અક્ષયની ઘોષણા- કંઈક મોટું કરવા જઈ રહ્યું છું, ચાહકો એ કહ્યું- બોલીવુડમાં તમારા જેવું કોઈ નથી તમે શ્રેષ્ઠ છો, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર માટે વર્ષ 2022 બિલકુલ પણ સારું નથી રહ્યું. આ વર્ષે અત્યાર સુધીમાં અક્ષય કુમારની કુલ પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે. 4 ફિલ્મો થિયેટરોમાં અને એક OTT પ્લેટફોર્મ પર. આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષયની તમામ ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી છે.

જણાવી દઈએ કે વર્ષ 2022 માં હોળી પર સૌથી પહેલા અક્ષયની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ આવી હતી. ફિલ્મનું જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું અને ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ હતો પરંતુ બોક્સ ઓફિસની કમાણીથી દરેકના હોશ ઉડી ગયા હતા. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. મોટા બજેટની આ ફિલ્મને દર્શકોએ રિજેક્ટ કરી હતી.

ત્યાર પછી અક્ષયની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આવી. આ ફિલ્મ પાસે પણ દર્શકોને ખૂબ આશાઓ હતી પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. ત્યાર પછી રક્ષાબંધન પર ખિલાડી કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ આવી. આ ફિલ્મ પણ સફળ ન રહી. ત્યાર પછી OTT પર ફિલ્મ ‘કઠપુતલી’ આવી. આ ફિલ્મ હિટ રહી.

અક્ષયની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘રામ સેતુ’ છે. રામ સેતુ તાજેતરમાં દિવાળી પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મની શરૂઆત તો સારી થઈ હતી પરંતુ ત્યાર પછી અક્ષયની આ ફિલ્મ કમાલ બતાવી શકી નહીં અને તે પણ ફ્લોપની સીરીઝમાં શામેલ થઈ ગઈ. આ દરમિયાન અક્ષયે ચાહકોને કહ્યું છે કે તે હવે કંઈક નવું કરવા જઈ રહ્યા છે.

તાજેતરમાં જ અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેનો વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ દ્વારા અક્ષય કુમારે જણાવ્યું કે હવે તે કંઈક નવું લાવી રહ્યા છે. આ સાથે જ ચાહકો એ જાણવા માટે આતુર છે કે ‘ખિલાડી કુમાર’ હવે શું કરવા જઈ રહ્યાછે.

નોંધપાત્ર છે કે, અક્ષયની સતત ચાર ફ્લોપ ફિલ્મોના કારણે મેકર્સને 450 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ દરમિયાન ખિલાડીએ ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “કંઈક નવું કરવામાં જે મજા છે, તેની વાત જ કંઈક અલગ છે, આગળની માહિતી ટૂંક સમયમાં મળશે.”

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ ઉપરાંત અક્ષય વીડિયોમાં બોલતા પણ જોવા મળે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે, “હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું, ખૂબ જ મેહનત કરી રહ્યો છું અને લાંબા સમયથી કરી રહ્યો છું, હું તમારી સાથે શેર કરું છું, જણાવું છું, કમાલની ચીજ છે”. અક્ષયના ચાહકો વીડિયો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તેના પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે.

એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે, “સર, તમે મહાન છો, તમે જે પણ કરશો તે શ્રેષ્ઠ હશે, તમે અમારા રોલ મોડેલ છો, અમે દરેક ચીજમાં તમારી સાથે છીએ”. એક યુઝરે ખિલાડી કુમારને પૂછ્યું કે, “સર, તમે ‘હેરા ફેરી’ની ઘોષણા ક્યારે કરશો?”. અક્ષયના એક જબરા ચાહકે લખ્યું, “સર, મને 100% વિશ્વાસ છે કે તમારા જેવો અભિનેતા બોલિવૂડમાં નથી અને ક્યારેય નહીં હોય. તમે ઈમાનદાર અભિનેતા છો અને બોલિવૂડ તમને સલામ કરે છે.” સાથે જ એકે લખ્યું કે, “બોલિવૂડનો ખિલાડી તેની જૂની સ્ટાઈલમાં આવી રહ્યો છે”.

વાત અક્ષયના વર્ક ફ્રન્ટની કરીએ તો સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ તેની પાસે કામની કોઈ કમી નથી. તેની આગામી ફિલ્મોમાં ‘OMG 2’, ‘સેલ્ફી’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ગોરખા’, ‘રાઉડી રાઠોર 2’ વગેરે શામેલ છે. સાથે જ હવે ચાહકોને લાગે છે કે અક્ષય ટૂંક સમયમાં તેની ત્રણ સુપરહિટ ફિલ્મો ‘હેરા ફેરી’, ‘આવારા પાગલ દિવાના’ અને ‘વેલકમ’માંથી કોઈપણની સિક્વલની જાહેરાત કરી શકે છે.