સલમાન ખાનથી લઈને ઈમરાન હાશ્મી સુધી, આ 7 છે એશ્વર્યાના સૌથી મોટા દુશ્મન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-1’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એશ્વર્યા ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આવી સ્થિતિમાં આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એશ્વર્યાની આ ફિલ્મ હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.

નોંધપાત્ર છે કે એશ્વર્યા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને અત્યાર સુધીમાં તે ઘણા અલગ-અલગ પાત્રોમાં જોવા મળી ચુકી છે. એશ્વર્યા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઈન્ડસ્ટ્રીમાં તેણે ઘણા મિત્રો બનાવ્યા તો તેના ઘણા દુશ્મનો પણ છે. આ દરમિયાન અમે તમને જણાવીશું એશ્વર્યા રાય સાથે જોડાયેલા કેટલાક એવા લોકો વિશે, જેમને ઐશ્વર્યા બિલકુલ પસંદ નથી કરતી અને તેઓ તેના દુશ્મનોના લિસ્ટમાં શામેલ છે. ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર્સ..?

સોનમ કપૂર: આ લિસ્ટમાં પહેલું નામ છે પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરનું છે. ખરેખર સોનમ કપૂરે એક ઈવેન્ટ દરમિયાન એશ્વર્યા રાયને આંટી કહ્યું હતું, જેના પછી એશ્વર્યા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. ત્યાર પછીથી બંને વચ્ચે દુશ્મનાવટ ઉત્પન્ન થઈ હતી. આવી સ્થિતિમાં એશ્વર્યા સોનમને બિલકુલ પસંદ નથી કરતી.

રાની મુખર્જી: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી રાની મુખર્જી પણ એશ્વર્યાના દુશ્મનોના લિસ્ટમાં શામેલ છે. જો કે આ બંને તેમની કારકિર્દીની શરૂઆતમાં ખૂબ સારા મિત્રો હતા, પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે બંને એકબીજાના દુશ્મન બની ગયા. ખરેખર, ફિલ્મ ‘ચલતે ચલતે’માં એશ્વર્યાને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ પછી રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી, જેના કારણે એશ્વર્યા રાની મુખર્જીથી નારાજ થઈ ગઈ.

કરીના કપૂર ખાન: જોકે એશ્વર્યા અને કરીના કપૂર એકબીજાની સારી ફ્રેંડ હતી પરંતુ આ બંનેના સંબંધમાં તે દરમિયાન ખટાસ આવી ગઈ જ્યારે અભિષેક બચ્ચને કરીનાની બહેન કરિશ્મા કપૂર સાથે સગાઈ તોડી હતી. ત્યાર પછી અભિષેકે એશ્વર્યા સાથે લગ્ન કર્યા. આવી સ્થિતિમાં કરીનાને એશથી ઈર્ષ્યા થઈ અને બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ.

ઈમરાન હાશ્મી: હા.. ઈમરાન હાશ્મી પણ એશ્વર્યાના દુશ્મનોમાંથી એક છે. ખરેખર બન્યું એવું કે એક વખત ઈમરાન હાશ્મી કરણ જોહરના ચેટ શોમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે એશ્વર્યા રાયની સુંદરતાને પ્લાસ્ટિક કહ્યું હતું. આવી સ્થિતિમાં એશ્વર્યા ઈમરાનથી ખૂબ નારાજ થઈ ગઈ હતી. અહીં સુધી કે એશ્વર્યાએ ઈમરાન સાથેની ફિલ્મ પણ રિજેક્ટ કરીહતી.

વિવેક ઓબેરોય: એક સમયે લાંબા સમય સુધી ડેટ કરી ચૂકેલા વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય હવે એકબીજાનો ચેહરો જોવો પસંદ નથી કરતા. ખરેખર, વિવેક ઓબેરોયે એશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન વિશે કેટલીક એવી વાતો કહી હતી, જેનાથી એશ્વર્યા ગુસ્સે થઈ ગઈ હતી અને તેમના સંબંધોમાં ખટાશ આવતા જ તેઓ હંમેશા માટે અલગ થઈ ગયા હતા.

સલમાન ખાન: છેલ્લે, ઈન્ડસ્ટ્રીના દબંગ સ્ટાર સલમાન ખાન વિશે વાત કરીએ. સલમાન ખાન અને એશ્વર્યાની લવ સ્ટોરી વિશે દરેક જાણે છે. જ્યારે પણ અધૂરી લવસ્ટોરીનો ઉલ્લેખ થાય છે ત્યારે આ બંનેની લવસ્ટોરીની વાત જરૂર થાય છે. એશ્વર્યા અને સલમાને લગભગ 3 થી 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી પરંતુ પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સલમાનથી અલગ થયા પછી એશ્વર્યાએ તેની સાથે કામ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે સલમાને એક વખત અડધી રાત્રે એશ્વર્યાના ઘરે હંગામો મચાવ્યો હતો.