રસ્તા પર નારિયલ પાણી ખરીદતા જોવા મળ્યા અક્ષય કુમાર, ઓળખી પણ ન શક્યા ચાહકો, જુવો અક્ષયની તે તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. અક્ષય કુમારની મુખ્ય ભુમિકા વાળી આ ફિલ્મમાં કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના ખાસ પ્રસંગ પર 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ દિવસોમાં અક્ષય કુમારની સાથે જ ફિલ્મના દરેક મુખ્ય કલાકારો ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન અક્ષય કુમારની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ‘ખિલાડી કુમાર’ રોડની બાજુમાં જોવા મળી રહ્યા છે.

વાયરલ થયેલી તસવીરમાં અક્ષય કુમારને નારિયલ પાણી ખરીદતા જોઈ શકાય છે. અક્ષયની આ તસવીર તેમની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ શેર કરી છે. આ તસવીરને ટ્વિંકલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે અને કેપ્શન માં લખ્યું છે કે, “ખાલી રસ્તાઓ, શોર્ટ ડ્રાઈવો અને બિનઆયોજિત સ્ટોપ સાથે શનિવારની સવાર”.

શોર્ટ્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહેલા અક્ષય કુમાર હાથમાં નારિયલ પાણી લઈને કેમેરા તરફ પોઝ આપી રહ્યો છે. અક્ષય કુમારે પોતાનો ચહેરો માસ્કથી ઢાંક્યો છે અને તેણે કેપ પણ પહેરી છે. તેમની આસપાસ કેટલાક લોકો પણ છે, જો કે તે ‘ખિલાડી’ને ઓળખી શક્યા નથી

અક્ષયની આ તસવીરને ટ્વિંકલના ઈન્સ્ટાગ્રામ પર 75 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, “ભાગ્યશાળી નરિયાલવાલા!! તેને મિસ્ટર અક્ષય કુમારને જોવા મળ્યા.” સાથે જ એક યુઝરે કમેંટમાં લખ્યું છે કે, “હું પાછળથી જોઈને પણ જણાવી શકું કે આ અક્ષય સર છે”. સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “અક્ષય કુમાર જાહેરમાં જોવા મળી રહ્યા છે અને તે નારિયલ પાણીવાળા વ્યક્તિને જુઓ, તે પોતાના કામમાં વ્યસ્ત છે”.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) 

ચાહકો અક્ષયની સાદગીની પણ પ્રશંસા કરી રહ્યા છે. અક્ષયના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, જ્યાં તે બચ્ચન પાંડેના પ્રમોશનમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેની પાસે લગભગ અડધો ડઝન અન્ય ફિલ્મો પણ છે. હાલમાં, તે દિલ્હી કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે ગયા છે. અક્ષયની આ ફિલ્મ ઉપરાંત તેની આગામી ફિલ્મોમાં સેલ્ફી, ‘પૃથ્વીરાજ’, ‘રામ સેતુ’, ‘રક્ષા બંધન’, ‘મિશન સિન્ડ્રેલા’, ‘સેલ્ફી’, ‘OMG 2’ જેવી ફિલ્મો શામેલ છે. ‘પૃથ્વીરાજ’ 3 જૂને રિલીઝ થવાની છે.