પોતાના જ ફિજિક્સ ટીચર પર ફિદા હતી કોલેજની સૌથી સુંદર છોકરી એશ્વર્યા રાય, જાણો શું રહી આગળની સ્ટોરી

બોલિવુડ

આજે એશ્વર્યા રાય વિશે વધારે કહેવાની જરૂર નથી. એક્ટ્રેસ એશ્વર્યા વિશે વાત કરવામાં આવે તો તેને આજે 90 ના દાયકાથી લઈને આજ સુધીના દરેક લોકો સારી રીતે જાણે છે. તેનું મોટું કારણ તેની સુંદરતા અને તેની ફિલ્મો છે, જેમાં તેણે પોતાની જોરદાર એક્ટિંગથી ખૂબ જ સારો ફેનબેસ બનાવ્યો છે. આજે 40 વર્ષની ઉંમરે પણ એશ્વર્યાની સુંદરતાના લાખો લોકો દિવાના છે અને કદાચ આ જ કારણ છે કે આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ છે.

મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર એક્ટ્રેસ એશ્વર્યાને અભિષેક બચ્ચન પત્ની તરીકે મેળવીને ખૂબ જ ખુશ છે. પરંતુ એશ્વર્યાની જિંદગીમાં અભિષેક બચ્ચન પહેલા એટલા બધા સ્ટાર્સ આવ્યા હતા કે કેટલાકને છોડીને મીડિયાને પણ તેના વિશે ખબર નથી. પરંતુ વ્યક્તિ ભલે ગમે તે હોય, તેના જીવનમાં પહેલા પ્રેમનું એક અલગ જ મહત્વ હોય છે. આ જ મિસ વર્લ્ડ રહેલી એશ્વર્યા ની સાથે પણ થયું હતું. સમાચારો અનુસાર, હવે તેના જીવનના પ્રથમ ક્રશ વિશે કેટલીક વાતો સામે આવી છે.

શિક્ષક પર ફિદા થઈ ગઈ હતી એશ્વર્યા: આ વાત ઘણા લાંબા સમય પહેલાની છે જ્યારે એશ્વર્યા એક કોલેજ ગર્લ હતી. અને તે સમયે તેની એક બેસ્ટ ફ્રેંડ હતી જેનું નામ શિવાની હતું. મીડિયાની સામે શિવાનીએ જ એશ્વર્યા વિશે આ વાતો જણાવી છે. એશ્વર્યાની ફ્રેંડ શિવાનીએ જણાવ્યું છે કે તે સમયે એશ્વર્યાના લોકેજમાં ઘણા દીવાના હતા અને એશ્વર્યા કોલેજની સૌથી સુંદર છોકરી હતી. પરંતુ તે સમયે એશ્વર્યાની નજર એક ખાસ વ્યક્તિને શોધી રહી હતી. આ ખાસ વ્યક્તિ કોલેજનો કોઈ વિદ્યાર્થી નહિ પણ કોલેજનો ફિજિક્સ ટીચર હતો. અને તેને ઇમ્પ્રેશ કરવા માટે એશ્વર્યા કોલેજમાં સૌથી આગળ બેસતી હતી.

એશ્વર્યા કરતી હતી આવા પ્રયત્નો: એશ્વર્યા રાય તે સમયે ટીચર પર એટલી ફિદા હતી કે તે ઘણી વાર તેને શોધવા માટે લેક્ચરની વચ્ચે પાણી પીવા અથવા વોશરૂમના બહાને બહાર નીકળતી હતી અને તેના ક્લાસની આજુબાજુ ચક્કર લગાવતી હતી. આટલું જ નહીં, એશ્વર્યા તેના ક્લાસમાં એક દિવસ પહેલાજ ટોપિક્સનો અભ્યાસ કરીને આવતી હતી જેથી તે ક્લાસમાં સૌથી પહેલા જવાબ આપી શકે અને કદાચ તેનાથી ટીચર પર સારી ઇમ્પ્રેશન પડે.

 

આજે જિંદગીમાં આગળ વધી ચુકી છે: જો વાત કરીએ કોલેજના દિવસોની, તો આ બાબતો ઘણા સમય પહેલાની હતી અને બોલિવૂડમાં આટલું મોટું નામ બનાવ્યા પછી ક્યાંક ને ક્યાંક એશ્વર્યાના દિલ પરથી તેના ફિજિક્સ ટીચરની તે બધી ફીલિંગ ઓછી થઈ ગઈ હતી. જેના કારણે તેનું નામ સલમાનથી લઈને રણવીર કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે જોડાયું. પરંતુ આજે તેણે બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા છે અને તેમના લગ્નને હવે 10 વર્ષ થયા છે. આજે તે છેલ્લા 10 વર્ષથી ખૂબ જ ખુશ વિવાહિત જીવન જીવે છે અને તેને એક પુત્રી પણ છે જેનું નામ આરાધ્યા છે.

Leave a Reply

Your email address will not be published.