એશ્વર્યા-કાજોલથી લઈને શિલ્પા સુધી, આ 5 અભિનેત્રીઓના સાસુ સાથે છે કંઈક આવા સંબંધ, તસવીરો પરથી જાણો સત્ય

બોલિવુડ

સાસુ-વહુનો સંબંધ આપણા દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પછી ભલે કોઈ સામાન્ય પરિવાર હોય કે કોઈ ખાસ પરિવાર. સાસુ-વહુના સંબંધો પર તે પરિવારની ઘણી ચીજો નિર્ભર હોય છે. બોલિવૂડની ઘણી એવી સાસુ-વહુ છે જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજાની ખૂબ જ નજીક છે. અન્ય લોકોને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. તો ચાલો જાણીએ આવી 5 સાસુ-વહુની જોડી વિશે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી હિન્દી સિનેમાની ફિટ અને હિટ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે. શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં મોટા બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજની માતા અને શિલ્પાની સાસુનું નામ ઉષા કુન્દ્રા છે. કહેવાય છે કે અભિનેત્રી શિલ્પા પોતાની સાસુ ઉષાને સાસુ નહીં પરંતુ પોતાની મિત્ર માને છે. તો સાથે જ ઉષા પોતાની વહુના વખાણના પુલ બાંધતી રહે છે. બંને વચ્ચે એક મજબૂત બોન્ડિંગ છે.

કાજોલ: કાજોલ જ્યારે 24 વર્ષની હતી ત્યારે તેણે જાણીતા અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 1994માં મળ્યા હતા અને પછી ડેટિંગ કરવા લાગ્યા હતા. ત્યાર પછી વર્ષ 1999 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. કાજોલે તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તે પોતાની સાસુ વીણા દેવગણને માતા નહીં પરંતુ આંટી કહીને બોલાવતી હતી, જોકે સમયની સાથે કાજોલનો પોતાની સાસુ સાથે સંબંધ સારો બનતો ગયો. કાજોલ પોતાની સાસુની ખૂબ નજીક છે.

એશ્વર્યા રાય બચ્ચન: વિશ્વ સુંદરીનો એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, બચ્ચન પરિવારની પુત્રવધૂ છે. વર્ષ 2007માં એશ્વર્યાએ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને તે બચ્ચન પરિવારનો એક અભિન્ન ભાગ બની ગઈ હતી. એશ્વર્યાનો સાસુ જયા બચ્ચન સાથે ખૂબ સારો સંબંધ છે. સાસુ અને વહુની આ જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બોલિવૂડમાં પણ સાસુ અને વહુની આ જોડી ખૂબ લોકપ્રિય છે. બંને એકબીજા સાથે જાહેર કાર્યક્રમોમાં પણ મજબૂત બોન્ડ શેર કરતા જોવા મળે છે.

જેનેલિયા ડિસૂઝા: અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેનેલિયાએ જાણીતા અભિનેતા રિતેશ દેશમુખ સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. જેનેલિયાની સાસુ અને રિતેશની માતાનું નામ વૈશાલી દેશમુખ છે. તસવીરમાં તમે જેનેલિયા અને વૈશાલી દેશમુખનો બોન્ડિંગ જોઈ શકો છો.

સોનાલી બેન્દ્રે: સોનાલી બેન્દ્રે હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. ઘણી સુંદર ફિલ્મોમાં કામ કરનાર સોનાલીના પતિનું નામ ગોલ્ડી બહલ છે, જે એક ફિલ્મ પ્રોડ્યુસર છે. સાથે જ સોનાલીની સાસુનું નામ મધુ બહલ છે. સોનાલીનો પણ તેની સાસુ સાથે સારો સંબંધ છે અને બંને એકબીજાની ખૂબ નજીક છે.