બીજી વખત પિતા બન્યા ક્રિકેટર અજિંક્ય રહાણે, જાણો તેમની પત્ની એ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે માટે 5 ઓક્ટોબર, બુધવારનો દિવસ બમણી ખુશી લઈને આવ્યો. આ દિવસે અજિંક્યની પુત્રીનો જન્મદિવસ હતો અને આ દિવસે અજિંક્ય ફરી એકવાર પિતા બની ગયા. ખરેખર પુત્રીના જન્મદિવસના દિવસે જ હવે અજિંક્યના ઘરે ફરીથી કિલકારી ગૂંજી છે.

અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. અજિંક્ય રહાણે અને તેમની પત્ની રાધિકા ધોપાવકરે ફરીથી એક બાળકનું સ્વાગત કર્યું છે. અજિંક્યની પત્નીએ પુત્રીના જન્મદિવસના દિવસે જ પુત્રને જન્મ આપ્યો છે.

અજિંક્ય રહાણેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક નોટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “આજે સવારે (5 ઓક્ટોબર) રાધિકા અને મેં અમારા પુત્રનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. રાધિકા અને પુત્ર બંને ઠીક છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. તમને બધાને પ્રેમ અને શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.”

સોશિયલ મીડિયા પર ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ અજિંક્ય અને રાધિકાને ફરીથી પેરેન્ટ્સ બનવાની શુભકામનાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ખૂબ ખૂબ શુભકામનાઓ’. એક અન્યએ લખ્યું છે કે, “ખૂબ ખુશી થઈ”. આગળ એક અન્ય યુઝરે કમેંટ કરી કે, “તમને બંનેને શુભકામનાઓ”.

આ ક્રિકેટરોએ પણ આપી શુભકામનાઓ: ભારતના ઘણા પ્રખ્યાત ક્રિકેટરોએ પણ અજિંક્યને ફરીથી પિતા બનવા પર શુભકામનાઓ આપી છે. ચેતેશ્વર પૂજારાએ લખ્યું કે, “તમને બંનેને હાર્દિક શુભકામના. લિટલ વન માટે પ્રેમ અને આશીર્વાદ.” આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી કોમેન્ટમાં લખવામાં આવ્યું કે, “ખૂબ અભિનંદન! સૌથી નાની સાઈઝની જર્સી ડિઝાઈન કરો જેની પાછળ રહાણે લખેલું હોય.”

નિવૃત્તિ લઈ ચૂકેલા રોબિન ઉથપ્પાએ લખ્યું, “અભિનંદન અજુ. તમને અને રાધિકાને ખૂબ ખૂબ શુભકામનાઓ. લિટલ ચેમ્પિયનને પ્રેમ”. પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ કમેંટ કરી કે, “શુભકામનાઓ ભાઈ”. મયંક અગ્રવાલે લખ્યું કે, “તમને બંનેને અભિનંદન અને નાના-મુન્નાને પ્રેમ”. કૃણાલ પંડ્યાએ લખ્યું કે, “તમને બંનેને અભિનંદન”. બીજી તરફ, હેરસ્ટાઈલિસ્ટ અલીમ હાકીમે કમેંટ કરતા લખ્યું કે, “તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન”.

વર્ષ 2014માં થયા હતા અજિંક્ય-રાધિકાના લગ્ન: જણાવી દઈએ કે 34 વર્ષના અજિંક્યએ વર્ષ 2014માં રાધિકા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ઘણા પ્રખ્યાત ક્રિકેટર્સ અને ‘BCCI’ના સભ્યો શામેલ થયા હતા. અજિંક્ય અને રાધિકા તેમના લગ્નમાં પરંપરાગત મહારાષ્ટ્રીયન આઉટફિટમાં જોવા મળ્યા હતા. જ્યાં અજિંક્ય લીલા પાયજામા સાથે બેજ અને ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા હતા, સાથે જ રાધિકાએ પીળા અને લીલા રંગની સાડી પહેરી હતી.

ભારતીય ટીમની બહાર ચાલી રહ્યા છે અજિંક્ય: અજિંક્ય રહાણે ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 180 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. તે IPLમાં પણ જોવા મળે છે, જો કે હાલમાં તે ભારતીય ક્રિકેટ ટીમમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહ્યા છે.