પુત્રી આરાધ્યાને ભારતીય પરંપરાઓ શીખવી રહી છે એશ્વર્યા રાય બચ્ચન, જુવો તેનો સામે આવેલો આ થ્રોબેક વીડિયો

બોલિવુડ

બોલિવૂડની સૌથી સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓમાંથી એક એશ્વર્યા રાય બચ્ચન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. વર્ષ 1994માં એશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો અને ત્યાર પછી તેણે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો, જ્યાં તેણે પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાને આધારે ખૂબ સફળતા મેળવી છે અને આજના સમયમાં એશ્વર્યા એક સફળ અને લોકપ્રિય અભિનેત્રી તરીકે ઓળખાય છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ખૂબ સારી પત્ની, પુત્રવધૂ અને માતા પણ છે.

સાથે જ એશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનની ખૂબ નજીક છે અને તે એક ક્ષણ માટે પણ પોતાની પુત્રીને પોતાનાથી દૂર નથી કરતી. અભિષેક બચ્ચન અને એશ્વર્યાની લાડલી પુત્રી આરાધ્યા ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે અને સાથે જ આરાધ્યા અવારનવાર તેના માતાપિતા સાથે પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં જોવા મળે છે. સાથે જ એશ્વર્યા પોતાની પુત્રી સાથે ફેશન ઈવેંટમાં પણ ઘણી વખત શામેલ થાય છે જ્યાં ઘણી વખત એશ્વર્યાને તેના સુપર પ્રોટેક્ટિવ નેચરના કારણે ટ્રોલ પણ થવું પડે છે.

જો કે છતાં પણ એશ્વર્યા રાય આ બધી ચીજો પર બિલકુલ ધ્યાન આપતી નથી. તે પોતાની પુત્રીના ઉછેરમાં કોઈ પણ પ્રકારનું સમાધાન નથી કરતી અને તેનો યોગ્ય રીતે ઉછેર કરે છે. એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન પોતાની માતાની જેમ જ ટેલેન્ટેડ અને સુંદર છે અને આરાધ્યા બચ્ચનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ અવારનવાર વાયરલ થતા રહે છે.

આ દરમિયાન તાજેતરમાં જ એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વીડિયોમાં એશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યાને ભારતીય પરંપરાઓ વિશે જણાવતા જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આરાધ્યા બચ્ચનને તેની માતા એશ્વર્યા રાય વડીલોના ચરણ સ્પર્શ કરવા અને આશીર્વાદ લેવા, અને ગુરુજીને નમન કરવા માટે કહે છે.

આ ઉપરાંત આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એશ્વર્યા પોતાની પુત્રીને યોગ્ય ભક્તિ સાથે ચરણામૃત પીતા શીખવતા જોવા મળી રહી છે. આગળ આ વિડિયોમાં આરાધ્યા બચ્ચનને પોતાની માતા પાસેથી વિવિધ ભારતીય રીત-રિવાજો શીખતા પણ જોઈ શકાય છે જેમાં રક્ષાબંધન અને અન્ય ઘણી ચીજો પણ શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by FitLook ® (@fitlookmagazine)

 

જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચને પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પોતાની પુત્રીમાં પરંપરાઓ વિક્સિત કરવા ઈચ્છે છે અને તેને શિક્ષણની સાથે સાથે ભારતીય પરંપરા અને રિવાજો વિશે પણ માહિતી આપવા ઈચ્છે છે. એશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે, “મને લાગે છે કે મારી પુત્રીમાં પરંપરાઓ સ્થાપિત કરવી મારા માટે સ્વાભાવિક છે, તે શરતી નથી. સાથે જ સોશિયલ મીડિયા પર હવે આરાધ્યા બચ્ચનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે રીતે એશ્વર્યા પોતાની પુત્રીને ભારતીય પરંપરાઓ શીખવી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે.