કાન્સ ફેસ્ટિવલમાં 20 વર્ષ પહેલા એશ્વર્યા રાય સાથે બન્યું હતું કંઈક આવું, જે આજ સુધી ભૂલી શકી નથી અભિનેત્રી

બોલિવુડ

આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અલગ-અલગ દેશોમાં મનોરંજન દુનિયા સાથે જોડાયેલા કલાકાર આ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચે છે. અહીં રેડ કારપેટ પર ચલવું સ્ટાર્સને ગર્વ અનુભવવા જેવું લાગે છે. આ કારણસર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની સ્પર્ધા લાગી રહે છે.

આખી દુનિયાની નજર અહીં આવનાર સ્ટાર્સ પર રહે છે. ખાસ કરીને તેમના કપડા, ડ્રેસિંગ સેન્સની ચર્ચા પણ ખૂબ થાય છે. વિદેશી સમાચારોમાં પણ આ સમારોહ હેડલાઈન્સમાં રહે છે. આ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી એશ્વર્યા રાય સાથે 20 વર્ષ પહેલા જે થયું હતું તે અભિનેત્રી આજ સુધી ભૂલી શકી નથી. ચાલો જાણીએ શું થયું હતું.

17 મેથી થઈ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત: ફ્રાન્સમાં યોજાતો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થઈ ચુક્યો છે. અલગ-અલગ દેશોમાંથી કલાકાર અહીં પર ભાગ લેવા માટે પણ પહોંચી ચુક્યા છે. હોલીવુડના મોટા-મોટા કલાકારો અહીં જોવા મળે છે. તેમના કપડાં અને સ્ટાઈલ પર વિદેશી મીડિયાની નજર રહે છે. બોલિવૂડ પણ આ બાબતમાં પાછળ નથી.

બોલિવૂડની પણ ઘણી ભારતીય અભિનેત્રીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થવા માટે પહોંચી ગઈ છે. તેમાં એશ્વર્યા રાયથી લઈને બાહુબલી ફેમ તમન્ના ભાટિયા સુધીના નામ છે. ટીવી અભિનેત્રીઓ પણ આ કાર્યક્રમમાં જોવા મળશે. સાથે જ એશ્વર્યા રાય પણ પતિ અભિષેક બચ્ચન અને પુત્રી સાથે એરપોર્ટ પર ફ્રાન્સ જતા જોવા મળી હતી.

વર્ષ 2002માં પહેલી વખત એશ્વર્યા કાન્સ પહોંચી હતી: અભિનેત્રી એશ્વર્યા રાય આજકાલ બોલિવૂડ ફિલ્મોથી દૂર રહે છે. જો કે તેણે પહેલી વખત વર્ષ 2002માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન તે બોલિવૂડમાં પણ ખૂબ એક્ટિવ હતી. તેણે આ સમારોહમાં તે દરમિયાન ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને અભિનેતા શાહરૂખ ખાન સાથે ભાગ લીધો હતો.

એશ્વર્યાની કારકિર્દી તે દિવસોમાં ખૂબ ઉંચાઈ પર ચાલી રહી હતી. તેમની ફિલ્મ દેવદાસ રિલીઝ થઈ હતી જેને સંજય લીલા ભણસાલીએ જ બનાવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાને દેવદાસની ભુમિકા નિભાવી હતી અને એશ્વર્યા ‘પારો’ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

જાણો 20 વર્ષ પહેલા તેની સાથે શું થયું હતું: હવે અમે તમને જણાવીએ છીએ કે 20 વર્ષ પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છેવટે અભિનેત્રી સાથે શું થયું હતું, જેને તે આજ સુધી ભૂલી શકી નથી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે જ્યારે તેણે આ સમારોહમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે ભણસાલી અને શાહરૂખ સાથે તેણે રેડ કારપેટ પર રથમાં બેસીને એંટ્રી કરી હતી.

એશ્વર્યાએ કહ્યું હતું કે તેની ફિલ્મ દેવદાસને ત્યાં એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે લોકો ફિલ્મ જોઈને તેના દિવાના થઈ ગયા હતા. લગભગ 10 મિનિટ સુધી સમારોહમાં તેમના માટે તાળીઓ વાગતી રહી હતી. આવો રિસ્પોન્સ તે ક્યારેય ભૂલી નહિં શકે. તે દરમિયાન એશે પીળા રંગની સાડી અને ઘણાં દાગીના પહેરીને ત્યાં એંટ્રી કરી હતી. ત્રણેય ઈંડિયન સિનેમાના પ્રતિનિધિ તરીકે ત્યાં પહોંચ્યા હતા.