રાજસ્થાનના આ લક્ઝરી પેલેસમાં થશે અક્ષરાના લગ્ન, મેકર્સે પાણીની જેમ વહાવ્યા પૈસા, જુવો આ લક્ઝરી પેલેસની સુંદર તસવીરો

મનોરંજન

રાજસ્થાનના આ પેલેસમાં સાત ફેરા લેશે અક્ષરા અને અભિમન્યુ: સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં અક્ષરા અને અભિમન્યુના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસોમાં પરિવારના સભ્યો અક્ષરા અને અભિમન્યુની મહેંદી સેરેમની કરી રહ્યા છે. મહેંદી સેરેમની પૂર્ણ થતાની સાથે જ બધા લોકો વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. આ દરમિયાન અક્ષરા અને અભિમન્યુના વેડિંગ વેન્યૂની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અક્ષરા અને અભિમન્યુ રાજસ્થાનના એક સુંદર મહેલમાં લગ્ન કરવાના છે. અક્ષરા અને અભિમન્યુ સંપૂર્ણ રોય્લ સ્ટાઈલમાં લગ્ન કરશે. આ પોસ્ટમાં અમે તમને અક્ષરા અને અભિમન્યુના લગ્નનું સ્થળ બતાવવા જઈ રહ્યા છીએ.

લાંબા સમયથી લગ્નના વેન્યૂની શોધ કરી રહ્યા છે રાજન શાહી: રિપોર્ટ્સનું માનીએ તો, રાજન શાહીએ ઘણા સમય પહેલાથી અક્ષરા અને અભિમન્યુના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાજન શાહી ઘણા સમયથી એક સુંદર વેન્યૂની શોધ કરી રહ્યા હતા. ત્યાર પછી અક્ષરા અને અભિમન્યુના લગ્ન માટે રાજન શાહીએ સામોદ પેલેસ પસંદ કર્યો છે. આ પેલેસ જયપુરથી 50 કિલોમીટર દૂર છે.

લક્ઝુરિયસતાનું રાખવામાં આવ્યું છે ધ્યાન: આ પેલેસમાં લક્ઝુરિયસતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પેલેસમાં આવ્યા પછી એક સામાન્ય માણસને પણ રાજા મહારાજાની ફીલિંગ આવશે. આ પેલેસની ભવ્યતા અદ્ભુત છે.

રાજા રાણી ની જેમ ફેરા લેશે અક્ષરા અને અભિમન્યુ: આ તસવીર આ પેલેસના હોલની છે. અહીં મહેમાનોની સામે અક્ષરા અને અભિમન્યુ સાત ફેરા લેવાના છે. તસવીર જોઈને એ કહેવું ખોટું નહીં હોય કે અક્ષરા અને અભિમન્યુ રાજા-રાણીની જેમ લગ્ન કરવા જઈ રહ્યા છે.

ધામધૂમથી થશે અક્ષરા અને અભિમન્યુના લગ્ન: અક્ષરા અને અભિમન્યુના લગ્ન ધામધૂમથી થવા જઈ રહ્યા છે. લગ્ન પછી અક્ષરા અને અભિમન્યુના રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવશે. અક્ષરા અને અભિમન્યુના લગ્ન પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફની જેમ રોયલ સ્ટાઈલમાં થવા જઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરો: અક્ષરાના વેડિંગ વેન્યુની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો દાવો કરી રહ્યા છે કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ ના મેકર્સ બોલિવૂડના લગ્નને હરાવવાની તૈયારી કરી રહ્યા છે.

તારાની જેમ રાત્રે જગમગે છે સામોદ પેલેસ: રાત્રે સામોદ પેલેસ રોશનીથી ઝગમગી ઉઠે છે. આ તસવીર આ વાતનો પુરાવો છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈની ટીમ એક રૂમમાં રાત પસાર કરવા માટે 14 હજાર રૂપિયા આપવાની છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા પોતાના શૂટિંગ લોકેશન પહોંચી ચુક્યા છે.

આ પેલેસમાં છે એક સુંદર પુલ: તાજેતરમાં જ હર્ષદ ચોપરાની એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ પૂલ પાસે બેઠેલા જોવા મળ્યા હતા. આ પેલેસમાં એક ખૂબ જ સુંદર પૂલ છે.

શરૂ થઈ અક્ષરા અને અભિમન્યુની મહેંદી સેરેમની: અક્ષરા અને અભિમન્યુની મહેંદી સેરેમની શરૂ થઈ ગઈ છે. મહેંદી લગાવ્યા પછી અક્ષરા અને અભિમન્યુનો પરિવાર વેડિંગ વેન્યૂ માટે રવાના થશે.

ઘરેથી ગાયબ થશે આરોહી: સ્ટોરીમાં ટૂંક સમયમાં આરોહી પોતાનું ઘર છોડીને ચાલી જશે. આરોહીના જવાથી ગોયનકા પરિવારમાં ખળભળાટ મચી જશે.