10 વર્ષ જૂના કિસ્સાને યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે અજય દેવગણ, આ ચીજથી લાગે છે ડર

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ આ દિવસોમાં મોટા પડદા પર પોતાની ફિલ્મ ‘રનવે 34’ દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં જ 29 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. અજયે પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું છે. સાથે જ અજય નાના પડદા પર તાજેતરમાં શરૂ થયેલા રિયાલિટી શો ‘ડીઆઈડી લિટલ માસ્ટર્સ’માં પણ પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા.

અજય દેવગણ સાથે આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ જોવા મળી રહી છે. અજય સાથે રિયાલિટી શો ‘DID લિટલ માસ્ટર્સ’માં રકુલ પ્રીત પણ પહોંચી હતી. આ દરમિયાન બંને કલાકારોએ શોમાં ખૂબ મસ્તી-મજાક પણ કરી હતી. આ દરમિયાન, શોના સેટ પર અજય દેવગણે તેના સૌથી મોટા ડર વિશે ખુલાસો કર્યો.

હિંદી સિનેમામાં ‘સિંઘમ’ ના નામથી પ્રખ્યાત અજય દેવગણ મોટા પડદા પર વિલનનાં છક્કા છુડાવે છે. તેઓ વિલનનની ખૂબ ધુલાઈ કરે છે જોકે અજય ને પણ કોઈ ચીજથી ડર લાગે છે. આ વાતનો ખુલાસો ખુદ અજય દેવગણે જ કર્યો છે. તો ચાલો જાણીએ તેમનું શું કહેવું છે.

અજય દેવગણે જણાવ્યું છે કે તેને લિફ્ટમાં ખૂબ ડર લાગે છે. આવું એટલા માટે કારણ કે અજયની સાથે એકવાર લિફ્ટની અંદર મોટો અકસ્માત થયો હતો. અજયે પોતાના લિફ્ટ સાથે જોડાયેલા ડર વિશે વાત કરતા કહ્યું કે, “થોડા વર્ષો પહેલા, જ્યારે હું કેટલાક લોકો સાથે લિફ્ટમાં હતો, ત્યારે તે અચાનક નીચે ગઈ અને ત્રીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર તેજ ઝડપે પડી. જોકે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ અમે લગભગ 1 થી 1.5 કલાક સુધી ત્યાં અટવાઈ રહ્યા હતા.”

 

View this post on Instagram

 

A post shared by ZEE TV (@zeetv) 

અજયને આજે પણ લિફ્ટમાં ડર લાગે છે. અજય પોતાની સાથે થયેલા અકસ્માત પછીથી લિફ્ટની અંદર ખૂબ ટેંશનમાં રહે છે. અજયની અંદર આ ઘટના પછી ડર બેસી ગયો છે. અભિનેતાએ કહ્યું હતું કે તે આજે પણ લિફ્ટમાં જાય છે તો તેને થોડું ટેંશન થાય છે.

સોનાલી બેન્દ્રેએ પણ કર્યો પોતાના ડરનો ખુલાસો: નોંધપાત્ર છે કે, ‘DID લિટલ માસ્ટર્સ’માં રેમો ડિસોઝા, મૌની રોય અને સોનાલી બેન્દ્રે જજની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. અજયે જ્યારે તેના ડર વિશે ખુલાસો કર્યો, ત્યારે તરત જ સોનાલી બેન્દ્રેએ પણ તેના ડર વિશે જણાવ્યું. અભિનેત્રીએ કહ્યું કે તે આજ સુધી સ્વિમિંગ કરી શકી નથી. મને પાણીથી ડર લાગે છે. પાણીની નીચે જવાથી. સોનાલીની આ વાત સાંભળીને દિગ્ગઝ અને લોકપ્રિય સિંગર કુમાર સાનુએ કહ્યું કે તે ભૂતથી ડરે છે. તેથી જ તે માતા અને પિતાની વચ્ચે સૂતા હતા. જોકે કુમાર સાનુએ આ વાત મજાકમાં કહી હતી.

વાત અજય અને રકુલની ફિલ્મ રનવે 34 વિશે કરીએ તો સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય પાયલટની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં આ બંનેની સાથે મુખ્ય ભુમિકામાં અમિતાભ બચ્ચન અને બોમન ઈરાની પણ જોવા મળી રહ્યા છે. જોકે, ફિલ્મ આશા મુજબ પ્રદર્શન કરી રહી નથી.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા ઉપરાંત અજય તેના નિર્માતા અને દિગ્દર્શક પણ છે. 29 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મ એ ત્રણ દિવસમાં 15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રવિવારે ફિલ્મે લગભગ 6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.