સલમાન જ નહિં પરંતુ આ 4 અભિનેતા પ્રેમમાં કેદ થઈ હતી એશ્વર્યા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

એશ્વર્યા રાય હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેણે તેની સુંદરતાથી તો આખી દુનિયાને દીવાના બનાવ્યા છે, સાથે જ તે તેની ફિલ્મો અને પોતાના લવ અફેયર્સને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાલો આજે તમને એશ્વર્યા રાય બચ્ચના દરેક લવ અફેયર્સ વિશે જણાવીએ.

એશ્વર્યાનો જન્મ 1 નવેમ્બર 1973 માં કર્ણાટકના મેંગ્લોરમાં થયો હતો. પછી એશ્વર્યા રાયનો પરિવાર મુંબઇ આવી ગયો હતો. એશ્વર્યા રાયે હિન્દીની સાથે સાથે ઈંગ્લિશ, તમિલ અને બંગાળી ભાષામાં કુલ 40 ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1997 માં તમિલ સિનેમાથી થઈ હતી. આ દરમિયાન તેની ફિલ્મ ‘જીન્સ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યાર પછી વર્ષ 1999 માં તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત થઈ.

બોલીવુડમાં એશ્વર્યા રાય બચ્ચનની પહેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ હતી. જેમાં બોબી દેઓલે પણ કામ કર્યું હતું, જોકે આ ફિલ્મ સફળ રહી ન હતી. ત્યાર પછી એશ્વર્યાએ અજય દેવગન અને સલમાન ખાન સાથે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ખૂબ સફળતા મેળવી હતી અને એશ્વર્યાની બોલિવૂડ કારકિર્દી ચાલી ગઈ. હવે ચાલો તેના અફેર્સ પર એક નજર કરીએ.

સલમાન ખાન: એશ્વર્યાનું સૌથી ચર્ચિત અફેર અભિનેતા સલમાન ખાન સાથે રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ દરમિયાન તે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. પરંતુ તેમનો સંબંધ બે વર્ષ પછી સમાપ્ત થઈ ગયો. એશ્વર્યા રાયે બ્રેકઅપ વિશે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સલમાન અને મારો માર્ચ મહિનામાં બ્રેકઅપ થયો હતો, પરંતુ તે આ વાત માનવા માટે તૈયાર નથી. જ્યારે અમારો બ્રેકઅપ થયો ત્યારે તેમણે મને ફોન કરીને વાહિયાત વાતો કહી. તેણે મારા પર હાથ પણ ઉઠાવ્યો. હું ભાગ્યશાળી રહી કે મારપીટનું કોઈ નિશાન ન પડ્યું. સલમાનના હિંસક સ્વભાવને કારણે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો.”

આ સાથે જ સલમાને તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “નહિં, મેં તેને ક્યારેય મારી નથી. તે એક સમય હતો જ્યારે મે મારો કંટ્રોલ ગુમાવ્યો હતો. તેણે મારા પર ચમચી ફેંકી અને મારી. મારા માથા પ્પર પ્લેટ તોડી હતી. મારા કોલરને પકડીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મે પણ તેના પર હાથ ઉપાડ્યો.”

વિવેક ઓબેરોય: સલમાન પછી એશ્વર્યાનું નામ અભિનેતા વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. તેમના સંબંધો વિશે એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તે હંમેશા વિવેક સાથે મિત્ર બનીને ઉભી રહી છે. તેમણે કપલ તરીકે એવોર્ડ શો અને ચેરિટેબલ ફંક્શન અટેંડ કર્યા છે, દેશ-વિદેશમાં સાથે મુસાફરી કરી છે અને એક સાથે ફિલ્મ ‘ક્યૂં… હો ગયા ન’ માં કામ પણ કર્યું છે, જે વિવેકના મિત્ર નિક એ ડાયરેક્ટ કરી હતી.

સૂત્રએ આગળ કહ્યું કે, ‘એશે વિવેકને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન નહીં કરે. એશે વિવેક સાથેના તેના સંબંધોને તોડવાની વાત પણ કરી હતી. બંનેના બ્રેકઅપનું કારણ તે બંને જ જાણે છે. તે મિત્ર તરીકે વિવેકને પસંદ કરે છે અને તે તેના વિશે કંઈ નેગેટિવ કહેવા ઈચ્છતી નથી.

રાજીવ મૂલચંદાની: મોડેલ રાજીવ મૂળચંદની સાથે પણ એશ્વર્યાનું નામ જોડાયું છે. તે અભિનેત્રી મનીષા કોઈરાલાના બોયફ્રેંડ પણ રહી ચુક્યા છે. રાજીવ અને એશ્વર્યાના સંબંધને લઈને વાત મનીષાના એક નિવેદનથી થઈ હતી. એક ઇન્ટરવ્યુમાં મનીષાએ કહ્યું હતું કે, તે રાજીવને ડેટ કરી રહી છે અને રાજીવે તેની સાથે રિલેશનશિપ રાખવા માટે એશ્વર્યા રાયને છોડી દીધી છે.

અભિષેક બચ્ચન: અભિષેક અને એશ્વર્યાએ વર્ષ 2000 માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ અને 2003 માં ‘કુછ ના કહો’ માં કામ કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા બની હતી. પછી આગળ જઈને સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. અભિષેકે યોગ્ય સમય જોઈને વર્ષ 2007 માં લગ્ન માટે એશ્વર્યાને પ્રપોઝ કર્યો અને એશ્વર્યાએ પણ હા પાડી. આ દરમિયાન બંને ટોરંટો માં કોઈ ફિલ્મ માટે ગયા હતા.

એશ્વર્યા અને અભિષેક જ્યારે ભારત પરત ફર્યા ત્યારે બંનેની સગાઈ થઈ ગઈ અને પછી ખૂબ ધામધૂમથી બંને 20 એપ્રિલ 2007 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ મોટા લગ્નમાં બોલિવૂડની મોટી-મોટી હસ્તી શામેલ થઈ હતી. લગ્ન પછી એશ્વર્યા ધીમે ધીમે ફિલ્મોથી દૂર થવા લાગી.

જણાવી દઈએ કે લગ્નના ચાર વર્ષ પછી એશ્વર્યા અને અભિષેકે તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. વર્ષ 2011 માં એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું. આરાધ્યાને ચર્ચિત સ્ટાર કિડ માનવામાં આવે છે. તે હવે 9 વર્ષની થઈ ચુકી છે અને ઘણીવાર તેના માતાપિતા અને દાદા અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે.

જણાવી દઈએ કે હવે એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મોમાં જોવા મળતી નથી. તે લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે. પોતાની સંપત્તિ વિશે વાત કરીએ તો એશ્વર્યા 31 મિલિયન ડૉલર એટલે કે આશરે 227 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તેની પાસે ‘ઓડી એ 8 એલ’, ‘મર્સિડીઝ બેન્ઝ એસ 500’, ‘મર્સિડીઝ બેન્ઝ એસ350 ડી’, ‘બેન્ટલે કોંટિનેંટલ જીટી’ અને ‘મર્સિડીઝ જીએલ 63 એએમજી’ જેવી લક્ઝરી કાર પણ છે.