આ વખતે ઈદ પર રિલીઝ થઈ રહી છે અજય દેવગણની ફિલ્મ ‘રનવે 34’, સલમાનને તેના વિશે જાણ થઈ તો કહી આ મોટી વાત

બોલિવુડ

ઈદ પર દર વર્ષે અભિનેતા સલમાન ખાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે, જોકે આ વખતે ઈદ પર અભિનેતા અજય દેવગણના જલવા જોવા મળશે. સાથે જ અજયનો સાથ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આપશે.

ખરેખર અજય દેવગણ, અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘રનવે 34’ ઈદ પહેલા રિલીઝ થવા જઈ રહી છે. આ તમામ કલાકારોની આ ફિલ્મ 29 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અજય દેવગણ માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે તો સાથે જ તેમણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે અને તે તેના નિર્માતા પણ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા ઉપરાંત અજયે પોતાના ખભા પર બે વધારાની અને મોટી જવાબદારીઓ પણ લીધી છે.

જણાવી દઈએ કે દર વર્ષે રમઝાન મહિનાની ઈદ પર અભિનેતા સલમાન ખાન પોતાની કોઈને કોઈ ફિલ્મ જરૂર લઈને આવે છે, જો કે આ વખતે કોઈ ફિલ્મ નથી આવી રહી, પરંતુ આ વખતે ઈદ પર અજય દેવગણ પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં જ અજયે જણાવ્યું છે કે તેમણે પોતાની ફિલ્મ ‘રનવે 34’ની રિલીઝ ડેટ ફાઇનલ કર્યા પછી સલમાન ખાનને ફોન કર્યો હતો.

નોંધપાત્ર છે કે અજય અને સલમાન ખાન વચ્ચે સારી મિત્રતાનો એક સારો ખાસ સંબંધ છે. બંને ખૂબ સારા મિત્રો છે. આ દિવસોમાં અજય સતત પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં એક ખાસ વાતનો ખુલાસો કર્યો છે જે હવે ચર્ચામાં છે.

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, “હું ઈદ પર આ ફિલ્મ રિલીઝ કરવા બિલકુલ ઈચ્છતો ન હતો. અમે તે તારીખ પર અમારી ફિલ્મ રિલીઝ કરવા ઈચ્છતા હતા, સંયોગથી તે અઠવાડિયે ઈદ પડી ગઈ. જોકે હું આ વિશે ખુશ હતો. જ્યારે મેં આ ફિલ્મની ઘોષણા કરી ત્યારે મને ખબર ન હતી કે તે જ અઠવાડિયામાં ઈદ આવી રહી છે. મેં સૌથી પહેલા સલમાન ખાનને ફોન કર્યો.”

સલમાનને ફોન પર અજય દેવગણે કહ્યું કે તે પોતાની ફિલ્મ ઈદ પર રિલીઝ કરવા જઈ રહ્યા છે. શું તેમને કોઈ સમસ્યા છે? તો અજયને જવાબ આપતા સલમાન ખાને કહ્યું હતું કે, “હું તે અઠવાડિયે મારી ફિલ્મ નહિં લાવું. હું આવતા વર્ષે ઈદ પર આવીશ.”

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) 

સલમાને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી હતી અજયની ફિલ્મ: આ પહેલા સલમાને ‘રનવે 34’નો પ્રોમો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયો શેર કરવાની સાથે સલમાને કેપ્શનમાં લખ્યું હતું કે, “મારી પાસે કોઈ ફિલ્મ તૈયાર નથી, તેથી મેં મારા ભાઈ અજય દેવગણને ઈદ પર આવવા વિનંતી કરી કે તે ઈદ પર આવી જાય. ઈદી આપવા માટે. ચાલો આ ઈદ આપણે બધા સેલિબ્રેટ કરીશું અને જોઈશું રનવે 34.”

અજય દેવગણને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મોને તહેવાર પર રિલીઝ કરવાને લઈને આટલી એક્સાઈટમેંટ શા માટે રહે છે? તો જવાબમાં તેમણે કહ્યું કે, “તહેવાર મદદ કરે છે. કારણ કે તે રજાનો દિવસ હોય છે. લોકો ફરવા જવા ઈચ્છે છે. સારો સમય પસાર કરવા ઈચ્છે છે. રમઝાન પછી ઈદ આવે છે અને તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. સિનેમા આ બધા સાથે જોડાયેલું છે.”

બે ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે અજય-સલમાન: અજય દેવગણ અને સલમાન ખાન મોટા પડદા પર પણ સાથે કામ કરી ચુક્યા છે. બંને એકસાથે વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’માં જોવા મળ્યા હતા. સાથે જ સલમાને અજયની ફિલ્મ ‘સન ઑફ સરદાર’માં કેમિયો પણ કર્યો હતો.