RRR: અજય દેવગણ ને 10 મિનિટના રોલ માટે મળ્યા આટલા અધધધ કરોડ, જાણો રામચરણ અને જૂનિયર NTR ની ફી વિશે

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલી શ્રેષ્ઠ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. મગધીરા, બાહુબલી, બાહુબલી 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુકેલા રાજામૌલી ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ ‘RRR’ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ ચુકી છે.

‘RRR’ દ્વારા ફરી એકવાર એસએસ રાજામૌલીએ એ સાબિત કરી દીધું છે કે તે કેટલા શ્રેષ્ઠ ડિરેક્ટર છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય સિનેમાના બે મોટા સ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર જોવા મળી રહ્યા છે. સાથે જ હિન્દી સિનેમાના બે લોકપ્રિય કલાકારો અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જોવા મળી રહ્યા છે.

‘RRR’ને રાજામૌલીને બાહુબલી જેટલી જ લોકપ્રિયતા અને સફળતા મળી રહી છે. આ ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ પર પોતાના કલેક્શન સાથે ચાહકોના હોશ ઉડાવી રહી છે. જણાવી દઈએ કે 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ થયેલી ‘RRR’ એ 10 દિવસમાં 900 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

‘RRR’ 550 કરોડ રૂપિયાના જંગી બજેટમાં તૈયાર કરવામાં આવી છે. સાથે જ ફિલ્મ એ માત્ર થોડા જ દિવસોમાં પોતાનું બજેટ કાઢી લીધું છે અને ફિલ્મ એ જણાવી દીધું છે કે તેની ગતિ હજુ અટકવાની નથી. આ ફિલ્મને દરેક લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કલાકારોની એક્ટિંગની સાથે રાજામૌલીના નિર્દેશનની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

550 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘RRR’ કમાણીની બાબતમાં બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન ફિલ્મના કલાકારોને મળેલી ફી પણ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મ માટે ફીની બાબતમાં હિંદી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અજય દેવગણ એ આશ્ચર્યચકિત કરી દીધા છે.

જણાવી દઈએ કે સૌથી વધુ ફી આપવામાં આવી છે રામ ચરણ અને જુનિયર એનટીઆરને. માહિતી મુજબ બંને કલાકારોને 45-45 કરોડ રૂપિયા મળ્યા છે. આવું થવું વ્યાજબી પણ છે કારણ કે બંને કલાકારો ફિલ્મના મહત્વના ચહેરા છે અને બંને મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે અજય દેવગણ અને આલિયા ભટ્ટનો આ ફિલ્મમાં ખૂબ જ નાનો રોલ છે. બંને માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળે છે પરંતુ છતાં પણ બંનેને ખૂબ મોટી ફી મળી છે.

અજય દેવગણની ફી: વાત કરીએ અજય દેવગણની ફી વિશે તો ફિલ્મમાં અજય માત્ર 5 થી 10 મિનિટ માટે જોવા મળ્યા છે. તેને માત્ર નાની ભુમિકા માટે જ મેકર્સે 35 કરોડ રૂપિયા ચુકવ્યા છે.

આલિયા ભટ્ટની ફી: આલિયા ભટ્ટ પણ ફીની બાબતમાં ઓછી નથી પડી. તેને નાની ભુમિકા માટે મેકર્સે 9 કરોડ રૂપિયા આપ્યા છે. ‘RRR’ 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ એ માત્ર દેશમાં અને હિન્દી વર્જનમાં જ સુંદર કમાણી કરી નથી પરંતુ દુનિયામાં પણ ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે. આ ફિલ્મે દુનિયાભરમાં 223 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને બાહુબલી અને બાહુબલી 2ના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

કમાણીની બાબતમાં ‘RRR’ ભારતની નંબર વન ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મ એ 10 દિવસમાં 900 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ હિન્દી દર્શકોની વચ્ચે પણ પોતાના જલવા ફેલાવી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝને 10 દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની સામે અત્યારે KGF 2 રિલીઝ થવા સુધી કોઈ મોટો પડકાર નથી. આશા છે કે ફિલ્મ આગામી ઘણા દિવસો સુધી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા જોવા મળશે.