ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર અક્ષર પટેલ ના જન્મદિવસ પર તેમની મંગેતર મેહા પટેલ એ આ ખાસ સ્ટાઈલમાં કર્યું વિશ, જુવો આ સુંદર તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉપરાંત તેમની સગાઈને પણ એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. અક્ષરે ગયા વર્ષે 2022માં પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલને પોતાના જન્મદિવસ પર પ્રપોઝ કર્યો હતો અને બંનેએ સગાઈ કરી લીધી હતી અને હવે બંને ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે જ અક્ષરની મંગેતર મેહાએ તેને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવતા તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલની મંગેતરે તેને સોશિયલ મીડિયાના ઈન્સ્ટા પર શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાની અક્ષર સાથેની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે હેપ્પી બર્થ ડે માય લવ. સાથે જ અક્ષરે પણ તેનો જવાબ આપ્યો છે.

મેહાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ કપલના ચાહકો અક્ષરના જન્મદિવસ ઉપરાંત તેમની સગાઈને એક વર્ષ પૂર્ણ થવા માટે પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ખરેખર અક્ષરે પોતાના જન્મદિવસ પર મેહા સાથે સગાઈ કરી હતી. જેથી તેમના જન્મદિવસ પર તેમની સગાઈને પણ એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેથી આ કપલને સગાઈનું એક વર્ષ પૂર્ણ થવા માટે પણ શુભેચ્છા આપવામાં આવી રહી છે.

અક્ષર અને મેહા આ વર્ષે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેણે પોતાના લગ્ન માટે ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને T20 સિરીઝ માટે ટીમમાંથી બ્રેક લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અક્ષર અને મેહા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચની 13 ઈનિંગમાં 249 રન બનાવ્યા છે, આ ઉપરાંત તેમણે 2.31ની ઈકોનોમી સાથે 47 ટેસ્ટ વિકેટ પણ પોતાના નામે કરી છે.

સાથે જ 49 વનડે મેચની 29 ઇનિંગ્સમાં 381 રન બનાવ્યા છે અને તેની સાથે જ 4.44ની ઇકોનોમી સાથે 56 વિકેટ પણ પોતાના નામે કરી છે. આ ઉપરાંત તેમણે 40 T20 મેચોની 25 ઇનિંગ્સમાં 288 રન બનાવ્યા છે. અને સાથે જ 7.48ની ઇકોનોમી સાથે 37 વિકેટ પણ લીધી છે. સાથે જ તેમની આઈપીએલ કારકિર્દી પણ ખૂબ જ શ્રેષ્ઠ છે.