સંપત્તિની બાબતમાં ઘણા મોટા અભિનેતાઓથી આગળ છે સિંઘમ દેવગણ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ

બોલિવુડ

અજય દેવગણ આજે બોલિવૂડનું એક ખૂબ મોટું નામ છે. તેમના વગર આજે બોલિવૂડની કલ્પના પણ કરી શકાતી નથી. અજય દેવગણે વર્ષ 1991 માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછીથી અજયે બોલિવૂડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ સાથે બોલિવૂડના સિંઘમ પાસે પણ પુષ્કળ સંપત્તિ છે. અજય દેવગણ પાસે કિંમતી ગાડીઓથી લઈને પોતાનું પ્રાઈવેટ ઝેટ પણ છે. અજય 298 કરોડની સંપત્તિના માલિક છે. આજે અમે તમને અજયની સંપત્તિ અવિશે જણાવવા જઈ રહ્યા છીએ.

માસેરાતી ક્વાત્રોપોર્ટ: બોલિવૂડમાં અજય દેવગણ એક એવા પહેલા પહેલો સુપરસ્ટાર છે જેમની પાસે માસેરાતી ક્વાત્રોપોર્ટ કાર છે. અજયે આ કાર વર્ષ 2008 માં ખરીદી હતી. આ કારની કિંમત લગભગ 1.5 કરોડ છે. આ કાર 4.7 લિટર વી8 પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે 431 બીએચપી અને 490 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઉપરાંત અજયના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ, મર્સિડીઝ એસ ક્લાસ, બીએમડબ્લ્યુ ઝેડ 4 અને જીએલ ક્લાસ, ઓડી ક્યૂ 7 અને ઓડી એ 5 સ્પોર્ટબેક જેવી કાર શામેલ છે. અજય પાસે 10 જેટલા કિંમતી વાહનો છે.

રોલ્સ રૉયસ કલિનન પણ છે તેમની પાસે: આ સુંદર કાર ઉપરાંત સિંઘમ દેવગણે તાજેતરમાં ભારતમાં સૌથી મોંઘી એસયુવી રોલ્સ રોયસ કુલિનન ખરીધી છે, જેની કિંમત આશરે 6.95 કરોડ રૂપિયા છે. આ જબરદસ્ત કારના પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો આ કાર 6.8 લિટર વી12 પેટ્રોલ એન્જિનની સાથે 560 બીએચપી પાવર અને 850 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 360 ડિગ્રીનો કેમેરો પણ છે. આ કાર 5 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારમાં ઓલ-વ્હીલ સ્ટીઅરિંગ સિસ્ટમ, એર સસ્પેન્શન છે.

અજય પાસે 25 કરોડનું ફાર્મ હાઉસ છે: અજય દેવગણ પાસે પોતાનું એક મોટું ફાર્મહાઉસ પણ છે જે 28 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. હાલમાં, આ ફાર્મ હાઉસની કિંમત 25 કરોડ છે. તે મુંબઇના કર્ઝત શહેરમાં સ્થિત છે. હાલમાં તેમાં શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

લંડનમાં કરોડોનો લક્ઝુરિયસ બંગલો: અજય દેવગન પોતાની પત્ની કાજોલ અને બાળકો સાથે જુહુમાં આવેલા શિવશક્તિ લક્ઝુરિયસ બંગલામાં રહે છે. આ ઉપરાંત અજય પાસે લંડનમાં પણ એક લક્ઝરી બંગલો છે. કેટલાક અહેવાલો અનુસાર અજય દેવગણ પાસે લંડનમાં 54 કરોડ રૂપિયાનો લક્ઝુરિયસ બંગલો પણ છે. તે લંડનના પાર્ક લેનમાં આવેલો છે, તેમની પાસે શાહરૂખ ખાનનો બંગલો પણ છે.

આ બધા સિવાય તેની પાસે ખાનગી વિમાન છે: જો કેટલાક સમાચારોની વાત માનીએ તો, અજય દેવગણ પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. અજય દેવગણ બોલિવૂડના પહેલા એવા અભિનેતા છે જે પ્રાઈવેટ જેટના માલિક છે. અજય પાસે એક છ-સીટર હોકર 800 વિમાન છે. તેનો ઉપયોગ ઘણીવાર પ્રમોશન, શૂટિંગ અને પર્સનલ કામ માટે કરે છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, તેમના વિમાનની કિંમત 84 કરોડ રૂપિયા છે. અજય સિવાય બોલીવુડમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા, પ્રિયંકા ચોપરા જોનાસ, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પણ પ્રાઈવેટ જેટ ધરાવે છે. આ ઉપરાંત અજય પાસે એક સુંદર વેનિટી વાન પણ છે.

7 thoughts on “સંપત્તિની બાબતમાં ઘણા મોટા અભિનેતાઓથી આગળ છે સિંઘમ દેવગણ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ

 1. My spouse and I stumbled over here from a different page and
  thought I might check things out. I like what I see so i
  am just following you. Look forward to looking at your web page yet again.

 2. Spot on with this write-up, I actually think this web site needs a great deal more attention. I’ll probably be returning to
  read more, thanks for the info!

 3. Hey there! I just wanted to ask if you ever have any issues with hackers?My last blog (wordpress) was hacked and I endedup losing months of hard work due to no back up.Do you have any solutions to prevent hackers?

 4. Hey! I know this is kinda off topic however , I’d figured I’d ask.
  Would you be interested in trading links or maybe guest authoring
  a blog post or vice-versa? My site goes over a lot of the same topics as yours and I think
  we could greatly benefit from each other. If you might be interested feel free to shoot me an e-mail.
  I look forward to hearing from you! Wonderful blog
  by the way!

 5. It’s actually very complex in this full of activity life tolisten news on TV, thus I simply use the web for that purpose, and obtain thenewest news.

Leave a Reply

Your email address will not be published.