રેટ્રો લુકમાં રેખાની કાર્બન કોપી લાગી એશ્વર્યા શર્મા, જુવો તેની આ સુંદર તસવીરો

બોલિવુડ

ટીવી સીરિયલ ‘ગમ હૈ કિસીકે પ્યાર મેં’ આ દિવસોમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ તેમાં મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યા છે. દર્શકોને બંનેની જોડી ખૂબ પસંદ આવી રહી છે. કપલ વચ્ચે રિયલ લાઈફમાં પણ સુંદર કેમેસ્ટ્રી જોવા મળે છે. બંને 30 નવેમ્બર 2021ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.

લગ્ન પછી બંને સોશિયલ મીડિયા પર પોત-પોતાની તસવીરો શેર કરતા રહે છે. ખાસ કરીને એશ્વર્યા શર્મા પોતાના લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. એશ્વર્યાએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી તે માત્ર ભારતીય લુકમાં જ જોવા મળી રહી છે. તે પત્ની બનીને ખૂબ એંન્જોય કરી રહી છે. તાજેતરમાં એશ્વર્યાએ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર બનારસી સાડી પહેરીને કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

બનારસી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી એશ્વર્યા શર્મા: આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા શર્મા બનારસી સાડીમાં એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે. આ સાડી પર તેણે ગોલ્ડની જ્વેલરી કેરી કરી છે. સાથે જ પોતના લુકમાં ચાર ચાંદ લગાવવા માટે તેમણે લાઉડ મેકઅપ પણ કર્યો છે. પોતાના વાળનું તેણે એક સુંદર બન બનાવ્યું છે જે તેના સાડી વાળા લુક પર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ તસવીરોમાં એશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.

પતિ નીલ ભટ્ટ માટે કર્યો સોળ શણગાર: એશ્વર્યા શર્માએ ઈન્સ્ટા પર આ સુંદર તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “આ ગિફ્ટ મને એક એવી વ્યક્તિએ આપી છે જેનું હું ખૂબ સમ્માન કરું છું. આ ગિફ્ટ આપવા બદલ આભાર…” એશ્વર્યાના આ કેપ્શન સાથે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અહીં એશ્વર્યા પોતાના પતિ નીલ ભટ્ટ વિશે વાત કરી રહી છે. આ સાડી નીલે જ તેને ગિફ્ટમાં આપી હશે.

ચાહકો એ રેખા સાથે કરી સરખામણી: એશ્વર્યા શર્માનો આ રેટ્રો લુક જોઈને ચાહકોને બોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખાની યાદ આવી ગઈ. તે એશ્વર્યાની તસવીરોની સરખામણી રેખા સાથે કરી રહ્યા છે. ખરેખર એશ્વર્યા એ જે રીતે સાડી, જુડા, મેકઅપ અને પોઝ વગેરે રજૂ કર્યા છે, તે રેખા સાથે ઘણી હદ સુધી મેચ થાય છે. ઘણા ચાહકોએ તો એમ પણ કહ્યું કે એશ્વર્યા હૂબહૂ રેખાની કાર્બન કોપી લાગી રહી છે. જણાવી દઈએ કે રેખાને પણ આવી સિલ્ક સાડીઓ પહેરવી ખૂબ પસંદ છે.

એશ્વર્યાને જોઈને પોતાને રોકી ન શક્યા નીલ: ઐશ્વર્યા શર્માની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. દરેક કમેન્ટમાં તેમની પ્રસંશાના પૂલ બાંધી રહ્યા છે. આટલું જ નહીં એશ્વર્યાની આ રેટ્રો સ્ટાઈલ જોઈને તેના પતિ નીલ ભટ્ટ પણ પોતાને રોકી શક્યા નહીં. તેમણે કમેન્ટમાં એશ્વર્યાની સુંદરતાના વખાણ કર્યા છે. તસવીરોમાં જે રીતે એશ્વર્યા રેટ્રો જમાનાની હિરોઈનોની જેમ શરમાતા જોવા મળી રહી છે, તે લોકોના દિલ જીતી રહ્યું છે.