હૂબહૂ પોતાની માતા જેવી જ લાગે છે એશ્વર્યા રાય, જુવો તેની માતા વૃન્દા રાયની સુંદર તસવીરો

બોલિવુડ

એશ્વર્યા રાય બચ્ચન માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં શામેલ છે. તેની સુંદરતાના દરેક દિવાના છે. પરંતુ આ બલાની સુંદરત તેમને મળી ક્યાંથી? સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે બાળકોને તેમની સુંદરતા તેમના માતાપિતા પાસેથી મળે છે. એશ્વર્યા સાથે પણ આવું જ બન્યું. એશ્વર્યા તેની માતા વૃંદા રાયની ખૂબ નજીક છે. થોડા દિવસો પહેલા એશ્વર્યા રાયના બાળપણની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

આ તસવીરોમાં જોઇ શકાય છે કે એશ માતાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તે તેની સામે મૂકેલી કેક જોઈ રહી છે. આ તસવીરને જોઇને દરેક સ્પષ્ટ કહી શકે છે કે એશ્વર્યા બિલકુલ તેની માતા પર ગઈ છે. તે તેની માતા જેવી જ લાગે છે. મહત્ત્વની વાત એ છે કે એશ્વર્યા રાયે તેમના માતાપિતા કૃષ્ણરાજ રાય અને માતા વૃંદાની 50 મી મેરેજ એનિવર્સરી પર બંનેની એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેમના યુવાનીના દિવસોની છે. આ તસવીર સાથે તેણે લખ્યું કે તમારા માટે હંમેશા માટે પ્રેમ. તમને બંનેને 50 મી એનિવર્સરીની શુભકામનાઓ મારા ગોલ્ડન એંજલ્સ.

આ પહેલા પણ બ્યુટી ક્વીન એશ્વર્યા રાયની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે તેની માતા સાથે બેસીને જમતા જોવા મળી રહી છે. તેની આ તસવીર વર્ષ 1994 ની છે. તે સમયે એશ્વર્યાએ તેની સુંદરતાથી ‘મિસ વર્લ્ડ’ નો એવોર્ડ જીત્યો હતો. દુનિયાની સૌથી સુંદર મહિલાનો મેળવ્યા પછી, તેણે તેની માતા વૃંદા રાય સાથે જમીન પર બેસીને ભોજન કર્યું હતું. આ સાથે જમતી વખતે તેણે તેના માથા પર મિસ વર્લ્ડનો તાજ પણ પહેર્યો હતો.

જ્યારે એશ્વર્યાએ મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો ત્યારે ઇવેન્ટના હોસ્ટે તેને ડેટ માટે પુછ્યું હતું. તેણે આ ઓફર માટે મનાઈ કરી હતી. આ સાથે જ એશ્વર્યા રાય બચ્ચનને 2014 ની મિસ વર્લ્ડ સ્પર્ધા દરમિયાન સૌથી સફળ મિસ વર્લ્ડના સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2014 માં યોજાયેલી આ સ્પર્ધામાં તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું હતું.

ત્યાર પછી એશ્વર્યાએ વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની 9 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું છે. આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર, 2011 ના રોજ થયો હતો. એશ્વર્યા પહેલી ઈંડિયન અને સાઉથ ઈંડિયન અભિનેત્રી છે જે ઓપરા વિનફ્રેના શો પર જઈ ચુકી છે. એશે કહ્યું હતું કે તેને પોતાના પતિ અભિષેક માટે રસોઈ બનાવવી અને આરાધ્યા સાથે સમય પસાર કરવો સારું લાગે છે.

એશ્વર્યાએ 21 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો હતો. તે સમયે તે આર્કિટેક્ટની વિદ્યાર્થી હતી. મિસ વર્લ્ડ બન્યા પછી તેણે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેમણે 1997 માં ‘ઔર પ્યાર હો ગયા’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત તેણે ‘આ અબ લૌટ ચલે’ (1999), ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999), ‘તાલ’ (1999), ‘જોશ’ (2000), ‘મોહબ્બતેં’ (2000), ‘ધૂમ 2′(2006), ‘ગુરુ'(2007), સરબજીત, જાઝબા, રોબોટ અને ફન્ને ખાન સહિટ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.