અજય દેવગણ એ મહાશિવરાત્રિ પર બતાવી ‘ભોલા’ ની ઝલક, કહ્યું શૂટિંગ દરમિયાન થઈ હતી દિવ્ય શક્તિની અનુભૂતિ

બોલિવુડ

બોલિવૂડના સિંઘમ સ્ટાર અજય દેવગણ પોતાની જબરદસ્ત એક્ટિંગ અને દમદાર સ્ટાઈલને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. સાથે જ અજય દેવગણની સોશિયલ મીડિયા પર પણ ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને અભિનેતાના ચાહકો હંમેશા તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત અપડેટ્સ જાણવા માટે અતુર રહે છે. આ દિવસોમાં અજય દેવગણ તેમની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘ભોલા’ ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે.

અજય દેવગણના ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અજય દેવગણની આગામી ફિલ્મ ભોલા એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ છે અને આ ફિલ્મમાં અભિનેતા ખૂબ જ અનોખી સ્ટાઈલમાં જોવા મળશે. અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અજય દેવગણ સ્ટારર ફિલ્મ ભોલા 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને આવી સ્થિતિમાં અજય દેવગણના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

સાથે જ બોલિવૂડ સિંઘમ સ્ટાર અજય દેવગણે 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ મહાશિવરાત્રીના ખાસ તહેવાર પર તેના તમામ ચાહકોને ખૂબ જ ખાસ રીતે મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી, અને તેની આગામી ફિલ્મ ભોલાના શૂટિંગની કેટલીક શ્રેષ્ઠ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં સુપરસ્ટાર અજય દેવગણ મહાદેવની ભક્તિમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને તેમની આ સુંદર સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

અજય દેવગણે મહાશિવરાત્રી પર આ તસવીરો શેર કરી છે અને આ પોસ્ટ શેર કરતી વખતે અજય દેવગણે શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ પણ લોકો સાથે શેર કર્યો છે. અજય દેવગણે આ તસવીરો શેર કરતી વખતે એક લાંબી નોટ લખી છે અને તેણે બનારસની મહા આરતી વિશે કેટલીક ખાસ વાતો જણાવી છે.

અજય દેવગણે આ તસવીરો શેર કરતા લખ્યું છે કે, “ક્યારેક-ક્યારેક એક નિર્દેશક અવાસ્તવિક, મંત્રમુગ્ધ કરી દેનારી ફ્રેમની રાહ જુએ છે જે એક દિવસ તેને મળી જાય છે. તે દિવસે હું બનારસમાં મહા આરતીનું શૂટિંગ કરી રહ્યો હતો અને ત્યારે મને મારી અંદર જબરદસ્ત ઉર્જાનો અહેસાસ થયો અને મને જે ઉર્જાનો અનુભવ થયો તે માત્ર અનુભવી શકાય છે અને કદાચ ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. તેણે આગળ લખ્યું કે ‘ભીડે જેવા હર હર મહાદેવના નારા લગાવવાનું શરૂ કર્યું કે તરત જ મને ચારે બાજુ એક દિવ્ય શક્તિનો અનુભવ થયો. આજે મહાશિવરાત્રી પર, હું મારી ફિલ્મ ભોલાના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી રહ્યો છું જેમાં તમે અદભૂત એનર્જી જોશો.. હર હર મહાદેવ..”

અજય દેવગણની લેટેસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે અજય દેવગન ભોલેનાથના પરમ ભક્ત છે અને તે બાળપણથી જ ભોલે બાબાની પૂજા કરે છે. બોલિવૂડના સિંઘમ સ્ટાર અજય દેવગણે પોતાની છાતી પર મહાદેવનું ટેટૂ પણ કરાવ્યું છે અને આટલું જ નહીં, અજય દેવગણે પોતાના ઘરનું નામ પણ શિવ શક્તિ રાખ્યું છે. અજય દેવગણની આગામી ફિલ્મ ભોલા 30 માર્ચના રોજ રીલિઝ થઈ રહી છે, આ ફિલ્મમાં અજય દેવગણની સાથે અભિનેત્રી તબ્બુ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.