શ્રી દેવીથી લઈને અક્ષયની પહેલી અભિનેત્રી સુધી આ 8 અભિનેત્રી લગ્ન પહેલા જ બાળકોને આપી ચુકી છે જન્મ

બોલિવુડ

ફિલ્મી સ્ટાર્સ હંમેશાં તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડની દુનિયામાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જેમણે લગ્ન પહેલા પોતાના બાળકનું પ્લાનિંગ કર્યુ હતું અને આજે તમને બોલીવુડની કેટલીક એવી જ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગ્નના થોડા મહિના પછી જ માતા બની હતી. જ્યારે ઘણી અભિનેત્રીઓએ બાળકને જન્મ આપ્યા પછી પણ આજ સુધી લગ્ન કર્યા નથી.

એમી જેક્સન: અભિનેતા અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરનારી અભિનેત્રી એમી જેકસને આજ સુધી લગ્ન કર્યા નથી. તે બોયફ્રેન્ડ જ્યોર્જ સાથે રિલેશનમાં છે અને એક પુત્રને જન્મ આપ્યો છે. બંને ઘણા લાંબા સમયથી લિવ-ઇનમાં જીવી રહ્યા છે.

લિઝા હેડન: ક્વીન, હાઉસફુલ 3 અને આયશા જેવી સફળ ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી લિઝા હેડને પોતે જ પોતાના લગ્ન પહેલા પોતાની પ્રેગ્નેંસીના સમાચાર આપ્યા હતા. જણાવી દઈએ કે, લિઝાએ વર્ષ 2016 માં બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે બે બાળકોની માતા લીઝા ટૂંક સમયમાં તેના ત્રીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.

કોંકણા સેન શર્મા: વર્ષ 2020 માં પતિ રણવીર શૌરી સાથે છૂટાછેડા લઈ ચુકેલી અભિનેત્રી કોંકણા સેન શર્મા એક પુત્ર હારૂનની માતા છે. વર્ષ 2010 માં કોંકણા અને રણવીરના લગ્ન થયા હતા. એવું કહેવામાં આવે છે કે બંને વચ્ચે નિકટતા શૂટિંગ દરમિયાન વધી હતી અને ત્યાર પછી બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. લગ્ન પહેલા કોંકણા પ્રેગ્નેંટ હતી. લગ્નના 6 મહિના પછી કોંકણા અને રણવીર માતા-પિતા બન્યા હતા.

નતાશા સ્ટેન્કોવિક: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક લગ્નના થોડા મહિના પછી પુત્ર અગસ્ત્યના માતા-પિતા બન્યા હતા.

શ્રીદેવી: હિંદી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે પોતાની ખાસ ઓળખ બનાવનાર દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઈ ચુકી હતી. વર્ષ 1996 માં શ્રીદેવીએ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની અને શ્રીદેવી તેમના લગ્નના થોડા મહિના પછી જ પુત્રી જાન્હવી કપૂરના માતાપિતા બન્યા હતા. પછી શ્રીદેવીએ બીજી પુત્રી ખુશીને જન્મ આપ્યો હતો.

સારિકા હાસન: સારિકા હાસન અને સાઉથ ફિલ્મોના દિગ્ગઝ અભિનેતા કમલ હાસન લગ્ન પહેલા પુત્રી શ્રુતિ હાસનના માતાપિતા બન્યા હતા. સારિકા માત્ર લગ્ન પહેલા પ્રેગ્નેંટ જ ન હતી, પરંતુ શ્રુતિને લગ્ન પહેલા જન્મ પણ આપ્યો હતો. શ્રુતિના જન્મ પછી સારિકા અને કમલે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સારિકા અને કમલના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે અક્ષરા હાસન રાખ્યું.

મહિમા ચૌધરી: ‘પરદેસ ગર્લ’ તરીકે જાણીતી મહિમા ચૌધરી એક પુત્રીની માતા છે. મહિમા ચૌધરીએ વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. અચાનક થયેલા આ લગ્નથી અભિનેત્રીના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે ચાહકો તે સમયે વધુ આશ્ચર્યચકિત થયા હતા જ્યારે લગ્નના થોડા મહિના પછી મહિમાએ પુત્રીને જન્મ આપ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે મહિમા હવે એકલા જ પુત્રીનો ઉછેર કરે છે. મહિમા અને બોબીના વર્ષ 2013 માં છૂટાછેડા થયા હતા.

કલ્કી કોચલિન: કલ્કી કોચલિન એ પહેલા ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી કલ્કીનું નામ ઇઝરાઇલી ક્લાસિકલ પિયાનિસ્ટ ગે હર્ષબર્ગ સાથે જોડાયું હતું. કલ્કીએ લગ્ન કર્યા નથી અને તેણે એક બાળકને જન્મ આપ્યો છે. કલ્કી અને ગે હર્ષબર્ગ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ગેબિએલા ડેમેટ્રિડ્સ: ગેબિએલા ડેમેટ્રિડ્સ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. ઘણાં વર્ષોથી ગેબ્રિએલા ડિમેટ્રિડ્સ અને અર્જુન લિવ ઇનમાં રહે છે અને ગેબ્રિએલાએ પણ અર્જુનના પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ આજ સુધી લગ્ન કર્યા નથી.