નવરાત્રિમાં અખંડ જ્યોતનું રાખો ખાસ ધ્યાન, આ નિયમોનું જરૂર કરો પાલન, મળશે માતા રાનીના આશીર્વાદ

ધાર્મિક

પિતૃપક્ષના સમાપન પછી જ નવરાત્રિ શરૂ થશે એટલે કે આ વખતે 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. શારદીય નવરાત્રી આસો મહિનામાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. માતા દુર્ગાના નામની અખંડ જ્યોત રાખવામાં આવે છે. આ દરમિયાન લોકો વિધિપૂર્વક માતા દુર્ગાની પૂજા કરે છે અને 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા દુર્ગા ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. નવરાત્રીનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં વિધિપૂર્વક પૂજા સાથે અખંડ જ્યોત પ્રગટાવવાની પ્રથા છે. આજે અમે તમને નવરાત્રિમાં પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોતની માન્યતાઓ અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

અખંડ જ્યોતની માન્યતા: તમને જણાવી દઈએ કે દીવો જીવનમાં પ્રકાશનું પ્રતીક છે. આ કારણથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવાની પરંપરા રહી છે. દીવાથી સકારાત્મક ઉર્જા આવે છે. અખંડ જ્યોતને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાના ઘણા નિયમો છે, જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

જાણો જ્યોત પ્રગટાવવાના નિયમો: જો તમે તમારા ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવા ઈચ્છો તો સાત્વિકતાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે ઘર પર કોઈ અપવિત્ર ચીજો ન રાખો. આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માતા રાનીની પૂજા કરતી વખતે 9 દિવસ સુધી માંસ અને દારૂથી દૂર રહો.

જો તમે અખંડ જ્યોત માતા રાનીની મૂર્તિ પાસે પ્રગટાવી રહ્યા છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તે મૂર્તિની જમણી બાજુએ રાખો. જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેને મૂર્તિની ડાબી તરફ રાખો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોત પ્રગટાવતી વખતે, ‘દીપમ ઘૃતા દક્ષે, તેલ યુત: ચ વામતઃ’ મંત્રના જાપ કરો. આ મંત્રના જાપ કરવાથી જ્યોત પ્રગટાવવાનું મહત્વ અને ફળ વધે છે.

જો તમે તમારા ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી રહ્યા છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે બુઝાવી ન જોઈએ, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી. આ કારણથી અખંડ જ્યોતને કાચના આવરણથી ઢાંકીને રાખો, જેનાથી હવા જેવી ચીજોથી જ્યોતની રક્ષા થાય અને અખંડ જ્યોત ઓલવાઈ ન જાય. જો જ્યોત ઓલવાઈ જાય છે, તો તેને પૂજાના સામાન્ય દીવાથી ફરીથી પ્રગટાવી શકાય છે.

જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી છે તો તમારે ઘરને એકલા ન છોડવું જોઈએ. જ્યોત માતા રાનીનું સ્વરૂપ હોય છે, તેથી તેને હંમેશા ઘરમાં સ્વચ્છ સ્થાન પર રાખવી જોઈએ. ધ્યાન રાખો કે જ્યોતની આસપાસ કોઈ શૌચાલય કે બાથરૂમ ન હોય.