1994 માં કંઈક આવી દેખાતી હતી વિશ્વ સુંદરી એશ્વર્યા રાય, જુવો તેની જૂની તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. એશ્વર્યા રાય એક એવી અભિનેત્રી છે જેણે પોતાની એક્ટિંગ અને કળાથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે દેશ-વિદેશમાં જાણીતી છે. એશ્વર્યા રાયે ફિલ્મી દુનિયાને ઘણી સારી ફિલ્મોની ગિફ્ટ આપી છે અને દરેક ફિલ્મમાં તેણે કેટલીક નવી અને સારી ભૂમિકાઓ નિભાવી છે. એશ્વર્યા રાયે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે.

હાલના સમયમાં એશ્વર્યા રાય કોઈ ઓળખની મોહતાજ નથી. આ દરમિયાન એશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેની 1994-95ની મિસ વર્લ્ડ ટૂર દરમિયાનનો છે. એશ્વર્યા રાયે આ એવોર્ડ 19 નવેમ્બર 1994ના રોજ જીત્યો હતો. આ દિવસે ભારતની આ સુંદરી વિશ્વ સુંદરી બની હતી અને દેશનું ગૌરવ વધાર્યું હતું. એશ્વર્યા રાયે લગભગ 29 વર્ષ પહેલા આ એવોર્ડ જીત્યો હતો. તે સમયે તેના ચેહરાનું નૂર જોતા જ બની રહ્યું હતું.

1994માં જ્યારે મિસ વર્લ્ડ બની એશ્વર્યા રાય ત્યારે દેખાતી હતી આવી: એશ્વર્યા રાયનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે મરૂન કલરની સિમ્પલ સાડીમાં એશ્વર્યાની સુંદરતા અસાધારણ છે. આ વીડિયોમાં 29 વર્ષ પહેલાની એશ્વર્યા ઈંડિયન અને વેસ્ટર્ન બંને લુકમાં જોવા મળી શકે છે. એશ્વર્યા રાયની ચાલવાની રીત હોય કે વાતચીત કરવાની, દરેક ચીજમાં એક અજોડ સાદગી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે એશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો તે સમયે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. મિસ વર્લ્ડ સ્પર્ધામાં પૂછાયેલા પ્રશ્નોના સ્માર્ટ જવાબો આપીને એશ્વર્યાએ આ એવોર્ડ જીત્યો હતો. ત્યાં હાજર લોકો માત્ર તેની સુંદરતા જ નહીં પરંતુ તેના ટેલેંટના પણ દીવાના થઈ ગયા હતા. એશ્વર્યા રાયે 86 દેશોની સુંદરીઓને પાછળ છોડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો, ત્યાર પછી પણ ભારતમાં ઘણી સુંદરીઓએ આ એવોર્ડ જીત્યો હતો, પરંતુ આજે પણ એશ્વર્યાની સુંદરતાની ચર્ચા દુનિયાભરમાં થાય છે.

મિસ વર્લ્ડ સ્પર્ધા જીત્યા પછી તેને બોલિવૂડમાં ફિલ્મોની ઓફર મળવા લાગી અને પછી એશ્વર્યાએ એક્ટિંગને પોતાનું પ્રોફેશન બનાવી લીધું. માત્ર સુંદરતા જ નહીં, પરંતુ એશ્વર્યા રાયે પોતાની કુશળતાના આધારે આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે બોલિવૂડમાં પણ તેણે પોતાની જાતને સાબિત કરી બતાવી છે. આ થ્રોબેક વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકો એશ્વર્યા રાયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, “સાચે જ ભગવાને તેને ખૂબ જ નિરાતે બનાવી છે.” સાથે જ એક અન્ય યુઝરે લખ્યું, “મેં આટલા સુંદર આજ સુધી કોઈને જોયા નથી.”

એશ્વર્યા રાયના લગ્ન: જણાવી દઈએ કે એશ્વર્યા રાયે 2007માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ભારતના હાઈપ્રોફાઈલ લગ્નોમાંથી એક હતા જેમાં માત્ર થોડા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય એક પુત્રીના માતા-પિતા છે. તેમની પુત્રીનું નામ આરાધ્યા છે.