અજય દેવગણની 7 કરોડની કાર ને બાળકોની જેમ જોતી રહી ગઈ આલિયા, વીડિયો જોઈને લોકોએ કરી આવી કમેંટ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અજય દેવગણ અને પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર ગઈકાલે (4 ફેબ્રુઆરી) એ રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા આ ફિલ્મમાં એક વેશ્યાના પાત્રમાં જોવા મળશે, જ્યારે અજય દેવગણની પણ દર્શકોને દમદાર ભૂમિકા જોવા મળશે.

ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી ખૂબ જ પ્રસંશા મળી રહી છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ટ્રેલર આ વાત તરફ સ્પષ્ટ ઈશારો કર્યો કે ફિલ્મ સફળતાના ઝંડા લહેરાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટે ફરી એકવાર ફરીથી પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા છે.

અજય અને આલિયા પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. બંને કલાકારો તાજેતરમાં એકસાથે જોવા મળ્યા હતા. બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને લોકપ્રિય સ્ટાર્સ મીડિયાના કેમેરાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન આલિયાની નજર અજય દેવગણની ખૂબ જ કિંમતી અને લક્ઝરી કાર પર ટકી રહી ગઈ.

અજય દેવગણ અને આલિયા ભટ્ટના વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અજય અને આલિયા એકસાથે જોવા મળી રહ્યા છે. આલિયા અજય દેવગણની લક્ઝુરિયસ કાર રોલ્સ રોયસ જોઈને તેની દીવાની થઈ જાય છે.

આલિયા ખૂબ જ રસ સાથે અજય દેવગણની કારને જુવે છે. તે કારનો દરવાજો ખોલીને અંદર પણ જુવે છે અને કાર જોઈને ખૂબ જ ખુશ થાય છે. સાથે જ અજય દેવગણ અભિનેત્રીને પોતાની આ કિંમતી કારની વિશેષતાઓ વિશે પણ જણાવી રહ્યા છે.

નોંધપાત્ર છે કે અજય દેવગણ ઉપરાંત આ કાર ભારતમાં માત્ર થોડા લોકો પાસે જ છે. હિન્દી સિનેમાના ‘સિંઘમ’ એટલે કે અજયે આ કાર ઓગસ્ટ 2019માં ખરીદી હતી. આ SUVનું નામ ‘રોલ્સ રોય કલિનન’ છે. તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

મળતી માહિતી મુજબ અજયની આ કારની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે જે આ કાર ખરીદે છે તેના મુજબ જ કંપની તેની ડિઝાઇન તૈયાર કરે છે. આવી સ્થિતિમાં ખૂબ જ કિંમતી હોવાની સાથે જ આ કાર ખૂબ જ ખાસ પણ છે. જણાવી દઈએ કે અજય પહેલા આપણા દેશમાં આ કાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને ટી-સીરીઝ મ્યુઝિક એન્ડ ફિલ્મ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે ખરીદી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અજય અને આલિયાના વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, “આ બધા મોટા લોકો પણ કરે છે”. એક યુઝરે લખ્યું કે, “બોલો જુબાં કેસરી”. એક યુઝરે આલિયાની મજાક ઉડાવતા લખ્યું કે, “ગરીબ હૈ લદકી.” એક યુઝરે કમેન્ટ કરી કે, “અરે ઈતના માલ કિધર સે આયા હૈ.”

25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’: જણાવી દઈએ કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ ગુજરાતના કાઠિયાવાડની ગંગા ઉર્ફ ગંગુ પર આધારિત છે. ગંગુને છેતરીને વેશ્યાવૃત્તિના કામમાં ફસાવવામાં આવે છે. ફિલ્મની સ્ટોરી હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. આલિયા અને અજય ઉપરાંત અભિનેતા વિજય રાજ પણ આ ફિલ્મમાં દમદાર ભૂમિકામાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.