પહેલી ફિલ્મ માટે અક્ષય કુમારને મળ્યા હતા 50 હજાર, આજે એક ફિલ્મ માટે લે છે કરોડો રૂપિયા, જુવો તેમની પરિવાર સાથેની તસવીરો

બોલિવુડ

અક્ષય કુમારે એક હિન્દી ન્યૂઝ ચેનલના એક પ્રોગ્રામમાં પોતાના જીવન વિશે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેને 2.5 લાખ રૂપિયાનું ઘર ખરીદવા માટે પણ લોન લેવી પડી. તેમણે પોતાની કમાણી વિશે ખુલીને વાત કરી.

આજે અક્ષય કુમાર પાસે મુંબઈમાં કરોડોનું ઘર છે. આ ઉપરાંત તેમણે અત્યાર સુધીમાં 125 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે. હાલમાં અક્ષય કુમારને કોઈ હિટ ફિલ્મ મળી નથી પરંતુ છતાં પણ તેમની પાસે કામની કોઈ કમી નથી.

અક્ષયે કહ્યું, મને યાદ છે કે મારા પિતા એકાઉન્ટન્ટ હતા, તે પહેલા તેઓ આર્મીમાં હતા. જ્યારે અમારે લોખંડવાલામાં ઘર ખરીદવું હતું, તે સમયે અમે 2.5 લાખનું ઘર બુક કરાવ્યું હતું. કોઈ રીતે અમે 1.5 લાખ રૂપિયાનો જુગાડ કર્યો હતો અને બાકીના પૈસા માટે બેંકમાંથી લોન લીધી હતી.

મેં વિચાર્યું હતું કે ક્યાંકથી મોટી રકમ મારી પાસે આવશે તો હું પપ્પા પાસે બેઠો અને મેં કહ્યું કે 10 કરોડ આવશે તો વ્યાજ કેટલું મળશે, પપ્પાએ આખો હિસાબ સમજાવ્યો.

જ્યારે મેં મારી પહેલી ફિલ્મ કરી ત્યારે મારી પહેલી સેલેરી 50 હજાર રૂપિયા હતી, લગભગ 10 વર્ષ સુધી મેં ફિલ્મ માટે 18-20 લાખ રૂપિયા ચાર્જ કર્યા. મને લગભગ 12 વર્ષ લાગ્યા 10 કરોડ કમાવવામાં. ત્યાર પછી 100 કરોડની કમાણી પણ કરી.

ત્યાર પછી પત્રકારે તેમને કહ્યું કે અત્યાર સુધીમાં તમે 2530 થી 3000 કરોડની કમાણી કરી લીધી હશે. તેના પર અક્ષય કુમારે કહ્યું કે તમે કમાણીનો આંકડો કાઢી લીધો છે.

પરંતુ મેં ટેક્સ પણ ભર્યો છે. અક્ષયે પાંચ વર્ષમાં 625 કરોડ ઈન્કમ ટેક્સને આપ્યા છે. તેમાં GST સહિત કુલ 825 કરોડનો ટેક્સ હતો, જે અક્ષય કુમારે ચૂકવ્યો છે.