કરોડોની કમાણી કરવા છતા પણ બાળકોને માત્ર આટલા જ પૈસા આપે છે અક્ષય કુમાર, પાઈ-પાઈનો માંગે છે હિસાબ

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર દેશના ટોપ અભિનેતાઓમાં શામેલ છે. અક્ષય પોતાની ફિટનેસ માટે જાણીતા છે. અક્ષય પાર્ટીઓમાં ઓછા અને જોગિંગ અને એક્સરસાઇઝ કરતા વધુ જોવા મળે છે. અક્ષયની ફિલ્મોને દેશભરમાંથી ખૂબ પ્રેમ મળે છે. બોક્સ ઓફિસ પર અભિનેતાની ફિલ્મો બમ્પર કમાણી કરે છે. એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો આપનાર અભિનેતા માત્ર પોતાની ફિલ્મોને કારણે જ નહિં પરંતુ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ હેડલાઈન્સ બનાવે છે.

અક્ષય કુમારનો પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના અને બે બાળકો પુત્ર આરવ અને પુત્રી નિતારાને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાના બંને બાળકો સાથે તે મજબૂત બોન્ડ શેર કરે છે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાના કામને લઈને ખૂબ જાગૃત રહે છે, તે સવારે વહેલા શૂટિંગ માટે ચાલ્યા જાય છે. તે એવા અભિનેતાઓમાં શામેલ છે જે એક નિશ્ચિત ટાઈમ સ્લોટ મુજબ કામ કરે છે. તે ઝડપથી પોતાનું શુટીંગ સમાપ્ત કરીને પોતાના પરિવારને સમય આપે છે.

અક્ષય દુનિયા સામે આજે ભલે મોટા સ્ટાર હોય પરંતુ તે ઘરમાં એક સામાન્ય પિતાની જેમ રહે છે અને ઈચ્છે છે કે તેમના બાળકોનો ઉછેર પણ એક સામાન્ય બાળકની જેમ થાય. તેથી અક્ષય અને તેની પત્ની ટ્વિંકલ બંને ઈચ્છે છે કે તેમના બાળકો પૈસાની કિંમત સમજે અને પૈસાનો બગાડ ન કરે. આ કારણોસર અક્ષય કુમાર જ્યારે પણ બહાર જાય છે, ત્યારે તે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે.

અક્ષયના પુત્ર આરવ એ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. આરવે માર્શલ આર્ટમાં જ્યારે આ બેલ્ટ જીત્યો હતો, તે સમયે તેને પહેલી વખત બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાની તક મળી. આ બધા પાછળ અક્ષયનો એક જ વિચાર હતો. તે પોતાના પુત્રને શીખવવા ઈચ્છતા હતા કે આપણે બધું મેહનતથી કમાવવું પડે છે. અક્ષયની પુત્રી નિતારા વિશે વાત કરીએ તો તે ખૂબ નાની છે. નાની ઉંમરમાં પણ નિતારાને તમામ પ્રકારના પુસ્તકો વાંચવાનો શોખ છે.

નિતારા રામાયણથી લઈને પરીઓની સ્ટોરીઓ વાંચે છે. આવી સ્થિતિમાં અક્ષય પોતાની પુત્રીને નવી-નવી સ્ટોરીઓ સંભળાવે છે. ખિલાડી કુમાર કહે છે કે તે ઇચ્છે છે કે તેના બાળકો પણ અન્ય બાળકો જેવા જ હોય. આ કારણે તે પોતાની પુત્રીને ક્રિએટિવ બનવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ કારણે તે ક્યારેક-ક્યારેક તેના પગના નખ પણ રંગી દે છે. અભિનેતા ઇચ્છે છે કે તેમના બાળકો તે દરેક ચીજની કદર કરે જે તેમને મળી છે.

અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના જ્યારે કોઈ કામથી શહેરની બહાર હોય છે ત્યારે તે સમયે અક્ષય કુમાર એકલા જ બંને બાળકોને સંભાળે છે. અક્ષય રોજ સાંજે વહેલા ઘરે આવે છે અને તેના બાળકો સાથે સમય પસાર કરે છે. તે બાળકોને પૂછે છે કે તેમણે આખો દિવસ શું કર્યું. આવી સ્થિતિમાં અક્ષય પોતાના બાળકોના દિવસભરના શેડ્યૂલ વિશે જાણે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે ‘બેલ બોટમ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ હતા. અક્ષય ‘રામ સેતુ’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘રક્ષા બંધન’, ‘અતરંગી રે’, ‘ગોરખા’, ‘સૂર્યવંશી’ અને ‘મિશન સિન્ડ્રેલા’માં કામ કરી રહ્યા છે.