બોલીવુડમાં ડેબ્યૂ સમયે અજય દેવગણને મળતી હતી માત્ર આટલી જ ફી, આજે છે 300 કરોડના માલિક

બોલિવુડ

પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને શાનદાર ડાયલોગ ડિલિવરીના આધારે અજય દેવગણે ચાહકોના દિલ અને દિમાગમાં પોતાની ઊંડી અને અમીટ છાપ છોડી છે. અજય દેવગણ હિન્દી સિનેમાના અનુભવી અને ખૂબ સારા કલાકાર છે. તે પોતાની આંખોથી ઘણું બધું કહી જાય છે.

53 વર્ષના થઈ ચુકેલા સુપરસ્ટાર અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અજય દેવગણનું સાચું નામ વિશાલ દેવગણ હતું. પછી તેનું નામ અજય થઈ ગયું. અજયની માતાનું નામ વીણા દેવગણ અને પિતાનું નામ વીરુ દેવગણ હતું. અજયના પિતા આ દુનિયામાં નથી.

નોંધપાત્ર છે કે અજયના સ્વર્ગસ્થ પિતા વીરુ દેવગણ એક દિગ્ગઝ સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક હતા. શરૂઆતથી જ ઘરમાં ફિલ્મી વાતાવરણ હોવાને કારણે અજયે પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું હતું. ખૂબ જ નાની ઉંમરમાં જ અજય દેવગણ નો રસ ફિલ્મ મેકિંગ તરફ હતો. જ્યારે મોટા થવા પર તેમણે ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરવું યોગ્ય સમજ્યું.

અજય દેવગણે લગભગ 23 વર્ષની ઉંમરમાં જ હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો. તેમની પહેલી ફિલ્મ વર્ષ 1991માં આવી હતી, જેનું નામ હતું ‘ફૂલ ઔર કાંટે’. તેના સ્ટંટ ડિરેક્ટર અજયના પિતા વીરુ દેવગણ હતા. તેની પહેલી જ ફિલ્મથી અજયે એ બતાવ્યું હતું કે તે લાંબી રેસનો ઘોડો છે.

અજયની પહેલી ફિલ્મ 22 નવેમ્બર 1991ના રોજ રીલિઝ થઈ હતી. હિન્દી સિનેમામાં ‘સિંઘમ’ તરીકે પણ ઓળખાતા અજય દેવગણની ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થયાને 30 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સાથે જ હિન્દી સિનેમામાં અજયે પણ તેના ત્રણ દાયકા પૂર્ણ કરી લીધા છે.

અજયે પોતાની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’માં અભિનેત્રી મધુ સાથે કામ કર્યું હતું. ફિલ્મના નિર્દેશક સંદેશ કોહલી હતા. અજયની પહેલી જ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ હિટ રહી હતી અને અજયને પણ પહેલી જ ફિલ્મથી લોકપ્રિયતા મળી હતી. જો કે શું તમે જાણો છો કે અજયને પોતાની ડેબ્યૂ ફિલ્મ માટે કેટલી ફી મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અજયને પોતાની પહેલી જ ફિલ્મ માટે 30 થી 40 લાખ રૂપિયાની ફી મળી હતી, જોકે આ વિશે ઓફિશિયલ રીતે કંઈ કહી શકાય નહીં. સાથે જ ‘ફૂલ ઔર કાંટે’ની સફળતા પછી, અજય દેવગણ પણ ખૂબ ડિમાંડમાં આવી ગયો હતો. ત્યાર પછીથી તે એક ફિલ્મ માટે 70 લાખ રૂપિયાની મોટી ફી લેતા હતા. અજયે 90ના દશકમાં ઘણી સુંદર ફિલ્મો આપી અને અત્યારે પણ તેના જલવા અકબંધ છે.

અજય દેવગણ આજના સમયમાં એક ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા ફી તરીકે લે છે. અજય એક લક્ઝરી ઘર અને ઘણી મોંઘી કારના માલિક છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેઓ કુલ 300 કરોડના માલિક છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે.

જો અજયના વર્કફ્રંટ પર નજર કરીએ તો આ શુક્રવારે એટલે કે આજે જ 29 એપ્રિલ એ અજયની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘રનવે 34’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. અજયની સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.

સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ અજય માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા ઉપરાંત અજયે તેનું નિર્દેશન પણ કર્યું છે અને તે તેના નિર્માતા પણ છે. અજય અને અમિતાભની આ ફિલ્મને દર્શકો અને ચાહકોનો જબરદસ્ત પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.