સોનાની સાડીથી લઈને 55 લાખની વીંટી સુધી, સૌથી મોંઘા હતા એશ્વર્યા-અભિષેકના લગ્ન, જુવો રોયલ લગ્નની તસવીરો

બોલિવુડ

‘મિસ વર્લ્ડ’નો એવોર્ડ જીતીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને કોણ નથી ઓળખતું. એશ્વર્યાએ પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોની વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી. રસપ્રદ વાત એ છે કે, એશ્વર્યા રાય બચ્ચન શરૂઆતથી લઈને અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે અને પોતાના દર્શકોનું મનોરંજન કરી રહી છે.

સાથે જ અમિતાભ બચ્ચનના ઘરની વહુ બન્યા પછી એશ્વર્યાની લોકપ્રિયતા બમણી થઈ ગઈ અને તે એક લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતી છે. જણાવી દઈએ કે, એશ્વર્યાના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા, તેમના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો ચાલો એશ્વર્યા અને અભિષેકના લગ્ન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન 20 એપ્રિલે તેમના લગ્નની 16મી એનિવર્સરી સેલિબ્રેટ કરશે. જણાવી દઈએ કે, લગ્ન પહેલા એશ્વર્યા અને અભિષેક એ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.

ત્યાર પછી તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. જોકે લગ્ન પહેલા એશ્વર્યાનું નામ સલમાન ખાનથી લઈને વિવેક ઓબેરોય જેવા અભિનેતાઓ સાથે જોડાયું હતું, તો સાથે જ અભિષેક બચ્ચનનું નામ કરિશ્મા કપૂર જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જો કે, જ્યારે આ બંને એકબીજાની નજીક આવ્યા તો તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો.

બંનેના લગ્ન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા લગ્નોમાંથી એક હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્નમાં લગભગ 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે તે સમયે સૌથી મોટી રકમ માનવામાં આવતી હતી.

જણાવી દઈએ કે, આ કપલના લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ શામેલ થયા હતા. આ ઉપરાંત અન્ય બિઝનેસ સાથે જોડાયેલી મોટી-મોટી હસ્તીઓ પણ તેમના લગ્નમાં હાજરી આપવા આવી હતી.

એશ્વર્યા અને અભિષેકે તેમના લગ્નમાં ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એશ્વર્યાએ પોતાના લગ્નમાં પ્રખ્યાત ડિઝાઈનર નીતા લુલ્લા દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી, જે ગોલ્ડન રંગની હતી અને તે કાંજીવરમ સાડી હતી.

આટલું જ નહીં પરંતુ આ સાડી પર 80 સોનાના દોરાઓથી કામ કરવામાં આવ્યું હતું, તેની કિંમત અંદાજે 75 લાખ આંકવામાં આવી હતી, જ્યારે અભિષેક બચ્ચને અબુ જાની અને સંદીપ દ્વારા ડિઝાઇન કરેલી શેરવાની પહેરી હતી, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

આ ઉપરાંત એશ્વર્યા અને અભિષેકની સગાઈની વીંટી પણ 55 લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. આટલું જ નહીં, પરંતુ એશ્વર્યા અને અભિષેકના હાથમાં જે મહેંદી લગાવવામાં આવી હતી તે પણ રાજસ્થાનના સોજતથી મંગાવવામાં આવી હતી, જે ખૂબ જ પ્રખ્યાત છે. જણાવી દઈએ કે લગ્ન પહેલા 15 કિલો મહેંદી મુંબઈ પહોંચાડવામાં આવી હતી, જેના માટે મોટી રકમ ચૂકવવી પડી હતી.

રિપોર્ટનું માનીએ તો લગ્નમાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ હતો. લગ્નની વિધિઓ પૂર્ણ થયા પછી આ તમામ તસવીરો સામે આવી હતી. આ ઉપરાંત અભિષેકે પોતે પણ ભૂતકાળમાં લગ્નની ન જોયેલી તસવીરો શેર કરી હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.