આજ સુધી જીમ નથી ગઈ એશ્વર્યા રાય, છાતાં પણ 45ની ઉંમરમાં કેવી રીતે દેખાય છે ગજબની સુંદર, જાણો અહિં

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હોવા ઉપરાંત, મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી અભિનેત્રી એશ્વર્યા રાય આજે 46 વર્ષની છે. જો કે આજે પણ જ્યારે વાત બોલીવુડની સુંદર અભિનેત્રીની આવે છે, ત્યારે તે લિસ્ટ એશ્વર્યાના નામ વિના અધુરુ લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેમના કેટલાક સુંદરતાના રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ.

એશને પસંદ નથી જીમ જવું: ઘણા લોકોને આ વાત ખોટી લાગે છે કે એશ્વર્યા ક્યારેય પણ જીમ નથી ગઈ. આ એટલા માટે કારણ કે તેમનું માનવું એ છે કે થોડા યોગ અને સારા ખોરાક વ્યક્તિની સુંદરતા જાળવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તે એક દિવસ પણ તેના ડાયટ ચાટ સાથે ચીટ કરતી નથી અને ન તો યોગ વગર એક પણ દિવસ જવા દે છે.

એશનું ફિટનેસ રૂટીન: એક ઇન્ટરવ્યૂ દરમિયાન એશ્વર્યાએ જણાવ્યું હતું કે તે દરરોજ જોગિંગ અને ફાસ્ટ વોક કરે છે, ત્યાર પછી તે 45 મિનિટ સુધી યોગ કરે છે. કેટલીકવાર જ્યારે કંટાળો આવે છે ત્યારે તે કાર્ડિયો એક્સરસાઇઝનો સહારો પણ લે છે. અને કેટલીકવાર થોડા દિવસના અંતરે અભિનેત્રી પાવર યોગનો સમાવેશ પણ કરે છે.

આવું છે એશ્વર્યાનું ડાયેટ રૂટીન: એશ્વર્યા હંમેશાં તેના દિવસની શરૂઆત નવશેકા પાણી સાથે લીંબુ અને મધ લઈને કરે છે. એશ્વર્યા તેના કામમાં કેટલી પણ વ્યસ્ત કેમ ન હોય, તે ક્યારેય તેનો સવારનો નાસ્તો સ્કિપ કરતી નથી કારણ કે તેનું માનવું છે કે નાસ્તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફિટ બોડી માટે ખૂબ જ જરૂરી છે. ડાયટમાં એશ્વર્યા સૌથી વધુ પ્રોટીન અને ફાઇબરયુક્ત નાસ્તાને મહત્વ આપે છે કારણ કે તેનાથી દિવસભરના થાક સાથે લડાવાની ભરપૂર ઉર્જા મળે છે અને દિવસની શરૂઆત સારી રીતે થાય છે.

આ ખોરાકથી દૂર રહે છે એશ: ફાસ્ટ ફૂડ અથવા જંક ફુડ્સ અને તળેલા ખોરાકથી એશ્વર્યા ઘણા લાંબા સમયથી દૂર છે, જેના કારણે આજ સુધી તેના શરીર પર કરચલી જોવા મળતી નથી. આવા ખોરાક શરીરને આળસી બનાવે છે અને સુંદરતા પર પણ ખૂબ જ ખરાબ અસર જોવા મળે છે.

આવી છે એશ્વર્યાની ભોજન લેવાની રીત: એક સમયે એશ્વર્યા ક્યારેય પણ વધારે પ્રમાણમાં ખોરાક લેતી નથી. પરંતુ તે તેના ડાયટને ઘણા નાના ભાગોમાં વહેંચીને લેવાનું પસંદ કરે છે. તે કહે છે કે આવી રીતે ખોરાક લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે અને પાચન તંત્રને યોગ્ય રીતે કામ કરવાની સંપૂર્ણ તક મળે છે અને ખોટા પદાર્થો સરળતાથી ફિલ્ટર થાય છે.

આવું છે એશ્વર્યાનું લંચ અને ડિનર: બપોરના ભોજન વિશે વાત કરીએ તો આ સમયે એશ્વર્યા સામાન્ય રીતે સલાડ, બાફેલા શાકભાજી, દાળ અને રોટલી ખાવાનું પસંદ કરે છે, જે સારી રીતે પાચન થાય છે. રાત્રિભોજનની વાત કરીએ તો રાત્રે તેને ખૂબ જ હળવો ખોરાક ખાવાનું પસંદ છે, જેમાં તેઓ માત્ર સલાડ અને બાફેલા શાકભાજી લેવાનું પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.