કરોડોમાં રમતા અક્ષય કુમાર મહીનામાં ખર્ચ કરે છે માત્ર આટલા જ રૂપિયા, પસંદ નથી વ્યર્થખર્ચ

બોલિવુડ

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેની દરેક ફિલ્મનો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે દર વખતે એ જ પ્રયત્ન કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પેડમેન’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી હતી. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધુ ફિલ્મો બનાવી રહ્યા છે. ફિલ્મ ‘ગોલ્ડ’એ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ટીવીની જાણીતી અભિનેત્રી મૌની રોય જોવા મળી હતી.

બોલિવૂડના સૌથી અમીર અભિનેતામાં આવે છે અક્ષયનું નામ: બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર તેની સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે 17 જાન્યુઆરી 2001 ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી જ્યાં અક્ષયની કારકિર્દીનો ગ્રાફ વધતો ગયો તો ટ્વિંકલ ફિલ્મોમાંથી લગભગ ગાયબ થઈ ગઈ. આજે અક્ષય કુમાર બોલીવુડના સૌથી ફેવરિટ સુપરસ્ટાર છે. અક્ષયની એક વર્ષમાં ઘણી ફિલ્મો રિલીઝ થાય છે અને તેની મોટાભાગની ફિલ્મો હિટ બની જાય છે. ફિલ્મોમાંથી તે સારી કમાણી કરે છે. અક્ષયની ગણતરી બોલીવુડના સૌથી અમીર અભિનેતામાં થાય છે. આટલા અમીર હોવા છતા અક્ષય વ્યર્થખર્ચમાં વિશ્વાસ નથી રાખતા.

કરોડોની કમાણી કરવા છતા નથી કરતા વ્યર્થખર્ચ: જ્યારે એક અભિનેતા સખત મહેનત કરીને પૈસા કમાય છે, ત્યારે તે પોતાની દરેક ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છે છે અને ઈચ્છાને પૂર્ણ કરવાના ચક્કરમાં ક્યારેક-ક્યારેક તે વ્યર્થ ખર્ચ પણ કરી બેસે છે. પરંતુ અક્ષય સાથે આવું કંઈ નથી. ખરેખર અક્ષયની જરૂરિયાતો ખૂબ ઓછી છે અને તે વ્યર્થ ખર્ચમાં વિશ્વાસ નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષયની એક મિનિટની કમાણી 1,869 રૂપિયા છે, પરંતુ છતાં પણ તે પૈસા ખૂબ ધ્યાન રાખીને ખર્ચ કરે છે. જણાવી દઈએ કે આટલા મોટા અભિનેતા બન્યા પછી પણ અક્ષય કુમાર એક મહિનામાં માત્ર 3000 રૂપિયા ખર્ચ કરે છે. આટલા પૈસા તો એક સામાન્ય માણસ તેના બાળકોને પોકેટ મની તરીકે આપે છે.

ખરાબ ટેવથી પોતાને રાખે છે દૂર: અક્ષય એક ખૂબ જ ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે આ વાતનો ઉલ્લેખ તે ઘણી જગ્યાએ કરી ચુક્યા છે. તે દરરોજ સવારે 4 વાગ્યે ઉઠે છે અને પછી દિવસભર કામ કર્યા પછી 6-7 વાગ્યાની વચ્ચે જમીને સૂઈ જાય છે. અક્ષયને કોઈ ખરાબ ટેવ નથી. તે દારૂ અને સિગારેટને પોતાનાથી ખૂબ દૂર રાખે છે. તેમને લેટ નાઈટ પાર્ટીઓ પણ પસંદ નથી.