અક્ષય કુમાર-કરણ જોહર વચ્ચે છે મામા-ભાણેજ નો સંબંધ, અભિનેતા એ કહ્યું કે…..

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ મેકર અને ડિરેક્ટર કરણ જોહરનો બોલિવૂડના મોટા-મોટા અને પ્રખ્યાત કલાકારો સાથે ખૂબ સારો સંબંધ છે. કરણ જોહર જૂના અને આજના સમયના ઘણા કલાકારો સાથે મજબૂત બોન્ડ શેર કરે છે. સાથે જ ખિલાડી કુમાર એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમાર અને તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે પણ તેમનો વર્ષો જૂનો અને મજબૂત સંબંધ છે.

જણાવી દઈએ કે કરણ જોહર અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બંને બાળપણથી જ સ્કૂલના સમયથી એકબીજાના મિત્રો છે. બંનેની મિત્રતા આજ સુધી અકબંધ છે, સાથે જ અક્ષય કુમાર સાથે પણ તેમનો મિત્રતાનો સંબંધ છે. પરંતુ અક્ષય કુમારનું કહેવું છે કે કરણ તેના મિત્ર નથી પરંતુ તેના મામા છે. હા, સાચું સાંભળ્યું તમે. ચાલો તમને જણાવીએ કે છેવટે આ સંબંધ કેવી રીતે જોડાયો.

ખરેખર વાત એ છે કે સોશિયલ મીડિયા પર અક્ષયનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ડિરેક્ટર કરણ જોહર સાથે પોતાના સંબંધ વિશે વાત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કરણ તેના મામા લાગે છે. તેમનો એક વીડિયો પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ પૃથ્વીરાજ હતી. અક્ષયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી. તે ફ્લોપ થયા પછી હવે અક્ષય પોતાની નવી ફિલ્મ ‘રક્ષા બંધન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું અને તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

તાજેતરમાં જ અક્ષય ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં શામેલ થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે કરણ જોહર મારા મામા છે. વાયરલ વીડિયોમાં તમે અક્ષયને એ કહેતા સાંભળી શકો છો. ફિલ્મ ‘રક્ષા બંધન’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અક્ષયને પૂછવામાં આવ્યું કે, ‘કરણ જોહર આલિયા ભટ્ટને પોતાની પુત્રી અને વરુણ ધવનને પોતાનો પુત્ર માને છે, તો તેના પર તમારું શું કહેવું છે?’

અક્ષયે આ સવાલનો ખૂબ જ ફની જવાબ આપ્યો. તેણે કહ્યું, “પછી આ મુજબ તે મારા મામાજી થયા”. ખિલાડી કુમારે કહ્યું કે, હું તેમની સાથે 4 ફિલ્મો કરી ચુક્યો છે. મારો તેની સાથે ખૂબ જ સારો સંબંધ છે. અત્યારે આવતા પહેલા જ હું તેની સાથે વાત કરીને આવી રહ્યો છે.” અક્ષયનો આ જવાબ સાંભળીને દરેલ લોકો હસવા લાગ્યા.

જણાવી દઈએ કે અક્ષયની ફિલ્મ ‘રક્ષા બંધન’ 11 ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન પર રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર ચાર બહેનોના ભાઈ છે. અન્ય એક સવાલ પર તેમણે કહ્યું કે, “મેં તાજેતરમાં જ મારી માતાને ગુમાવી છે અને મારી બહેન મારું ખૂબ ધ્યાન રાખે છે. તે મારી માતા જેવી છે અને દરેક ચીજનું ધ્યાન રાખે છે. બહેન ભાઈનો સંબંધ અતૂટ હોય છે અને અમે આ સંબંધને લઈને ખાસ ફિલ્મ રક્ષાબંધન લઈને આવી રહ્યા છીએ.”