સૌગંધથી લઈને પૃથ્વીરાજ સુધી, અક્ષય કુમારે બોલિવૂડમાં પૂરાં કર્યા 30 વર્ષ, યશરાજે આપી આ ખાસ ગિફ્ટ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 30 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ભલે કોમેડી હોય, એક્શન હોય કે રોમાન્સ હોય દરેક પ્રકારની ફિલ્મમાં અક્ષયે પોતાને સાબિત કર્યા છે. છેલ્લા 30 વર્ષથી અક્ષય સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

વર્ષ 1991માં એક અભિનેતા તરીકે અક્ષય કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અક્ષયની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ હતી. આ ફિલ્મ જાન્યુઆરી 1991માં આવી હતી. અક્ષયને બોલિવૂડમાં 31 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા ત્રણ દાયકાથી ‘ખિલાડી કુમાર’ હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે.

અક્ષય કુમારના હિન્દી સિનેમામાં ત્રીસ વર્ષ પૂરા થવાનું સેલિબ્રેશન યશ રાજ ફિલ્મ્સ (YRF) એ પણ કર્યું છે. YRF એ આ તક પર અક્ષયને એક મોટી સરપ્રાઈઝ આપી છે. YRFએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે, “સિનેમામાં અક્ષય કુમારના 30 વર્ષ પૂર્ણ થવાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે! અનાવરણ વિડિઓ જુઓ! 3 જૂન એ માત્ર પોતાના નજીકના થિએટરમાં યશ રાજ ફિલ્મ સાથે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નું સેલિબ્રેશન.”

યશ રાજ ફિલ્મ્સ એ જે વીડિયો શેર કર્યો છે તે ખૂબ ખાસ છે. તેમાં અક્ષયની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું પોસ્ટર જોવા મળી રહ્યું છે. પોસ્ટરમાં અક્ષય સમ્રાટ પૃથ્વીરાજના લૂકમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર પર અક્ષયની તમામ ફિલ્મો પણ બતાવવામાં આવી છે. આ જોઈને અક્ષય ખૂબ જ ખુશ થવાની સાથે જ આશ્ચર્યમાં પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf) 

અક્ષય કુમારે તેના પર રિએક્શન આપતા કહ્યું કે, “આ મારા મગજમાં આવ્યું જ ન હતું કે આ બધું સિનેમા માં મારા 30 વર્ષ પૂર્ણ થવાના સેલિબ્રેશન માટે થઈ રહ્યું છે! એ રસપ્રદ છે કે મારી પહેલી ફિલ્મ સૌગંધ ને 30 વર્ષ પસાર થઈ ચુક્યા છે! મારી ફિલ્મી કારકિર્દીનો પહેલો શોટ ઉટી માં હતો અને આ એક એક્શન શોટ હતો! આ ભાવ માટે ખૂબ-ખૂબ આભાર. આ ખરેખર ખાસ છે.”

જણાવી દઈએ કે અક્ષયની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમાં અક્ષય કુમાર મોટા પડદા પર મહાન સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય કુમાર સાથે માનુષી છિલ્લર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. માનુષીની આ પહેલી હિન્દી ફિલ્મ હશે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ જોવા મળવાના છે. ‘પૃથ્વીરાજ’ મોટા પડદા પર 3 જૂને રિલીઝ થવાની તૈયારીમાં છે. સાથે જ અક્ષયની આગામી ફિલ્મોનું લિસ્ટ પણ ખૂબ લાંબુ છે. ત્યાર પછી તેમાં રામ સેતુ, ગોરખા, રક્ષાબંધન, મિશન સિન્ડ્રેલા, ઓહ માય ગોડ 2, બડે મિયા છોટે મિયા વગેરે શામેલ છે.