દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં એશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોપ લિસ્ટમાં આવે છે. એશ્વર્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. તેમણે 1994માં મિસ વર્લ્ડનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. કહેવાય છે કે એશ્વર્યા જેવું કોઈ નથી. પરંતુ આજે અમે તમને એશ્વર્યા જેવી એક કે બે નહીં પરંતુ 5 મહિલાઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તે દરેક તેની હમશકલ તરીકે પ્રખ્યાત છે.
1. આમના ઈમરાન: આમના ઈમરાન પાકિસ્તાનની રહેવાસી છે. તે લૂકમાં એશ્વર્યા રાય જેવી જ છે. તે વ્યવસાયે એક મેડિકલ પ્રોફેશનલ છે. પાકિસ્તાની હોવા છતાં, આમનાનું ભારતીય કનેક્શન છે. તેના દાદા દાદી ભારતીય હતા, જ્યારે તેના નાના-નાની અફઘાનિસ્તાની છે. આમના અંગ્રેજી, ફારસી, પંજાબી અને ઉર્દુ સારી રીતે બોલી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો તેને એશ્વર્યાની હમશકલ કહે છે.
2. મહલાઘા જબેરી: મહલાઘા જાબેરી એક ઈરાની મોડલ છે. તેની ભૂરી આંખો જોઈ લો અથવા સુંદર હોઠ જોઈ લો, તેના શરીરના ઘણા ફીચર એશ્વર્યા સાય સાથે મેચ થાય છે. તે ભારતમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે 2019 માં ભારતની મુલાકાતે આવી હતી. અહીં તેની મંદિરની બહારની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. તેને જોઈને લોકોએ તેને એશ્વર્યા રાયના હમશકલનું બિરુદ આપ્યું હતું.
3. અમૂજ અમૃતા: એશ્વર્યાની હમશકલ અમૂજ અમૃતા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ હતી. તેણે એશ્વર્યાની ફિલ્મ કંદુકોન્ડેન કંદુકોન્ડેન નો એક સીન રિક્રિએટ કરીને સનસનાટી મચાવી હતી. તેમાં તેનું એશની જેમ નજરોથી રમવું અને પરફેક્ટ લિપ સિંક કરવું લોકોને પસંદ આવ્યું હતું. તે એક સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ હતી.
4. માનસી નાઈક: માનસી નાઈક એક મરાઠી અભિનેત્રી છે. તે એશની ફિલ્મ જોધા અકબરનો એક સીન રી-ક્રિએટ કરીને હેડલાઈન્સમાં આવી હતી. તેના એશની કોપી કરતા ઘણા ટિક ટોક વીડિયો પણ વાયરલ થયા હતા. તેને એશ્વર્યાની હૂબહૂ કોપી કરવા માટે પ્રશંસા મળી હતી. ત્યાર પછી લોકો તેને એશ્વર્યા રાય બચ્ચનની હમશકલ તરીકે ઓળખવા લાગ્યા.
5. સ્નેહા ઉલ્લાલ: એશ્વર્યા રાય સાથે બ્રેકઅપ પછી સલમાન ખાન અભિનેત્રી સ્નેહા ઉલ્લાલને બોલિવૂડમાં લાવ્યા હતા. સ્નેહાએ વર્ષ 2005માં સલમાન ખાનની ફિલ્મ લકીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને જોઈને દરેક કહેતા હતા કે સલમાન એશ્વર્યાની હમશકલ લઈને આવ્યા છે.
સ્નેહા તે સમયે એશ્વર્યાની હમશકલ તરીકે ખૂબ જ લોકપ્રિય બની હતી. જો કે બોલિવૂડમાં તેનો સિક્કો ન ચાલ્યો. તેની દરેક ફિલ્મો ફ્લોપ રહી. તેણે ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ કોઈએ ભાવ ન આપ્યો. કેટલાક લોકોનું માનવું છે કે દરેક વ્યક્તિના દુનિયામાં 7 હમશકલ હોય છે. જો આ વાત સાચી છે તો આપણને ભવિષ્યમાં એશ્વર્યાની અન્ય બે હમશકલ જોવા મળી શકે છે.