જ્યારે શહીદ ભગત સિંહના ભાઈને મળીને ખૂબ રડ્યા હતા અજય દેવગણ, આ વાત સાંભળીને ભરાઈ ગયું હતું અભિનેતાનું દિલ

બોલિવુડ

શહીદ-એ-આઝમ ભગતસિંહની ગણતરી દેશના વીર સપૂતોમાં થાય છે. પોતાના દેશ માટે, ભગતસિંહે હસતા હસતા ફાંસીના ફંદાને સ્વીકાર્યો હતો. દાયકાઓ પહેલા ભગતસિંહ શહીદ થઈ ગયા હતા, જોકે તેમના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.

જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી ભગતસિંહનું નામ ગુંજતું રહેશે. આ વાત દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે તેમણે માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં ભારત માતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેઓ કહેતા હતા કે હું ગુલામોની જેમ જીવવા ઈચ્છતો નથી. તેનાથી સારું તો મરી જવું છે.

ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પાકિસ્તાનના બાંગામાં થયો હતો. સાથે જ 23 માર્ચ 1931ના રોજ 23 વર્ષની ઉંમરમાં તે શહીદ થઈ ગયા હતા. તેમની સાથે આ દિવસે દેશના અન્ય બે વીર સપૂતો સુખદેવ થાપર અને શિવરામ હરિ રાજગુરુને પણ અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી.

ભગતસિંહના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ભગતસિંહના જીવન વિશે ફિલ્મ દ્વારા પણ માહિતી આપવામાં આવી. શહીદ ભગત સિંહ પર ઘણી ફિલ્મો બની છે. સાથે જ એક ફિલ્મમાં અજય દેવગણે પણ કામ કર્યું હતું અને અજય દેવગણે ભગત સિંહની ભૂમિકા નિભાવી હતી.

અજય દેવગણ દ્વારા અભિનીત આ ફિલ્મનું નામ છે ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’. આ ફિલ્મમાં શહીદ ભગત સિંહની ભૂમિકા અજય દેવગણે નિભાવી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી અને તેને સારો રિસ્પોંસ મળ્યો હતો. ફિલ્મી દુનિયામાં જ્યારે પણ ભગત સિંહને યાદ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા અજય દેવગણનો ચેહરો સામે આવે છે.

અજયે ભગત સિંહનું પાત્ર એવી રીતે નિભાવ્યું હતું કે પછી દરેક તેને ભગત સિંહ તરીકે જોવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મ દરમિયાન અજયની ભગત સિંહના નાના ભાઈ કુલલ્તાર સિંહ સાથે મુલાકાત થઈ હતી. અજયે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

અજયે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કુલ્તાર સિંહ ફિલ્મ યુનિટ સાથે પુણેમાં જ રોકાયા હતા. સિંહે શહીદ-એ-આઝમ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી, જેનાથી ફિલ્મ બનાવવામાં મદદ મળી. જ્યારે કોઈએ તેમને મને આશીર્વાદ આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું, “હું મારા મોટા ભાઈને કેવી રીતે આશીર્વાદ આપી શકું? હું મારા આંસુ રોકી શક્યો નહીં.

ભગત સિંહના જીવન પર આ ફિલ્મો પણ બની: વીર ભગત સિંહના જીવન પર ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ ઉપરાંત અન્ય ઘણી ફિલ્મો બનાવવામાં આવી. સૌથી પહેલા ભગત સિંહના જીવન પર આધારિત ફિલ્મ હતી ‘શહીદ-એ-આઝમ ભગત સિંહ’. આ ફિલ્મ વર્ષ 1954માં રિલીઝ થઈ હતી. તેમાં ભગત સિંહના પાત્રમાં જોવા મળ્યા હતા પ્રેમ અદીબ.

પછી શમ્મી કપૂર બન્યા ‘ભગત સિંહ’: વર્ષ 1954ના લગભગ 9 વર્ષ પછી ભગત સિંહના જીવન પર આધારિત એક અન્ય ફિલ્મ આવી. ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ‘શહીદ ભગત સિંહ’. તેમાં ભગત સિંહનું પાત્ર નિભાવ્યું હતું દિવંગત અને દિગ્ગઝ અભિનેતા શમ્મી કપૂરે.

1965માં મનોજ કુમાર બન્યા ભગતસિંહ: ત્યાર પછી વર્ષ 1965માં ભગત સિંહના જીવન પર એક અન્ય ફિલ્મ બની તેનું નામ હતું ‘શહીદ’. આ વખતે ભગત સિંહ બનવાની તક મળી દિગ્ગઝ અભિનેતા મનોજ કુમારને.

2002માં ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ સાથે આવી ‘શહીદ-એ-આઝમ’: વર્ષ 2002માં ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ની સાથે જ એક અન્ય ફિલ્મ ભગત સિંહના જીવન પર આવી, જેનું નામ હતું ‘શહીદ-એ-આઝમ’. તેમાં સોનુ સૂદને ભગત સિંહ બનાવવામાં આવ્યા. આ ફિલ્મો ઉપરાંત ભગત સિંહના જીવન પર કેટલીક અન્ય ફિલ્મો પણ બની છે.