અક્ષયને 7 મા ધોરણમાં જ આવ્યો હતો હીરો બનવાનો વિચાર, જાણો તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા વિશે

બોલિવુડ

સુપરસ્ટાર અક્ષય કુમારની ગણતરી હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાં થાય છે. છેલ્લા 30 વર્ષથી અક્ષય કુમાર દેશ અને દુનિયાના કરોડો લોકોનું મનોરંજન કરી રહ્યા છે. અક્ષયે સ્ક્રીન પર એક્શન, કોમેડી, રોમેન્ટિક તમામ પ્રકારના પાત્રો નિભાવ્યા છે. દરેક પાત્રમાં દર્શકોએ અક્ષયને ખૂબ પસંદ કર્યો છે. તો એક્શન અને કોમેડીમાં અક્ષયનો કોઈ બ્રેક નથી.

અક્ષય કુમારે વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ થી મુખ્ય અભિનેતા તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અક્ષયે ‘ખિલાડી’ સીરીઝની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ દરમિયાન તેને હિન્દી સિનેમામાંથી નામ મળ્યું ‘ખિલાડી’. અક્ષયને ચાહકો ‘ખિલાડી કુમાર’ અને ‘અક્કી’ નામથી પણ બોલાવે છે.

નોંધપાત્ર વાત એ છે કે અક્ષય કુમારે બોલીવુડમાં સુપરસ્ટારનો દરજ્જો મેળવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. તેણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. હિન્દી સિનેમામાં આવતા પહેલા પણ અક્ષયનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. એક સમયે અક્ષયની 14 ફિલ્મો સતત ફ્લોપ રહી હતી અને તે બોલિવૂડ છોડીને કેનેડા જવાનો હતો, પરંતુ જ્યારે તેની 15 મી ફિલ્મ હિટ બની ત્યારે તે રોકાઈ ગયો અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. અક્ષયે આ વાતનો ખુલાસો તેના ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

અક્ષયે પોતાના આ ઇન્ટરવ્યૂમાં એ કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેમના મગજમાં પહેલી વખત અભિનેતા બનવાનો વિચાર આવ્યો હતો. અક્ષય માત્ર 7 માં ધોરણમાં હતો જ્યારે તેણે અભિનેતા બનવાનું નક્કી કર્યું હતું અને આવું તેણે 7 માં ધોરણમાં નાપાસ થયા પછી તેના પિતા દ્વારા માર માર્યા પછી કર્યું હતું. ચાલો તમને જણાવીએ કે અક્ષયે શું કહ્યું હતું.

જણાવી દઈએ કે વર્ષ 2019 માં અક્ષય કુમાર એચટી લીડરશીપ સમિટમાં શામેલ થયો હતો. આ દરમિયાન તેમણે તેમના જીવનનો એક રમુજી કિસ્સો શેર કરતી વખતે જણાવ્યું હતું કે 7 માં ધોરણમાં નાપાસ થયા પછી તેના પિતાએ તેમની પિટાઈ કરી હતી અને તેનાથી દુઃખી થઈને તેમના મનમાં બોલિવૂડમાં અભિનેતા બનવાનો વિચાર આવ્યો હતો. અક્ષય કહે છે કે, ‘ત્યારે મેં મારી જાતને કહ્યું કે હું ‘હીરો’ બનવા ઈચ્છું છું.’

આગળ ‘ખિલાડી કુમારે’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા આવનારા કલાકારોને શીખ આપતા કહ્યું કે, ‘મારી 14 ફિલ્મો સતત ફ્લોપ રહી હતી, પરંતુ મેં હંમેશા સખત મહેનત કરી. જો તમે પ્રોફેશનલ છો અને પ્રોડ્યૂસરના અભિનેતા છો, તો પછી સખત મહેનત કરો, તમારી પાસે હંમેશા કામ રહેશે. આ તે બધા લોકો માટે છે જે આ ઈન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છે છે. તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનો.

કેન્સરના દર્દી હતા અક્ષય કુમારના પિતા હરિ ઓમ ભાટિયા: અક્ષય કુમારે પોતાની ફિલ્મ ‘વક્ત’ ને યાદ કરતા કહ્યું હતું કે, ‘આ ફિલ્મની દરેક ચીજ મને ખૂબ સારી રીતે યાદ છે. તે સમયે મારા પિતા કેન્સર સામે લડી રહ્યા હતા. આ ફિલ્મમાં પણ મિસ્ટર બચ્ચનને કેન્સરના દર્દી જણાવવામાં આવ્યા છે. જો તમે તે સીન જોશો, તો તે તમને રિયલ સીન લાગશે. માનસિક રીતે તે મારા માટે ખૂબ જ ઈમોશનલ ફિલ્મ હતી. એવું ઘણી વખત થયું કે કેમેરો બંધ થયા પછી પણ હું મારી જાતને રોકી શક્યો નહીં.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આજે અક્ષય હિન્દી સિનેમાના સૌથી વ્યસ્ત કલાકારોમાંથી એક છે. તેની પાસે અડધો ડઝનથી વધુ ફિલ્મોની લાઇન લાગેલી છે. ખિલાડીની આગામી ફિલ્મોમાં બેલ બોટમ, સૂર્યવંશી, પૃથ્વીરાજ, અતરંગી રે, રક્ષાબંધન, રામ સેતુ અને બચ્ચન પાંડે વગેરે શામેલ છે.