સુંદરતામાં એશ્વર્યા રાયથી બિલકુલ પણ ઓછી નથી તેની ભાભી, તસવીરો જોઈને તમે પણ થઈ જશો તેના દીવાના

બોલિવુડ

એશ્વર્યા રાય બચ્ચનની ગણતરી હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાં થાય છે. એશ્વર્યા રાયે આખી દુનિયામાં પોતાની ખાસ અને મોટી ઓળખ બનાવી છે. જ્યારે પણ વાત હિન્દી સિનેમાની સુંદર અભિનેત્રીઓની આવે છે ત્યારે એશ્વર્યા દરેકને પાછળ છોડી દે છે.

એશ્વર્યા રાય અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે પોતાની ફિલ્મોથી મોટું નામ કમાવ્યું છે. જો કે આજે અમે તમારી સાથે એશ્વર્યા વિશે નહીં પરંતુ તેની સાથે જોડાયેલી એક ખૂબ જ ખાસ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ. અમે તમારી સાથે જેની વાત કરી રહ્યા છીએ તે છે એશ્વર્યા રાયની ભાભી. એશ્વર્યાની ભાભીનું નામ શ્રીમા રાય છે.

એશ્વર્યા રાયના ભાઈનું નામ આદિત્ય રાય છે. આદિત્યએ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા હતા. શ્રીમા રાય સુંદરતાની બાબતમાં એશ્વર્યાથી બિલકુલ ઓછી નથી. શ્રીમા રાય પોતાની નણંદ એશ્વર્યાને સુંદરતાની બાબતમાં ટક્કર આપે છે. તેની તસવીરો પરથી એ સ્પષ્ટ થાય છે.

શ્રીમા અને તેની નણંદ એશ્વર્યામાં એક વાત કોમન છે. બંને મોડલિંગની દુનિયામાં નામ કમાઈ ચુકી છે. એશ્વર્યાની જેમ શ્રીમા પણ મોડલ રહી ચુકી છે. તે વર્ષ 2009માં ‘મિસિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે.

એશ્વર્યા અને શ્રીમા વચ્ચે સારો સંબંધ છે. બંને એક મજબૂત બોન્ડિંગ શેર કરે છે. કહેવાય છે કે શ્રીમાનો ઉછેર અમેરિકામાં થયો હતો. કર્ણાટકના મેંગ્લોર સાથે સંબંધ ધરાવતી શ્રીમા પછી પતિ આદિત્ય સાથે મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ હતી. બંને પોતાના બે બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

શ્રીમા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને ફોલોઅર્સની કોઈ કમી નથી. શ્રીમા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે. તે અવારનવાર પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લે છે.

ઈન્સ્ટાગ્રામ પર શ્રીમાને 98 હજાર લોકો ફોલો કરે છે. તે 1900 થી વધુ પોસ્ટ શેર કરી ચુકી છે અને તે પોતે ઇન્સ્ટા પર 928 લોકોને ફોલો કરે છે.

નણંદ એશ્વર્યા સાથે મજબૂત બોન્ડિંગ શેર કરનાર શ્રીમા એશ્વર્યા વિશે કહે છે કે, “હું ઐશ્વર્યાને સુપરસ્ટાર તરીકે નથી જોતી, સૌથી પહેલા તે મારી નણંદ છે”.

નણંદ વિશે શ્રીમાએ આગળ કહ્યું હયું કે, “એશ્વર્યા રેમ્પ વોકમાં પ્રોફેશનલ છે અને તે એક્સપ્રેશનને લઈને મારી સાથે કેટલીક ટીપ્સ શેર કરે છે. તેણે મને સૌથી ખાસ ચીજ એ જણાવી હતી કે બધું ભૂલીને તે ક્ષણને એન્જોય કરવી જોઈએ.”