માત્ર આ 3 સ્ત્રીને ઈમ્પોર્ટંસ આપે છે અક્ષય કુમાર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં સૌથી મોટો સ્ટાર છે, કારણ કે જે રીતે શાહરૂખ અને સલમાનની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, માત્ર ખિલાડી કુમાર જ છે જે આ દરમિયાન એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. અક્ષય વર્ષમાં 3 થી 4 ફિલ્મો આપે છે, જે આ સમયે કોઈ બીજો સ્ટાર આપતો નથી. તેની પાછળ છે અક્ષય કુમારની જબરદસ્ત ફિટનેસ. અક્ષય પોતાની ફિટનેસ જાળવવા માટે સખત મહેનત કરે છે. તેની ફિટનેસને કારણે જ તે આટલી ઉંમર હોવા છતા પણ એક્ટિવ રહે છે.

આ તો દુનિયા જાણે છે કે અક્ષય કુમાર દરરોજ સવારે 4 વાગ્યે ઉઠી જાય છે. આ સાથે તેઓ ક્યારેય પાર્ટી કરતા નથી. અક્ષય શરૂઆતથી જ દારૂ અને ડ્રગ્સથી દૂર રહે છે. તે ક્યારેય લેટ નાઈટ પાર્ટીઓમાં શામેલ થતા જોવા મળ્યો નથી. અક્ષય કુમારે વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી લઈએન આજ સુધી આ અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. અક્ષય આજ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સુંદર ફિલ્મોની ગિફ્ટ આપી રહ્યા છે.

અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે અને હંમેશાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં પણ અક્ષય આ ત્રણ મહિલાઓનો ફોન ઉઠાવવાનુ ક્યારેય ભૂલતો નથી. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે પોતે પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. એકવાર ખિલાડી કુમારે તેના ઇન્ટરવ્યુમાં તેમના જીવનમાં પોતે બનાવેલા નિયમો વિશે ખુલીને વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે તે કામના સમય દરમિયાન કોઈનો પણ ફોન ઉઠાવવાનું પસંદ કરતા નથી.

તેના શૂટિંગ દરમિયાન અક્ષય માત્ર 3 ફોન જ ઉઠાવે છે. જેમાં 3 લોકોનાં નામ શામેલ છે. માત્ર ત્રણ જ ફોન એવા છે, જે અક્ષય કુમાર કોઈપણ સમયે કોઈપણ કામ છોડીને ઉઠાવે છે. પહેલો ફોન તેની માતાનો છે, બીજો તેની પત્ની ટ્વિંકલ ખન્નાનો છે અને ત્રીજો ફોન તેના મેનેજર ઝેનોબિયાનો છે. અભિનેતાના કામ વિશે વાત કરવામાં આવે તો અક્ષય ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જો કે, આ ફિલ્મ છેલ્લા વર્ષમાં એટલે કે 2020 માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ (કોવિડ -19) ના કારણે તેની રીલીઝ ડેટને આગળ વધારવામાં આવી હતી.

આ ફિલ્મો ઉપરાંત અક્ષયની બેગમાં ‘બેલ બોટમ’, ‘અતરંગી રે’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’ અને ‘રામ સેતુ’ જેવી ઘણી મોટી ફિલ્મો પણ છે. સાથે જ ખેલાડી કુમાર અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા અક્ષયનું ઘણી અભિનેત્રીઓ સાથે અફેર પણ રહી ચુક્યું છે. જેમાં શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન શામેલ છે. અક્ષયે આ બંને અભિનેત્રીને દગો આપીને ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આજે આ બંનેને બે બાળકો છે. એક છોકરી અને એક છોકરો.