પુત્રીને કંઈક આવા સંસ્કાર આપી રહ્યા છે અક્ષય કુમાર, કહ્યું- માટીની સુગંધ, ગાયને ચારો અને….

બોલિવુડ

હિન્દી સિનેમાના ‘ખિલાડી કુમાર’ એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમાર જે કંઈ પણ કરે છે, તે તેમના કરોડો ચાહકો માટે ખૂબ જ ખાસ બની જાય છે. પોતાની ફિલ્મો અને એક્ટિંગ ઉપરાંત, અક્ષય પોતાના અંગત જીવનમાં જે ચીજો કરે છે તેનાથી પણ તેના ચાહકો ખૂબ પ્રભાવિત થાય છે. અક્ષયે તાજેતરમાં જ એક એવો વિડીયો શેર કર્યો છે જેના પર તેના ચાહકો ભરી-ભરીને પ્રેમ લૂંટાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની મજબૂત ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર અક્ષયને 50 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. પોતાના ચાહકો માટે અવારનવાર અક્ષય કંઈક ને કંઈક રસપ્રદ પોસ્ટ શેર કરે છે અને તેનો તાજેતરનો વીડિયો પણ ચાહકો માટે ખૂબ જ ખાસ છે.

ખરેખર અક્ષય કુમારે પોતાની પુત્રી નિતારા કુમાર સાથે ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે. અક્ષય આ દિવસોમાં રાજસ્થાનમાં છે. અહીં તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. અક્ષયે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે પોતાની પુત્રી સાથે જોવા મળી રહ્યા છે અને નિતારાને કેટલીક ખાસ ચીજો શીખવી રહ્યા છે.

અક્ષયને વીડિયોમાં તમે ગાયને ચારો નાખતા જોઈ શકો છો. તે પોતાની પુત્રીને પણ આ જ ચીજ શીખવી રહ્યા છે. તેમની આસપાસ અન્ય ઘણી ગાય જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, “માટીની સુગંધ, ગાયને ચારો, વૃક્ષની ઠંડી હવા… એક અલગ જ ખુશી છે પોતાના બાળકોને આ અનુભવ કરાવવામાં. હવે બસ કાલે તેને જંગલમાં વાઘ પણ જોવા મળી જાય તો સોને પે સુહાગા.”

અક્ષય કુમારે આગળ લખ્યું કે, “સુંદર રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત. આ પ્રકારની સુંદર જગ્યા માટે દરરોજ ભગવાનનો આભાર માનો.” અક્ષય કુમારનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. તેના ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમાર ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, તે પોતાના પરિવાર માટે સમય કાઢવાનું ક્યારેય ભૂલતા નથી. તે અવારનવાર પોતાના પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે અને તેની ઝલક પણ સોશિયલ મીડિયા પર બતાવે છે. અક્ષય એ જે વીડિયો શેર કર્યો છે તેના બેકગ્રાઉન્ડમાં તેમની ફિલ્મ ‘સૂર્યવંશી’નું ગીત ‘લાખો મિલે કોઈ ભી ના તુમ સા મિલા’ વાગી રહ્યું છે.

તાજેતરમાં જ અક્ષય પોતાની પુત્રી સાથે રણથંભોર નેશનલ પાર્ક પહોંચ્યા હતા અને અહીંથી તેમણે એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. અક્ષય પુત્રી સાથે ગાયને ચારો નાખી રહ્યો છે. આ દરમિયાન ગાય જ્યારે બંનેની નજીક આવે છે, ત્યારે નિતારા થોડી ડરવા પણ લાગે છે, જોકે અક્ષય તેને હિંમત આપે છે અને પછી તેને ગળે લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષયના આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. સાથે જ એક ચાહકે કમેન્ટ કરતાં લખ્યું કે, ‘ભારત કા સ્ટાર’. સાથે જ એક અન્ય એ લખ્યું કે, “લવ યુ બોસ”. જ્યારે આગળ એક ચાહકે વિડિયો પર કમેંટ કરી કે, “અક્કી પાજી હંમેશા ધૂમ મચાવે છે”.

વાત કરીએ ખિલાડી કુમારના વર્ક ફ્રન્ટ વિશે તો તેમની પાસે અત્યારે અડધો ડઝનથી વધુ ફિલ્મો છે. તેમની આગામી ફિલ્મોમાં ગોરખા, OMG 2, સેલ્ફી, રક્ષા બંધન, મિશન સિન્ડ્રેલા, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ અને રામ સેતુ શામેલ છે. સેલ્ફીની ઘોષણા તાજેતરમાં જ કરવામાં આવી છે. તેમાં ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. સાથે જ પૃથ્વીરાજ 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે રિલીઝ મુલતવી રાખવામાં આવી.