2 ક્વિંટલ સોનું, 70 સોની અને 50 બોડી ગાર્ડ્સ, કંઈક આવી રીતે બન્યા હતા એશ્વર્યાના ઘરેણાં, પરંતુ….

બોલિવુડ

જો સુંદર અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા એશ્વર્યા રાયનું નામ યાદ આવે છે. ભાગ્યે જ કોઈ હશે જે એશ્વર્યા રાયની સુંદરતાથી હિપ્નોટાઈઝ્ડ ન હોય, આ જ કારણ છે કે તે મિસ વર્લ્ડ પણ રહી ચૂકી છે. તેની સુંદરતાની સાથે સાથે લોકો તેની એક્ટિંગના પણ દીવાના છે. તેમણે લગભગ તમામ પ્રકારના પાત્રો નિભાવ્યા છે. આજે તેના આવા જ પાત્ર વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ઈતિહાસ તો રચ્યો પરંતુ એશ્વર્યા માટે પણ તે ખૂબ જ પડકારજનક હતું. એક એવી ફિલ્મ જેના માટે તેને 400 કિલોથી વધુ ઘરેણા પહેરવા પડ્યા હતા.

આ ઇતિહાસ રચવામાં આવ્યો હતો ઐતિહાસિક ફિલ્મ જોધા અકબર બનાવવા માટે. મેકર્સે ખૂબ વિચાર કર્યા પછી એશ્વર્યા ને આ રોલ માટે લીધી હતી.જોધા અકબરની વચ્ચેની કેમેસ્ટ્રી અને રોયલ પરિવારની આ ભવ્યતાને બતાવવામાં ડાયરેક્ટર પ્રોડ્યૂસર કોઈ કસર છોડવા ઈચ્છતા ન હતા તેથી તેમણે બારીકમાં બારીક ચીજો પર ધ્યાન આપ્યું હતું જેથી ક્યાંય કોઈ પણ અછત ન લાગે.

અહીં અમે જે તસવીર તમને બતાવવા જઈ રહ્યા છીએ તેમાં એક એક ઘરેણું જે એશ્વર્યાએ પહેર્યું છે તે સંપૂર્ણ રીતે શુદ્ધ છે. કહેવાનો અર્થ છે કે જેટલા પણ ઘરેણાં એશ્વર્યાને પહેરાવવામાં આવ્યા તેમાં એક પણ ઘરેણું આર્ટિફિશિયલ ન હતું અને શુદ્ધ સોના અને ચાંદીથી બનાવવામાં આવ્યું હતું. જો કે તેને બનાવવામાં ઘણો સમય અને મહેનત તો લાગી પરંતુ ત્યાર પછી જે સામે આવ્યું તેને દરેક જોતા જ રહી ગયા જેવી રીતે તમે જોઈ રહ્યા છો. આ ફિલ્મ માટે ઘરેણાં કપડાથી લઈને ફિલ્મના સેટને પણ રજવાડી લુક આપવા માટે ખૂબ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું હતું.

આ ઘરેણા માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ વજનમાં પણ ખૂબ ભારે છે. અસલી સોનાથી યુક્ત આ ઘરેણાંનું કુલ વજન 400 કિલોગ્રામ હતું. જ્યારે તેમા 200 કિલો એટલે કે 2 ક્વિન્ટલ શુદ્ધ સોનું લાગ્યું હતું. આ ઘરેણાં 70 વિશેષ કારીગરો દ્વારા દિવસ -રાત મહેનત કર્યા પછી બનાવવામાં આવ્યા હતા. આટલા મોંધા ઘરેણાંની સુરક્ષા માટે લગભગ 50 સુરક્ષાકર્મીઓને રાખવામાં આવ્યા હતા જે શૂટિંગ સમયે પણ એશ્વર્યા રાયની સુરક્ષા કરતા હતા.

જોધા અકબર ફિલ્મમાં એશ્વર્યા રાયના લુકને એટલો વધુ પસંદ કરવામાં આવ્યો કે પછી તે એક ચલણ બની ગયું અને લગ્નમાં દુલ્હનોને રજવાડી અથવા રાજસ્થાની લુક આપવા માટે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા ઘરેણાની આર્ટિફિશિયલ કોપીઓ બનાવીને સજાવવામાં આવી. રાજસ્થાની ગીત ઘૂમર પણ તેમની આ ફિલ્મ પછી આખા દેશમાં પ્રખ્યાત થઈ થયું. એશ્વર્યાનો આ લુક એટલો ફેમસ થઈ ચુક્યો છે કે જ્યારે પણ જોધાબાઈનો ઉલ્લેખ થાય છે તો મનમાં એશ્વર્યા ની તસવીર આવે છે.

જોધા અકબર ફિલ્મ 2008 માં આવી હતી, જેમાં એશ્વર્યા રાય સાથે રિતિક રોશન હતો, બંનેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ઐતિહાસિક ફિલ્મ હતી જે મુગલ રાજા અકબર અને આમિરની રાજકુમારી જોધા બાઈ પર આધારિત હતી.