એશ્વર્યાની આ સ્ટાઈલની કાયલ છે જયા બચ્ચન, કહ્યું પોતે એક મોટી સ્ટાર છે પરંતુ પોતાને બધાથી પાછળ…

બોલિવુડ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેત્રી અને એસપી સાંસદ જયા બચ્ચન વચ્ચે એક ખાસ બોન્ડિંગ છે. આ સાસુ-વહુની જોડી બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે. બંને ઘણા પ્રસંગો પર ખાસ બોન્ડિંગ શેર કરતા જોવા મળે છે. એશ્વર્યા તેની સાસુ જયાને ખૂબ માન આપે છે, જ્યારે જયાના દિલમાં પણ પોતાની પુત્રવધૂ માટે ખૂબ જ પ્રેમ અને સમ્માન છે.

ઘણા પ્રસંગો પર જયા બચ્ચન પોતાની પુત્ર વધૂ એશ્વર્યાની પ્રશંસા કરી ચુકી છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં જયાએ કહ્યું હતું કે, તે તેમની વહુની એક વાતની કાયલ છે. જયા બચ્ચને પોતાના ઇન્ટરવ્યુમાં એશ્વર્યાની પ્રશંસા કરતા કહ્યું કે અમારા પરિવાર માટે એશ્વર્યા બિલકુલ પરફેક્ટ છે. એશ્વર્યા ક્યારેય કોઇ કામમાં પોતાની જાતને આગળ રાખતી નથી. પરંતુ તે બધાનું ધ્યાન રાખે છે અને પાછળ રહે છે.

જયા બચ્ચને કહ્યું હતું કે, આ વાતમાં કોઈ શંકા નથી કે એશ્વર્યા એક મોટી સ્ટાર છે, જોકે જ્યારે તે પરિવાર સાથે રહે છે, ત્યારે હંમેશાં તે દરેક બાબતમાં આગળ રહેતી નથી, પરંતુ તે તેના પરિવારને પ્રાથમિક આપે છે અને તે પોતે બધાની પાછળ રહે છે. જયાના જણાવ્યા અનુસાર, એશ્વર્યા દરેકની વાત સાંભળે છે અને તેમને અનુસરે છે. જયા બચ્ચને સ્વીકાર્યું હતું કે, તેને તેની વહુ એશ્વર્યાની આ વાત ખૂબ પસંદ આવે છે.

પરિવારને આપે છે સમય: જયા બચ્ચને એશ્વર્યા રાય બચ્ચનની એક અન્ય ખાસ વાત વિશે જણાવ્યું હતું. જયાએ કહ્યું કે એશ્વર્યા એ વાત જાણે છે કે, પરિવારને ક્યારે અને કેટલો સમય આપવો, તે તેના વિશે જાણે છે.

એક સુંદર અને જવાબદાર માતા છે એશ્વર્યા: જયા બચ્ચન જણાવી ચુકી છે કે, એશ્વર્યા ઘરમાં દરેકનું ધ્યાન રાખે છે. તે તેની પુત્રી આરાધ્યા બચ્ચનનું ધ્યાન પણ પોતે જ રાખે છે. એશ્વર્યા એક સારી પુત્રવધૂ હોવાની સાથે એક જવાબદાર માતા પણ છે. આરાધ્યાની કોઈ આયા નથી. આરાધ્યાના તમામ કામ એશ્વર્યા કરે છે.

નોંધપાત્ર વાત એ છે કે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007 માં સાત ફેરા લીધા હતા. બંને બોલીવુડની પાવર કપલમાં શામેલ છે. વર્ષ 2011 માં લગ્નના 4 વર્ષ પછી બંને પુત્રી આરાધ્યાના માતા-પિતા બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.