સમાચાર છે કે તે જુલાઈથી પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં તેની સાથે અભિનેત્રી પરિણીતી ચોપરા જોવા મળશે. પરિણીતી સાથે અક્ષય કુમાર વર્ષ 2019માં કામ કરી ચુક્યા છે. જ્યારે બંનેની ફિલ્મ ‘કેસરી’ આવી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

સમાચાર છે કે અક્ષય કુમાર અને પરિણીતીની ફિલ્મનું નામ ‘કેપ્સૂલ ગિલ’ છે. આ ફિલ્મમાં અક્ષય એન્જિનિયરની ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે, તેના પાત્રનું નામ જસવંત સિંહ ગિલ જણાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ચીફ માઇનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત છે. જેમાં અક્ષય તેનું પાત્ર નિભાવવાના છે.

અક્ષય કુમાર પોતાની નવી ફિલ્મના શૂટિંગમાં કોઈ સમય લગાડવાના નથી. તે પરિણીતિ સાથે મળીને જુલાઈના પહેલા અઠવાડિયામાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં અક્ષયના પાત્ર વિશે મહિતી તો સામે આવી ચુકી છે તો સાથે જ પરિણીતીની વાત કરીએ તો આ ફિલ્મમાં તે અક્ષયની પત્નીની ભુમિકામાં જોવા મળશે, જોકે ફિલ્મમાં તેની ભુમિકા મર્યાદિત હશે.

અજય દેવગણ અને વિકી કૌશલને પણ મળી હતી ઓફર: કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે પહેલા જસવંત સિંહ ગિલનો રોલ વિકી કૌશલ અને અજય દેવગણને પણ ઑફર કરવામાં આવ્યો હતો. બંનેએ તેને ઠુકરાવી દીધી. પછી છેવટે આ રોલ માટે અક્ષય કુમારનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.

ફરીથી પતિ-પત્ની બનશે અક્ષય-પરિણીતી: નોંધપાત્ર છે કે મોટા પડદા પર ફરી એકવાર અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ કેસરી માં બંને પતિ-પત્ની બન્યા હતા, જ્યારે હવે આ ફિલ્મમાં બંને ફરીથી પતિ-પત્ની બનવાના છે.

શું છે ફિલ્મની સ્ટોરી: હવે વાત ફિલ્મની સ્ટોરીની કરીએ તો ફિલ્મની સ્ટોરી વર્ષ 1990 સાથે જોડાયેલી છે. જ્યારે જસવંત સિંહે ખાણમાં ફસાયેલા 65 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.