બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ચાહકોની કોઈ કમી નથી. અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને શિસ્તબદ્ધ લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. તેમની ફિલ્મોમાં એક્શન સીન લોકોને ખૂબ પસંદ આવે છે. અક્ષય કુમારના અંગત જીવન વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ શું તમે તેમના પરિવારના સભ્યો વિશે જાણો છો. તેના પરિવારમાં ઘણા એવા લોકો છે જે લાઈમલાઈટથી ખૂબ દૂર રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેના પરિવારના તમામ સભ્યોનો પરિચય કરાવીશું, તો ચાલો જાણીએ અક્ષયના પરિવારના બધા સભ્યો વિશે વિગતવાર.
અક્ષયના પિતાઃ અક્ષયના પિતા આર્મીમાં હતા અને વર્ષ 2000માં કેન્સરને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પિતાના મૃત્યુ પછી અક્ષયે તેમના નામે એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું. સાથે જ ગરીબો માટે એક આશ્રય ગૃહ ખોલ્યું હતું. પોતાના પિતાના નામ પર અક્ષય એ હરિઓમ કેંસર આશ્રય ખોલ્યું છે, જેમાં કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
અક્ષયની માતાઃ સાથે જ અક્ષયની માતા પણ ફિલ્મ પ્રોડ્યુસર હતી. તેણે હોલીડે, નામ શબાના અને રુસ્તમ સહિત અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. અક્ષયે વર્ષ 2021 માં પોતાની માતાના મૃત્યુ વિશે માહિતી આપતા લખ્યું – તે મારા માટે મહત્વપૂર્ણ ભાગ હતા. આજે મને અસહ્ય પીડા થઈ રહી છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા સાથે બીજી દુનિયામાં ચાલ્યા ગયા. હું અને મારો પરિવાર આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ.
અક્ષયની બહેનઃ અક્ષયના પરિવારમાં અક્ષયની એક બહેન પણ છે. જેનું નામ અલકા ભાટિયા છે. જે લાઈમલાઈટથી ખૂબ દૂર રહે છે. અલકા પોતાના ભાઈ અક્ષયની ખૂબ જ નજીક છે. અક્ષય પોતાની સફળતાનો શ્રેય તેમની બહેનને પણ આપે છે. અલકા એક હાઉસવાઈફ છે અને પોતાનો મોટાભાગનો સમય ઘરના કામકાજમાં પસાર કરે છે. અલકાના પતિ સુરેન્દ્ર ઉંમરમાં તેના કરતા લગભગ 15 વર્ષ મોટા છે. અલકા સુરેન્દ્રની બીજી પત્ની છે. જણાવી દઈએ કે સુરેન્દ્ર ‘હાઉસ ઓફ હિરાનંદાની’ના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છે.
અક્ષયની પત્નીઃ અક્ષય જ્યાં ફિલ્મી દુનિયાના સુપરસ્ટાર છે તો તેમની પત્ની ટ્વિંકલ ખન્ના ગ્લેમરની દુનિયાથી ખૂબ દૂર છે. ટ્વિંકલ લગ્ન પહેલા ફિલ્મોમાં કામ કરતી હતી પરંતુ હવે તે એક શ્રેષ્ઠ લેખક છે. અક્ષય અને ટ્વિંકલ 17 જાન્યુઆરી 2001ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડની પરફેક્ટ કપલમાંથી એક માનવામાં આવે છે.
અક્ષયના બાળકોઃ ટ્વિંકલ અને અક્ષય કુમારને એક પુત્ર આરવ અને પુત્રી નિતારા છે. 15 સપ્ટેમ્બર 2002ના રોજ જન્મેલા આરવ એ પોતાનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું છે. હવે તે સિંગાપુરની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ પુત્રી નિતારા પણ સ્કૂલે જાય છે. સાથે જ અક્ષય કુમારે પોતાના બાળકોને મીડિયાથી ખૂબ દૂર રાખ્યા છે.