લગ્ન પછી એશ્વર્યા રાય બચ્ચનને બદલવું પડ્યું 45 લાખનું પોતાનું મંગલસૂત્ર, જાણો શું હતી મજબૂરી

બોલિવુડ

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બોલિવૂડની પ્રખ્યાત કપલમાંની એક ​​કપલ છે. આ બંનેએ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 2012 માં એક પુત્રી પણ હતી, જેનું નામ તેમણે આરાધ્યા બચ્ચન રાખ્યું. એશ્વર્યા અને અભિષેકના લગ્નની ચર્ચાઓ આજે પણ થાય છે.

લગ્નમાં પહેર્યું હતું 45 લાખનું મંગલસુત્ર: તેના લગ્નમાં એશ્વર્યાએ 75 લાખ રૂપિયાની પરંપરાગત કંજીવરામ સાડી પહેરી હતી. તે જ સમયે, તેના મંગલસૂત્રની કિંમત 45 લાખ રૂપિયા હતી. એશ્વર્યા જ્યારે લગ્ન પછી તિરૂપતિ બાલાજી મંદિર ગઈ ત્યારે તેનું મંગલસૂત્ર મીડિયા સામે આવ્યું. જોકે લગ્નના થોડા સમય પછી એશ્વર્યાએ આ મંગલસૂત્ર બદલી નાખ્યું હતું. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો હતો તો કે એવી તે કઈ મજબૂરી આવી કે એશ્વર્યાને તેનું મંગલસૂત્ર બદલવું પડ્યું.

એશ્વર્યાનું પહેલું મંગલસૂત્ર લંબાઈમાં ખૂબ મોટું હતું. તેમાં એક હીરાનું પેંડલ પણ લગાવેલું હતું. પછી જ્યારે એશ્વર્યાએ લગ્ન પછી તેનું મંગલસૂત્ર બદલ્યું તો તે નેકલાઇન સુધીનું હતું. આ સિવાય તેના પ્રથમ મંગલસૂત્રની તુલનામાં એશ્વર્યાએ તેમાં ડબલ લેયરને કાઢીને એક જ લેયર કરાવ્યું હતું. જો કે, તેણે પોતાનું પેન્ડલ જૂનું જ રાખ્યું હતું.

આ કારણે એશ્વર્યાએ બદલ્યું તેનું મંગલસૂત્ર: હવે આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે એશ્વર્યા જેવી અમીર સેલિબ્રેટીએ તેનું મંગલસૂત્ર મોટામાંથી નાનું કેમ કરાવ્યું? ખરેખર એશે આવું તેની પુત્રી આરાધ્યા માટે કર્યું હતું. આટલા મોટા મંગલસૂત્રની સાથે તેમને આરાધ્યાની સંભાળ લેવામાં મુશ્કેલી આવતી હતી. જ્યારે તે આરાધ્યા સાથે રમતી હતી અથવા તેને ખવડાવતી હતી, ત્યારે આ મોટું મંગલસૂત્ર મુશ્કેલી આપતું હતું. આ જ કારણ છે કે તેઓએ તેમના મંગલસૂત્રને નાનું બનાવ્યું.

કામની વાત કરીએ તો એશ્વર્યા છેલ્લી વખત ફિલ્મ ‘ફન્ને ખાન’ માં જોવા મળી હતી. વર્ષ 2018 માં આવેલી ફિલ્મમાં તે અનિલ કપૂર અને રાજકુમાર રાવની સાથે જોવા મળી હતી. આ પહેલા રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’ માં તેનો બોલ્ડ અંદાઝ જોવા મળ્યો હતો. એશ્વર્યા બોલિવૂડમાં તેની સુંદરતા માટે જાણીતી છે. 21 વર્ષની ઉંમરે તે ‘મિસ ઈન્ડિયા’ અને ‘મિસ વર્લ્ડ’ બંને બની હતી. હાલમાં તે 46 વર્ષની છે પરંતુ આજે પણ તેની સુંદરતા અકબંધ છે. તેણે પોતાની જાતને ખૂબ સારી રીતે જાળવી રાખી છે.

34 thoughts on “લગ્ન પછી એશ્વર્યા રાય બચ્ચનને બદલવું પડ્યું 45 લાખનું પોતાનું મંગલસૂત્ર, જાણો શું હતી મજબૂરી

Leave a Reply

Your email address will not be published.